બજરંગબલીના ભક્ત જાણી લો આ જરૂરી વાત, આવા ઘરોમાં હનુમાનજી નથી કરતા વાસ.

રામ ભક્ત હનુમાનજીની પૂજા અર્ચના કલયુગમાં સૌથી વધુ લોકો કરે છે, બધા લોકો મહાબલી હનુમાનજી ઉપર વિશ્વાસ ધરાવે છે અને હનુમાનજી પણ પોતાના ભક્તોની દરેક ઈચ્છા પૂરી કરે છે, જે વ્યક્તિ પોતાના સાચા મનથી મહાબલી હનુમાનજીની પૂજા કરે છે, તેમની ઉપર તેમની કૃપા હંમેશા જળવાઈ રહે છે. કલયુગમાં હનુમાનજી એકમાત્ર એવા દેવતા છે, જે અજર અમર માનવામાં આવે છે અને તે પોતાના ભક્તોની મનોકામનાઓ સૌથી જલ્દી પૂરી કરે છે, વર્તમાન સમયમાં પણ હનુમાનજી સાક્ષાત આ ધરતી ઉપર ભ્રમણ કરે છે.

આમ તો જોવામાં આવે તો મહાબલી હનુમાનજી સાથે જોડાયેલી ઘણી માન્યતાઓ છે, એવું કહેવામાં આવે છે કે જે ઘરોમાં મહાબલી હનુમાનજીની પૂજા થાય છે તે ઘર પવિત્ર હોવું ઘણું જ જરૂરી છે, હનુમાનજીની પૂજામાં ઘણી બધી વાતોનું ધ્યાન રાખવું જરૂરી હોય છે, ત્યારે તમારી ઉપર હનુમાનજીની કૃપા જળવાઈ રહેશે, આજે અમે તમને આ પોસ્ટના માધ્યમથી થોડા એવા સ્થાનો અને ઘરો વિષે જાણકારી આપવાના છીએ. જ્યાં હનુમાનજી જવાનું પસંદ નથી કરતા, જયાનું વાતાવરણ એવા પ્રકારનું હોય છે, ત્યાં ક્યારે પણ બજરંગબલીનો વાસ નથી રહેતો.

એવા ઘરોમાં હનુમાનજી નથી કરતા વાસ :-

જેમ કે તમે બધા લોકો જાણો છો, મહાબલી હનુમાનજી શ્રીરામજીના સૌથી મોટા ભક્ત છે અને રામજી હનુમાનજીના આરાધ્ય દેવ છે, જે ઘરમાં તેમના આરાધ્ય દેવની પૂજા નથી થતી તે ઘરમાં હનુમાનજી ક્યારે પણ નથી જતા.

જે ઘરના સભ્ય વાત વાતમાં ખોટું બોલે છે કે પછી જે વ્યક્તિ માંસ મદિરાનું જ સેવન કરે છે, તેની ઉપર પણ હનુમાનજીની કૃપા નથી વરસતી.

જે ઘરની અંદર હંમેશા ઝગડા થતા રહે છે, જે ઘરના કુટુંબના લોકો વચ્ચે એકતા જળવાતી નથી, તે સ્થાન ઉપર ક્યારે પણ હનુમાનજીની કૃપા નથી વરસતી.

જો તમારા ઘરમાં હનુમાનજીની પૂજા કરો છો, તો સાફ સફાઈ ઉપર ધ્યાન રાખવું ઘણું જ જરૂરી છે, જે ઘરમાં સાફ સફાઈ નથી થતી, તે સ્થાન ઉપર હનુમાનજી જવાનું પસંદ નથી કરતા.

જે ઘરોની અંદર મહિલાઓનું સન્માન નથી કરવામાં આવતું, જે ઘરમાં મહિલાઓને હીન ભાવનાની દ્રષ્ટિથી જોવામાં આવે છે, જો તે ઘરોમાં હનુમાનજીની પૂજા કરવામાં આવે તો તેમ છતાંપણ તે ઘરના લોકો ઉપર હનુમાનજીની કૃપા નથી રહેતી.

જે ઘરમાં તાંત્રિક વિધિ કરવામાં આવે છે, તે સ્થળ ઉપર હનુમાનજી નથી જતા.

જે લોકો કપટી સ્વભાવના રહે છે, જે લોકો સાથે કપટ કરે છે, જો તે હનુમાનજીની પૂજા કરે તો તેનાથી હનુમાનજી પ્રસન્ન નથી થતા અને તેમના ઘરમાંથી હનુમાનજી નારાજ થઈને જતા રહે છે, તે ઉપરાંત દગાખોર લોકોના ઘરમાં પણ હનુમાનજીનો વાસ નથી થતો.

જે ઘરોની અંદર મૂંગા જાનવરોને હેરાન કરવામાં આવે છે કે પછી તેની ઉપર અત્યાચાર કરવામાં આવે છે, તે ઘરમાં હનુમાનજી એક પળ માટે પણ નથી રોકાતા.

આ માહિતી હિન્દૂ બુલેટિન અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.