કંફર્મ : ચેતક Chic ના નામથી બજાજે બહાર પાડયું નવું ઇલેક્ટ્રિક સ્કૂટર, જાણો કિંમત અને ફીચર્સ

બજાજ ચેતક કંપની તરફથી રજુ કરવામાં આવતા સૌથી પ્રસિદ્ધ સ્કુટરોમાંથી એક ગણવામાં આવે છે. એ સ્કુટરે દર્શકો સુધી બજારમાં સારું પ્રદર્શન કર્યું છે. કંપનીએ ૨૦૦૬માં આ સ્કુટરનું પ્રોડક્શન બંધ કરી દીધું હતું, હવે તેને ઇલેક્ટ્રિક અવતારમાં બહાર પાડવામાં આવી રહ્યું છે.

દેશની મુખ્ય બે પૈડાવાળા વાહન બનાવતી કંપની બજાજ ઓટો, ઘરેલું બજારમાં પોતાના પ્રસિદ્ધ સ્કુટર બજાજ ચેતકના નામને ફરી વખત બજારમાં લાવવા પ્રયાસ કરી રહી છે. બજાજે પોતાના નવા ઇલેક્ટ્રિક સ્કુટરને ‘Chetak Chic’ નું નામ આપ્યું છે. કંપની આગામી ૧૬ ઓક્ટોબરના રોજ Urbanite કંપની મારફત આ સ્કુટરને દુનિયા સામે રજુ કરશે.

બજાજ ચેતકના નામને લઈને ચર્ચા લાંબા સમયથી ચાલી રહી હતી, પરંતુ પહેલી વખત તેનું નામ નક્કી થઇ શક્યું છે. ખાસ કરીને કંપનીએ આ સ્કુટરનું નામ ‘Chetak Chic’ ના નામથી રજીસ્ટર કરાવ્યું છે, અને તેના ડોક્યુમેન્ટની એક કોપી ઈન્ટરનેટ ઉપર ઝડપથી વાયરલ થઇ રહી છે. રશલેનમાં છપાયેલા અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે, કંપની નવા સ્કુટરને આ નામથી લોન્ચ કરશે.

હાલના દિવસોમાં આ સ્કુટરને ઘણી વખત ટેસ્ટીંગ દરમિયાન સ્પોટ પણ કરવામાં આવ્યું છે. આમ તો સ્કુટરને સંપૂર્ણ રીતે કવર કરવામાં આવ્યું હતું, પરંતુ તેની આઉટ લાઈનનો અંદાજો જરૂર લગાવી શકાય છે. જાણકારોનું માનવું છે કે, તેની ડીઝાઈન ઘણે અંશે વેસ્પા સાથે મળતી હોઈ શકે છે. તે ઉપરાંત આ સ્કુટરમાં કંપની LED હેડ લાઈટ્સ, ડે ટાઈમ રનીંગ લાઈટનો ઉપયોગ કરી શકશે.

હાલમાં આ સ્કુટરની ટેકનીક અને ફીચર્સ વિષે હજુ કોઈ જાણકારી મળી શકી નથી. પરંતુ કંપનીના પ્રબંધ નિર્દેશક રાહુલ બજાજે પોતાના એક નિવેદનમાં જણાવ્યું હતું કે, Urbanite કંપની ભારતના સ્કુટર સેગમેન્ટના ટેલ્સા મોડલ હશે. તેનાથી એ સ્પષ્ટ થશે કે, કંપનીનું આ નવું સ્કુટર પ્રીમીયમ હશે. આ સ્કુટરમાં કંપની તમામ અત્યાધુનીક ફીચર્સને ઉમેરશે. જાણકારોનું માનવું છે કે, આ સ્કુટરની કિંમત ૧ લાખ રૂપિયા આસપાસ હોઈ શકે છે.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારા એક શેયરથી કોઈના જીવનમાં ઘણો મોટો ફાયદો થઇ શકે છે, અને તેનું ફળ કુદરત તમને જરૂર આપે છે. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

આ માહિતી જનસત્તા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.