બાઈક ચલાવતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, હમેંશા રહેશો સુરક્ષિત જાણતા હોય તો પાલન કરજો

જો તમે બાઈક ચલાવો છો તો તમારા માટે સૌથી પહેલા ટ્રાફિક નિયમોનું પાલન કરવું જરૂરી છે. જો તમે ટ્રાફિક નિયમોનું પાલન કરશો તો હમેશા સુરક્ષિત રહેશો.

બાઈકનો શોખ ધરાવનારની આ દુનિયામાં કોઈ કમી નથી. આપણા દેશમાં લોકો મોંઘી બાઈકોનો શોખ ધરાવે છે. જેમને સ્પીડ ની બાબતમાં કોઈ પાછળ રાખી નથી શકતું. તે ઉપરાંત અહિયાં કરોડો લોકો કામ ઉપર જવા માટે પણ બાઈકનો ઉપયોગ કરે છે. રોજ સવારે બાઈક લઈને ઓફિસે નીકળે છે. પણ આપણા દેશમાં બે પૈડાવાળા સાધનો ના અકસ્માત પણ વધુ થાય છે. આવું એટલા માટે બને છે કેમ કે લોકો બાઈક ચલાવતી વખતે અમુક બાબતોને ધ્યાન બહાર કરતા હોય છે. આવી નાની નાની બાબતોને ધ્યાનમાં ન રાખવાથી લોકો પોતાનો જીવ જોખમમાં મુકે છે. અમે તમને થોડા એવા નિયમ વિષે જણાવવાના છીએ જેને ધ્યાનમાં રાખીને તમે બાઈક ચલાવશો તો સુરક્ષિત રહી શકો છો.

ટ્રાફિક નિયમો પાળવા જરૂરી :

જો તમે બાઈક ચલાવો છો તો તો તમારા માટે સૌથી પહેલા ટ્રાફિક નિયમોનું પાલન કરવું જરૂરી છે જો તમે ટ્રાફિક નિયમોનું પાલન કરશો તો હમેશા સુરક્ષિત રહેશો. બાઈક ચલાવતી વખતે હેલ્મેટ હમેશા પહેરી રાખો. અકસ્માત થાય તો આ તમારા માથાને ગંભીર ઈજાથી બચાવી શકે છે. તે ઉપરાંત હમેશા પોતાની લાઈનમાં ચાલો, જીગ જૈગ રાઈડીંગ ઘણું ખતરનાક સાબિત થઇ શકે છે. હમેશા લાઈન બદલતી અને વળતા પહેલા ઈન્ડીકેટર નો ઉપયોગ કરો.

એલર્ટ રહેવું પણ ખુબ જરૂરી :

બાઈક ચલાવતી વખતે એલર્ટ રહેવું ખુબ જરૂરી હોય છે. ઘણા લોકો બાઈક રાઈડ કરતી વખતે આજુ બાજુ જુવે છે, તેવામાં સામેથી કોઈ ગાડી તેને ટક્કર મારી શકે છે કે પછી આગળ વાળી ગાડી ઉપર ટક્કર પણ લાગી શકે છે. તે ઉપરાંત આગળ ચાલી રહેલ બાઈક્સ અને કારોનું મુવમેંટ ઉપર પણ ધ્યાન રાખવું જરૂરી છે. ઘણા લોકો અચાનકથી લાઈન બદલે છે. તેવામાં જો તમારું ધ્યાન ન હોય તો અકસ્માત પણ થઇ શકે છે.

રોડને ધ્યાનમાં રાખીને નક્કી કરો સ્પીડ :

સામાન્ય રીતે જોવામાં આવે છે કે યુવાનો ખુબ સ્પીડમાં બાઈક રાઈડ કરે છે. સ્પોર્ટ્સ બાઈક્સમાં હમેશા લોકોને આમ કરતા જોવામાં આવે છે. પણ ભલે તમારા બાઈકની ટોપ સ્પીડ ૨૦૦ હોય પણ જો તમે ભારતના રોડ ઉપર ચાલી રહ્યા છો તો તમારી સ્પીડનું ધ્યાન રાખવું ખુબ જરૂરી છે. કેમ કે અહિયાં રોડ ઉપર ઘણા ખાડા અને ટેકરા હોવા સામાન્ય વાત છે. સ્પીડ વધુ હોવાથી આ ખાડા જીવલેણ બની શકે છે.