બહાર છે સુંદર ગર્લફ્રેન્ડ, છતાંપણ બીગ બોસમાં બીજી છોકરી સાથે પ્રેમ કરી રહ્યા છે પારસ છાબડા

બીગ બોસ ૧૩ના કંટેસ્ટેન્ટ પારસ છાબડા આજકાલ બીગ બોસમાં શહનાજ ગીલ અને માહીરા શર્મા સાથે મસ્તી કરતા જોવા મળી રહ્યા છે. આ બંને સાથે ફલર્ટ કરવાને કારણે પારસ છાબડા આજકાલ સમાચારોમાં છવાયેલા રહે છે. આમ તો પારસ છાબડા પોતાના અંગત જીવનમાં ટીવી હિરોઈન આકાંશા પૂરી સાથે રીલેશનશીપમાં હતા.

કેલેન્ડર ગર્લ આકાંક્ષા પૂરીએ પારસ છાબડા સાથે પોતાના સંબંધને સોશિયલ મીડિયા ઉપર સૌની સામે જાહેર કર્યા છે. પોતાની એક પોસ્ટમાં આકાંક્ષા પુરીએ લખ્યું હતું કે, હું લગભગ ૨ વર્ષથી પારસ છાબડા સાથે રીલેશનશીપમાં હતી. આ દિવસ તો એક વખત આવવાનો જ હતો. જે થયું તે સારું જ થયું. આ એક ઘણો મોટો નિર્ણય હતો.

પારસે તેનો ફોટો ઈંસ્ટાગ્રામ ઉપર પોસ્ટ કરતા કેપ્શનમાં લખ્યું કે, તું પરીઓ જેવી દેખાય છે, એટલા માટે તું ભગવાન છો. થોડા દિવસો પહેલા પારસ છાબડા ‘નાગિન 3’ ની હિરોઈન પવિત્રા પુનિયા અને સારા ખાનને પણ એક સાથે ડેટ કરી રહ્યા હતા. આકાંક્ષા પૂરીએ મોડલિંગ દરમિયાન થોડા સમય માટે આંતરરાષ્ટ્રીય કેબીન ક્રૂ તરીકે પણ કામ કર્યું છે. તે ઉપરાંત આકાંક્ષા પૂરીએ થોડી સાઉથ મલયાલમ ફિલ્મોમાં પણ કામ કર્યું છે.

આ તમામ ફોટા આકાંક્ષાના ઈંસ્ટાગ્રામ એકાઉન્ટમાંથી લેવામાં આવ્યા છે. બીગ બોસ ૧૩ દરમિયાન પારસ છાબડાએ પોતાના જીવનના થોડા ઉતાર ચડાવ વિષે જણાવ્યું. બીગ બોસ ૧૩ની અજાણી વિડીયો કલીપમાં પારસ છાબડા પોતાના સ્ટ્રગલના દિવસો વિષે જણાવતા જોવા મળી રહ્યા છે.

પારસ છાબડાએ પોતાના જીવનના અનુભવ અને સ્ટ્રગલ વિષે જણાવ્યું. એક ભાવનાત્મક વાતચીત દરમિયાન પારસ છાબડાએ હિન્દુસ્તાની ભાઉ સાથે પોતાના જીવન સાથે જોડાયેલી ઘણી વાતો શેયર કરી. જયારે હિન્દુસ્તાની ભાઉએ પારસ સાથે તેના પિતા વિષે પ્રશ્ન કર્યો, તો પારસ ઘણો ઈમોશનલ થઇ ગયો.

પારસે જણાવ્યું જયારે હું 3 વર્ષનો હતો ત્યારે મારા પિતાજીનું અવસાન થઈ ગયું હતું. હિન્દુસ્તાની ભાઉ સાથે વાતચીત કરતા પારસે કહ્યું, મને નથી ખબર એક પિતાનો પ્રેમ કેવો હોય છે, કેમ કે તે બાબતમાં મારું નસીબ ઘણું ખરાબ છે. મારા માટે મારી માં જ સર્વસ્વ છે અને હું આજે જે પણ છું માત્ર મારી માં ને કારણે જ છું.

મારું માનવું છે કે મારી માં એક ઘણી જ સ્ટ્રોંગ મહિલા છે. માં એ મને બધું જ આપ્યું જે મારે જોઈતું હતું. તેમણે મને યોગ્ય રીતે ભણાવવા માટે ઘણી મહેનત કરી, પણ હું ૧૧માં ધોરણમાં હતો ત્યારે મેં અભ્યાસ છોડી દીધો. પોતાની કારકિર્દીને લઈને પારસ જણાવે છે મેં કારકિર્દીની શરુઆત મોડલિંગથી કરી હતી.

મોડલિંગ કર્યા પછી મેં અભિનય ક્ષેત્રમાં પ્રયાસ કર્યો. મેં એક ફિલ્મ માટે ઓડીશન આપ્યું હતું. જ્યાં ઘણા બધા મોડલ્સ આવ્યા હતા. પણ તેમાંથી હું નસીબદાર સાબિત થયો. મારા ફોટા આખા ઇંડિયામાં હેડીંગ્સ અને મેગેઝીન ઉપર લગાવવામાં આવ્યા હતા. આમ તો તેના માટે બજેટ ઘણું વધુ હતું. પરંતુ મને માત્ર ૪૦૦૦ જ મળતા હતા.

પારસે જણાવ્યું કે, તે મારા માટે ઘણી મોટી વાત હતી. કેમ કે તે સમયે મેં એક કંપનીમાં ઘણા મહિના ૬૦૦૦ મહીનાના લેખે કામ કર્યું હતું. આ ફિલ્મ મારા જીવનનો એક મહત્વનો વળાંક હતો. અભિનયની લાઈનમાં મારી યાત્રા અહિયાંથી શરુ થઇ હતી.

ત્યાર પછી મેં એમ ટીવી ઉપર આવતા શો ‘સ્પીલ્ટસવિલા’ ૨૦૧૨ માટે ઓડીશન આપ્યો અને વિજેતા તરીકે જાહેર થયો. ત્યાર પછી મેં ટેલીવિઝનના થોડા શો માં મુખ્ય ભૂમિકા નિભાવી અને ત્યારથી હું ટેલીવિઝન માટે કામ કરી રહ્યો છું. પારસ છાબડા બીગ બોસ ૧૩ના સૌથી લોકપ્રિય અને મજબુત કંટેસ્ટેન્ટમાંથી એક માનવામાં આવી રહ્યા છે.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.