બધા દુઃખ-કષ્ટ લઇ લેશે શ્રીકૃષ્ણના આ 3 ચમત્કારિક મંત્ર, જીવનમાં રહેશે સુખ જ સુખ

દુઃખ અને તકલીફો જેમ કે આજના સમયમાં દરેક વ્યક્તિના જીવનનો એક મુખ્ય ભાગ જ બની ગયો છે. આજના સમયમાં કોઈપણ સંપૂર્ણ રીતે સુખી નથી. દરેકને હકીકતમાં કાંઈક ને કાંઈક સમસ્યા રહેતી જ હોય છે. તેવામાં આ દુઃખોને દુર કરવા કે પછી સંકટોને દુર કરવામાં ભગવાન શ્રીકૃષ્ણ આપણી મદદ કરી શકે છે. શ્રીકૃષ્ણજીનો મહિમાને તો તમે સારી રીતે જાણો છો. શેષનાગ સામે લડવાનું હોય કે મામા કંસને પાઠ ભણાવવા શ્રીકૃષ્ણની લીલાઓ અદ્દભુત હોય છે.

તે સ્વયં ભગવાન વિષ્ણુજીનું જ એક રૂપ છે. તેથી તેમની પાસે અસીમ શક્તિઓ રહેલી છે. એટલા માટે જો તમે થોડા વિશેષ મંત્રોના જાપ કરો અને તેમને પ્રસન્ન કરવાનો પ્રયાસ કરો તો તમારા જીવનના તમામ દુઃખ દુર થઇ જશે. આજે અમે તમને કૃષ્ણ ભગવાનના 3 ખાસ મંત્ર જણાવવા જઈ રહ્યા છીએ, આ બધાના જાપ કરતા પહેલા તમે એક સાર્વજનિક મંત્ર ‘ॐ श्री कृष्णाय शरणं मम‘ નો જાપ જરૂર કરી લો.

પહેલો મંત્ર

શ્રીકૃષ્ણના આ મંત્રના જાપ કરતી વખતે તમે પવિત્રતાનું વિશેષ ધ્યાન રાખો. સૌથી પહેલા સ્નાન કરી લો અને સ્વચ્છ ધોયેલા કપડા પહેરી લો. ત્યારપછી કુશનું(દર્ભનું) આસન પાથરી દો. હવે સવાર અને સાંજે આ મંત્રના જાપ ૧૦૮ વખત કરો. આ મંત્રના ઉચ્ચારણ કરવાથી દુઃખ કે તકલીફો તમારી દુર થઇ જશે. આ મંત્ર આ મુજબ છે

‘ॐ कृष्णाय वासुदेवाय हरये परमात्मने ।। प्रणतः क्लेशनाशाय गोविंदाय नमो नमः।।’

બીજો મંત્ર

જો તમારા પર આવેલું સંકટ ઘણું મોટું છે અને જવાનું નામ જ નથી લઇ રહ્યું તો આ મંત્ર તમારા ઘણા કામનો છે. આ મંત્ર જાપ કરવા માટે તમે સૌ પહેલા કૃષ્ણજીની સામે માખણ અને સાકરનો પ્રસાદ ચડાવો. સાથે જ ઘી નો દીવો પ્રગટાવો. હવે કૃષ્ણ ભગવાનની આરતી કરો. ત્યારપછી શાંત અને સ્વચ્છ મનથી આ મંત્રના જાપ ૫૧ વખત કરો. આમ કરવાથી તમારી મોટામાં મોટી મુશ્કેલી પણ દુર થઇ જશે. આ મંત્ર આ મુજબ છે.

‘ॐ नमः भगवते वासुदेवाय कृष्णाय क्लेशनाशाय गोविंदाय नमो नमः।’

ત્રીજો મંત્ર

આ મંત્ર તમે ચાલતા, હરતા, ફરતા ગમે ત્યારે ક્યારેય પણ, ક્યાય પણ કોઈપણ પ્રકારથી જાપ કરી શકો છો. તે કેટલી વખત જપવાનો છે તે પણ તમારી ઉપર જ આધાર રાખે છે. ખરેખર આ મંત્ર તમારા જીવનમાં પોઝીટીવીટી લાવે છે. તમારું ભાગ્ય તેનાથી પ્રબળ થાય છે. દુઃખ હંમેશા દુર રહે છે. તમે યોગ્ય દિશામાં કાર્ય કરો છો. સાથે જ આ મંત્ર તમને ભગવાનની નજીક લઇ જાય છે. તેનાથી મોક્ષ પ્રાપ્તિના રસ્તા ખુલી જાય છે. તમારી તમામ મનોકામનાઓ પણ પૂર્ણ થાય છે. છેલ્લે તેને તમે મોઢે કરી લો અને આવતા જતા બોલતા રહો. આ મંત્ર આ મુજબ છે.

‘हरे कृष्ण हरे कृष्ण, कृष्ण-कृष्ण हरे ह हरे राम हरे राम, राम-राम हरे हरे।’

જો તમે આ મંત્રોનું ઉચ્ચારણ અમે જણાવેલી રીતે કરો છો તો તમારુ જીવન ઘણું આનંદમય બની શકે છે. દુર્ભાગ્ય અને તકલીફો તમારાથી દુર રહેશે. આ મંત્ર તમારો કૃષ્ણજી સાથે સીધો સંપર્ક કરાવી દેશે.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.