બાઈકની ટક્કરથી મરવા વાળા વ્યક્તિના કુટુંબને મળ્યું આટલા કરોડ રૂપિયાનું વળતર, જાણો વિગત.

આજના સમયમાં લોકોનું ઘણું દોડધામ ભરેલું જીવન બની ગયું છે, અને લોકો આ દોડધામને પહોચી વળવા માટે વાહનની જરૂરિયાત રહે છે, અને મોટાભાગના લોકો પોતાનું વાહન રાખતા હોય છે, જેથી અકસ્માતોની સંખ્યા પણ એટલી જ વધી રહી છે.

અકસ્માતમાં મૃત્યુ થવાની બાબતમાં અત્યાર સુધીમાં સૌથી મોટા વળતરોમાં હાલમાં એક કિસ્સો જોડાયો છે. મોટર અકસ્માત ક્લેમ્સ ટ્રીબ્યુનલે એક ઇન્શ્યોરન્સ કંપનીને આદેશ આપ્યો છે કે તે રોડ અકસ્માતમાં મરનાર વ્યક્તિના કુટુંબને એક કરોડ રૂપિયાનું વળતર આપે. ૨૦૧૩માં ૪૮ વર્ષના બીએમસી એમ્બુલન્સ ડ્રાયવરનું તે સમયે મૃત્યુ થઇ ગયું હતું. જયારે ૧૮ વર્ષના એક યુવાન લાયસન્સ વગર બાઈક ચલાવતી વખતે તેની સાથે ટકરાઈ ગયો.

ટ્રીબ્યુનલે આપ્યો વળતરનો આદેશ

ટાઈમ્સ ઓફ ઇન્ડિયાના સમાચાર મુજબ, તપાસમાં ટ્રીબ્યુનલને જાણવા મળ્યું કે બાઈકના માલિક ખુબલાલ પ્રજાપતિએ મોહમ્મદ અશરફ કુરેશીને બાઈક ચલાવવા આપી હતી, જયારે અશરફ પાસે લાયસન્સ પણ ન હતું. ટ્રીબ્યુનલે તેને ઇન્શ્યોરન્સ પોલીસીની શરતોનું ઉલંધન માન્યું.

ટ્રીબ્યુનલ વીમા કંપનીને ચુકવણીથી દુર રાખવા માગતી હતી, આમ તો ‘પે એંડ રીકવર’ ના સિદ્ધાંતને ધ્યાનમાં રાખતા ટ્રીબ્યુનલે ઓરીયંટલ વીમા કંપની લીમીટેડને આદેશ આપ્યો છે કે તે જોરેની પત્ની અને બે બાળકોને વળતર આપે. ટ્રીબ્યુનલે એ પણ જણાવ્યું કે કંપનીને એ સત્તા છે કે તે આ રકમ બાઈકના માલિક પસેથી રીકવર કરી શકે છે.

આ માપદંડોને આધારે નક્કી થયું વળતર

ટ્રીબ્યુનલે એફઆઈઆર, પંચનામા, પોસ્ટ મોર્ટમ અને ડેથ સર્ટીફીકેટના આધારે જણાવ્યું કે તમામ દસ્તાવેજ તે તરફ ઈશારો કરી રહ્યા છે કે અકસ્માત ગ્રસ્ત બાઈક ચાલકની ભૂલથી થયું. વળતરની રકમ નક્કી કરતી વખતે ટ્રીબ્યુનલે મૃતકની ઉંમર, તેનો પગાર, ભવિષ્યમાં થનારી કમાણી અને અંતિમ સંસ્કારમાં ખર્ચ થનારી રકમને ધ્યાનમાં રાખી. મૃતક વ્યક્તિ પોતાની નોકરીમાં દર મહીને ૬૮,૦૦૦ રૂપિયા કમાય છે. ૨૦૧૩માં ફરિયાદ રજીસ્ટર થયા પછી અત્યાર સુધી વળતરની રકમ ૭૫.૬૦ લાખ ગણતરી કરવામાં આવી. જેની ઉપર ૭.૫ ટકાનો વ્યાજ દર લગાવવામાં આવ્યો.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારા એક શેરથી કોઈના જીવનમાં ઘણો મોટો ફાયદો થઇ શકે છે, અને તેનું ફળ કુદરત તમને જરૂર આપે છે. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

આ માહિતી મની ભાસ્કર અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.