બાળકોના માનસિક વિકાસમાં માતા પિતા અને ઘરનું વાતાવરણની ખાસ ભૂમિકા હોય છે

બાળકોના માનસિક વિકાસમાં માતા પિતા અને ઘરનું વાતાવરણની ખાસ ભૂમિકા હોય છે. જે પ્રકારે બાળકોના શારીરિક વિકાસ માટે તેમનું ઘણું ધ્યાન રાખવામાં આવે છે તેવી રીતે માનસિક વિકાસ માટે પણ તમારે બાળકોને એક સારું વાતાવરણ અને તેમણે પ્રેમ અને હૂફ ની જરૂર રહે છે.

આજકાલ વધતી હરીફાઈની દોડમાં આગળ વધવા માટે બાળકોને શાર્પ માઈંડેડ હોવું ખુબ જરૂરી છે. તેમને એ બધી ખબર હોવી જોઈએ, જે તેમના માટે જાણવું જરૂરી છે. દરેક માતા પિતાનું સપનું હોય છે કે તેમનું બાળક બુદ્ધિશાળી બને અને અભ્યાસમાં આગળ વધે. પણ શું તમે જાણો છો કે બાળકને બુદ્ધિશાળી બનાવવું આપણા હાથમાં હોય છે? જી હા જો બાળકને એક સારું વાતાવરણ આપવામાં આવે ખાવામાં પોષ્ટિક આહાર આપવામાં આવે તો બાળકને બુદ્ધિશાળી બનવું સરળ થઇ જાય છે. જાણો બાળકનું મગજ તેજ કરવાના ઉપાય.

મગજની રમતના ફાયદા

બાળકના મગજનો વિકાસ અને તેમને બુદ્ધીશાળી બનાવવા માટે જરૂરી છે કે બાળકો સાથે નાની નાની મગજની રમત રમવામાં આવે. પહેલા તેને વિસ્તારથી રમતની પદ્ધતિ જણાવો પછી તેની સાથે બાળક બનીને જ રમો અને ભૂલ થવા ઉપર તેને જરૂર જણાવો. જેથી તે ભૂલ ફરી વખત કરવાથી બચે. આ રમતની મદદથી તેમનું મગજ તેજ થશે જ સાથે તેને મજા પણ આવશે.

પ્રેમ અને હૂફ

વોશિગ્ટન યુનીવર્સીટીના શોધકો દ્વારા કરવામાં આવેલ અધ્યયન મુજબ જે મહિલાઓ પોતાના નવજાતને વધુ પ્રેમ અને હૂફ આપે છે. તેમના બાળકો મગજની હિપ્પોકેપસ વિભાગમાં વધુ નવી કોશિકાઓ બને છે જેથી બાળકનું મગજ તેજ થાય છે. માં થી પ્રેમ હોવાથી બાળકોના મગજ ઉપર ઘણી અસર થાય છે.

પોષ્ટિક આહાર

બાળકના વિકાસ માટે તેમણે પોષ્ટિક આહારની ખુબ જરૂર રહે છે. બાળકોને ખાવામાં લીલા શાકભાજી, ફળ, દૂધ, મેવા, વગેરે જેવા ખાદ્ય પદાર્થ આપો. બાળકોને જંક ફૂડનું સેવન ઓછામાં ઓછું કરાવો. દરરોજ સવારે બાળકને પલાળેલ બદામની બે કે ત્રણ દાણા ખાવા માટે આપો. તેનાથી તેની યાદશક્તિ વધે છે.

પુરતી ઊંઘ

પોષક તત્વો ઉપરાંત પુરતી ઊંઘ જરૂરી હોય છે. અમેરિકામાં થયેલા એક અધ્યયન મુજબ બપોરે ભોજન કર્યા પછી લગભગ એક કલાકની ઊંઘ લેવાથી બાળકોની યાદશક્તિ વધે છે. યુનીવર્સીટી ઓફ મેસાચ્યુસેટ્સ ના શોધકો મુજબ મગજને મજબુત બનાવવા અને શીખવા માટે બપોરની ઊંઘ મહત્વની છે.

સ્તનપાન કરાવો

મા નું દૂધ બાળકના મગજના વિકાસ માટે ઘણું જરૂરી છે. નવજાતને માટે માં ના દુધથી સારો કોઈપણ આહાર નથી ગણાતું. એક બાજુ જ્યાં સ્તનપાનથી બાળકોને ગંભીર બીમારીઓથી બચાવી શકાય છે અને બાળકોના મગજના વિકાસ માટે પણ મહત્વનું માનવામાં આવે છે. ડેનીશ શોધકો મુજબ સ્તનપાન કરવાવાળા બાળકો વધુ સ્વસ્થ અને બુદ્ધિશાળી હોય છે.

પુસ્તકોના શોખીન

બાળકોને મગજના વિકાસ માટે નવી નવી ટેકનીક આવી ગયેલ છે પણ આપણે પુસ્તકોમાંથી મળતા જ્ઞાનને કેવી રીતે ભૂલી શકીએ. મોટાભાગના બાળકોને પુસ્તક વાંચવાનો શોખ હોય છે. તમારે બાળકોના આ શોખમાં અડચણ બનવાને બદલે તેને પુસ્તક વાચવા માટે પ્રોત્સાહન આપવાનું છે. આ દરેક ઉંમરના બાળકો માટે ઘણું જ ફાયદાકારક હોય છે. તેનાથી તેમને દરેક પ્રકારનું જ્ઞાન મળે છે.

તો હવે બાળકોના મગજના વિકાસ માટે આ ઉપાયોને અપનાવો અને તમારા લાડલાને બનાવો હોંશિયાર. ધ્યાન રાખશો બાળક તમારી પાસેથી  જ શીખે  છે તેથી જેવું તમે બોલશો વ્યવહાર કરશો તે પણ તેવું જ કરશે.

(નોંધ : આ લેખમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય જાણકારી અને માન્યતાઓ ઉપર આધારિત છે. અમે તેની પુષ્ટિ નથી કરતા.)