બહેનના લગ્ન માટે 20 લાખ રૂપિયા લઈને છોડી બિગ બોસની ટ્રોફી, સલમાને કહ્યું : ના છોડી હોય તો…

નાના પર્દાનો મોટા રિયલિટી શો બિગ બોસ દરે વર્ષે તેના ફેન્સને એન્ટર્ટેન્ટ કરવા આવે છે અને આ વખતે પણ દરેક સીઝનની જેમ આ સીઝને પણ ખુબ ધમાલ મચાવ્યો. બિગ બોસ સીઝન 12નું ફાઇનલ થઇ ગયું છે આ આ વખતે બિગ બોસનું ટ્રોફી દીપિકા કક્કડ લઇ ગઈ. લગભગ સાડા ત્રણ મહિનો ચાલવા વાળા આ શો માં 5 ફાઇનલિસ્ટ હતા.

આ 5 માં રોમીલ ચૌધરી, કરણવીર વોહરા, દીપિકા કક્કર, શ્રીસંત અને દીપક ઠાકુર હતા. 30 તારીખની રાત સુધી ત્રણ ફાઇનલિસ્ટ રહી ગયા હતા. કારણ કે કરણવીર અને રોમીલને ઓછા વોટ મળ્યા હતા. ટોપ-3માં જયારે દીપક, શ્રીસંત અને દીપિકા રહી ગયા હતા ત્યારે સલમાન ખાને એક ઓફર આપી હતી કે ટોપ ત્રણ માંથી કોઈ પણ 20 લાખ રૂપિયા લઈને આ ગેમને છોડી શકે છે.

જયારે આ ગેમ રમવામાં આવી ત્યારે પહેલા કોઈએ પૈસા લીધા નહિ પણ થોડા સમય વિચાર્યા પછી દીપકે પોતાની બહેનના લગ્ન માટે 20 લાખ રૂપિયા લઈને બિગ બોસને અલવિદા કહી દીધું હતું. તમને જણાવી દઈએ કે બિગ બોસના વિજેતાના કુલ 50 લાખ રૂપિયા ઇનામ મળવાનું હતું પણ આ ઓફરના કારણે તે 50 લાખ રૂપિયા માંથી દીપક ઠાકુરે 20 લાખ લઈને બિગ બોસને છોડી દીધી હતી.

બહેનના લગ્ન માટે 20 લાખ રૂપિયા લઈને છોડી બિગ બોસની ટ્રોફી :-

બિહારના મુજ્જફરપૂરના રહેવા વાળા દીપક ઠાકુરે જેવી રીતે બિગ બોસમાં રમત રમી બધા લોકો તેના દીવાના થઇ ગયા. અહીંયા સુધી કે સલમાન ખાન પણ તેનાથી ખુશ થયા અને જયારે દીપકે 20 લાખ રૂપિયા લઈને રમત છોડી દીધી ત્યારે સલમાને દીપકના વખાણ કર્યા. લગભગ 25 વર્ષના દીપકે શો માં એક અલગ ઓળખાણ બનાવી હતી. બધા દીપકના વ્યવહારથી ખુશ હતા.

દિપક ઠાકુરના પિતાનું કહેવાનું છે “3 હજાર રૂપિયા દેવું લઈને દીપકને દિલ્હી ઓડિશન માટે મોકલ્યો હતો અને આજે દીપકના કારણે મુજ્ફ્ફપુર ક્લેક્ટરથી લઈને મોટા અધિકારીઓ પણ અમને જાણે છે. એક સમય એવો પણ હતો કે મને કોઈ જોતું પણ ન હોતું, ભગવાન દરેક ગામમાં દીપક જેવો એક દીકરો આપે જેનાથી દેશની હાલતમાં સુધાર આવી શકે.

દીપકની માતાએ જણાવ્યું હતું કે તું ટ્રોફી લઈને જ ગામ પાછો આવજે દીકરા પરંતુ તે હમણાં દિપકના આ નિર્ણયથી ખુબ ખુશ છે. દીપક એક ગાયક છે અને બોલિવૂડમાં મોટા બ્રેક માટે ખુબ પ્રયાસ કરી રહ્યો હતો આના સિવાય તે કેટલાક બાળકોને સંગીતની શિક્ષા પણ આપે છે. જેનાથી તે પોતાની અને પોતાના પરિવારનું ખર્ચ ઉઠાવી શકે. દીપક ઠાકુરે મોટા-મોટા સેલિબ્રિટીને ટક્કર આપી અને ફાઇનલ રાઉન્ડ સુધી પહુંચી ગયા અને પોતે જ શો છોડી દીધો.

17 કન્ટેસ્ટન્ટ અને 3 વાઈટકાર્ડની થઇ હતી એન્ટ્રી :-

બિગ બોસ સીઝન 12માં આ વખતે 17 પ્રતિભાગીઓએ ભાગ લીધો હતો અને ત્રણ વાઈટકાર્ડ એન્ટ્રી પણ થઇ હતી. આમ સેલિબ્રિટી કન્ટેસ્ટન્ટ કરણવીર વોહરા, દીપિકા કક્કર, અનુપ જલોટા, નેહા પેન્ડસે અને શ્રીસંત હતા આના સિવાય સામાન્ય કન્ટેસ્ટન્ટ્સમાં રોમીલ ચૌધરી, શિવાશિષ મિશ્રા, સૌરભ પટેલ, નિર્મળ સિંહ, સજલીન મથારુ, રોશમી બાનીક, ઉર્વશી વાણી, દીપક ઠાકુર, સોમી ખાન, સબા ખાન સૃષ્ટિ રોડે, કૃતિ વર્મા મુખ્ય રૂપમાં હતા.

આના સિવાય વાઈટકાર્ડ એન્ટ્રીમાં સુરભી રાણા, રોહિત સુચનટી અને મેધા ધાડે શો માં ભાગ લીધો હતો પરંતુ ટ્રોફી હાથ લાગી દીપિકા કક્કર. એવું માનવામાં આવી રહ્યું છે કે દીપિકા શરૂથી જ દમદાર કન્ટેસ્ટન્ટ રહી છે. પરંતુ બધાએ સારું રમ્યું આ વર્ષ બિગ બોસની ટીઆરપી લેવલ ખુબ ડાઉન રહ્યું અને આ શો ટોપ 20 માં પણ ખુબ મુશ્કેલથી પહોચ્યો.