બહેનના લગ્નમાં સાનિયા મિર્ઝાએ કરી ઘણી મસ્તી, જાનને રોકીને જીજાજી પાસે માગ્યા 3 લાખ રૂપિયા

ભારતીય ટેનીસ ખેલાડી સાનિયા મિર્ઝાની બહેન અનમ મિર્ઝાના હાલમાં જ લગ્ન થયા છે અને સોશિયલ મીડિયા ઉપર આ લગ્ન સાથે જોડાયેલા થોડા ફોટા વાયરલ થઇ રહ્યા છે. અનમ મિર્ઝાના લગ્ન ભારતના પૂર્વ ક્રિકેટર અજહરુદ્દીનના દીકરા અસદ્દુદિન સાથે ૧૧ ડીસેમ્બરના રોજ હૈદરાબાદના યુગલ ગૃહ શહેરમાં થયા છે.

બોણીમાં માગ્યા ત્રણ લાખ રૂપિયા :-

પોતાના થનારા જીજાજી પાસે સાનિયા મિર્ઝાએ બોણી તરીકે 3 લાખ રૂપિયાની રકમ માગી હતી. જાનનું સ્વાગત કરતા સાનિયા મિર્ઝાએ પોતાના જીજાજી પાસે બોણી તરીકે ત્રણ લાખ રૂપિયા માગ્યા હતા. તે પૈસા ન આપવા ઉપર સાનિયા મિર્ઝાએ મહેમાનોને આગળ ન જવાની ધમકી પણ આપી હતી.

જીજાજી સાથે થઇ ઘણી માથાકૂટ :-

કહેવામાં આવે છે કે જાનનું સ્વાગત કરતા સાનિયાએ જીજાજી સામે ત્રણ લાખ રૂપિયાની માંગણી મૂકી હતી આમ તો સાનિયાના જીજાજી આટલી મોટી રકમ આપવાની ના કહી રહ્યા હતા. ત્યાર પછી સાનિયાએ જાનમાં આવેલા મહેમાનોને પ્રવેશ કરવા ન દીધા. અને સાનિયાની જિદ્દ જોઇને શુકનની થાળીમાં છોકરા વાળા તરફથી ૩૦ હજાર રૂપિયા મૂકી દેવામાં આવ્યા હતા.

પરંતુ સાનિયા પોતાની જિદ્દ ઉપર અટકી રહી અને સાનિયાએ ૩૦ હજાર રૂપિયા લેવાની ના કહી દીધી. ઘણા સમય સુધી માથાકૂટ પછી છોકરા વાળાએ દોઢ લાખ રૂપિયા આપવા માટે રાજી થયા. ત્યાર પછી સાનિયાએ પણ પોતાની જિદ્દ છોડી દીધી અને ધામધૂમ સાથે પોતાના જીજાજી અને જાનીયાઓનું સ્વાગત કર્યું અને તેને ઘરમાં પ્રવેશ કરવા દીધા.

શોએબ મલિકે ન કર્યા લગ્ન અટેન્ડ :-

સાનિયા મિર્ઝાની નાની બહેન અનમ મિર્ઝાના લગ્નમાં ક્રિકેટ, ફિલ્મ અને ટેનીસ જગતના ઘણા લોકોએ હાજરી આપી હતી. અને તેની બહેનના લગ્નમાં સાનિયા મિર્ઝાએ ઘણા જ સુંદર કપડા પહેર્યા હતા. એટલું જ નહિ સાનિયાએ પોતાના દીકરા સાથે ઘણા બધા ફોટા પણ ક્લિક કરાવ્યા છે. આમ તો આ લગ્નથી સાનિયા મિર્ઝાના પતિ શોએબ મલિક હાજર રહ્યા ન હતા.

ખાસ કરીને શોએબ મલિક હાલના દિવસોમાં Bangladesh Premier League રમી રહ્યા છે અને આ લીગને કારણે હાલના સમયમાં બાંગ્લાદેશમાં છે. મેચ હોવાને કારણે શોએબ મલિક પોતાના કુટુંબના આ લગ્નમાં હાજર ન રહી શક્યા. શોએબ મલિક એક પાકિસ્તાની ક્રિકેટર છે અને વર્ષ ૨૦૧૦માં સાનિયાએ શોએબ મલિક સાથે લગ્ન કર્યા હતા. આ લગ્નથી તેને એક દીકરો પણ છે.

બહેનના લગ્નમાં કરી ઘણી મસ્તી :-

સાનિયા મિર્ઝા પોતાની બહેનના લગ્નને લઈને ઘણા ઉત્સુક હતી અને સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઇ રહેલા ફોટામાં સાનિયા મિર્ઝા લગ્નને ખુબ જ એન્જોય કરતી જોવા મળી રહી છે. લગ્ન સાથે જોડાયેલા ફોટામાં સાનિયા ઘણી જ સુંદર લાગી રહી છે અને પોતાના દીકરા સાથે મસ્તી કરી રહી છે.

સાનિયા મિર્ઝા એક પ્રસિદ્ધ ખેલાડી છે અને સાનિયા મિર્ઝા ભારત સરકાર દ્વારા પદ્મશ્રી, પદ્મ ભૂષણ અને રાજીવ ગાંધી રમત ગમત રત્ન એવોર્ડથી સન્માનિત કરવામાં આવી ચુકી છે. સાનિયાનું નામ વિશ્વના પ્રસિદ્ધ ટેનીસ ખેલાડીમાં રહેલું છે.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.