શિફ્ટમાં કામ કરતા લોકો માટે ખરાબ સમાચાર, મગજ પર થઈ રહી છે આવી અસર

ઘણી ખાનગી કંપનીઓમાં ચોવીસ કલાક કામ થાય છે. ટાર્ગેટ પૂરો કરવા માટે કોઈ પણ કંપની હવે 24 કલાક કામ કરવા પર જોર આપી રહી છે. 24 કલાક ઓફિસ ચાલવાનો અર્થ છે શિફ્ટમાં કામ કરવું. સવાર, સાંજ અને રાતની શિફ્ટમાં મોટી સંખ્યામાં કર્મચારીઓ કામ કરે છે. મોટાભાગની ઓફિસમાં આ શિફ્ટ દર અઠવાડિયે બદલાય છે. પણ શું તમે જાણો છો કે, દર અઠવાડિયે શિફ્ટમાં થતું પરિવર્તન તમારા શરીર પર શું અસર કરે છે?

સ્વાસ્થ્ય માટે ભય :

ક્યારેક સવારે, ક્યારેક સાંજે તો ક્યારેક રાતે. જો તમે પણ આ રીતે શિફ્ટમાં કામ કરો છો, તો તે તમારા સ્વાસ્થ્ય માટે ઘણું ખતરનાક હોઈ શકે છે. એનાથી ન ફક્ત મોટાપો પણ ડાયાબિટીસ અને ઘણા પ્રકારની મગજની બીમારીઓ પણ થઈ શકે છે.

બ્રિટનની એક યુનિવર્સીટીમાં કરવામાં આવેલી સ્ટડીમાં આ વાતની જાણકારી સામે આવી છે. આ સ્ટડી 438 લોકો પર કરવામાં આવી હતી. શોધકર્તાઓએ જણાવ્યું કે, શિફ્ટમાં કામ કરવાવાળા લોકોમાં 33 % વધારે તણાવ અને ડિપ્રેશન મળી આવ્યું. તેમજ 9 થી 5 વાગ્યાની શિફ્ટમાં કામ કરવા વાળા અથવા એક ફિક્સ શિફ્ટમાં કામ કરવાવાળા લોકોમાં ઘણો ઓછો તણાવ મળી આવ્યો.

માનસિક બીમારીઓનો ભય :

શિફ્ટમાં કામ કરવાવાળા લોકોમાં ઘણા પ્રકારની મગજની બીમારીઓ પણ થઈ જાય છે. સ્ટડી અનુસાર 438 લોકોમાંથી 28 % લોકો એવા હતા જે બદલાતી શિફ્ટમાં કામ કરતા હતા, અને માનસિક બીમારીથી પીડાતા હતા.

મૂડ સ્વિંગ :

સ્ટડી કરવા વાળા વિશેષજ્ઞોનું કહેવું છે કે, વારંવાર શિફ્ટમાં પરિવર્તન થવાથી લોકોની સુવા અને જાગવાની આદત પર અસર પડે છે. દર અઠવાડિયે થતા પરિવર્તનને આપણું શરીર જલ્દી એડજસ્ટ નથી કરી શકતું, જેથી લોકો ચીડાયેલા રહેવા લાગે છે.

કોલેસ્ટ્રોલ અને બ્લડ પ્રેશરનો ભય :

જાપાનમાં થયેલી એક શોધમાં એ વાત સામે આવી છે કે, એવા લોકો જે શિફ્ટમાં કામ કરે છે, એમને મોટાપો અને પાચન સંબંધી સમસ્યાઓ પણ થવા લાગે છે. એના સિવાય લોકોમાં હાઈ બ્લડ પ્રેશર અને કોલેસ્ટ્રોલ જેવી સમસ્યાઓ પણ થઈ જાય છે.

આ માહિતી આજતક અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.