4 વર્ષમાં આટલી બદલાઈ ગઈ ‘બજરંગી ભાઈજાન’ ની ‘મુન્ની’, આ 5 ફોટામાં જુઓ બદલાયેલો લુક

સલમાન ખાનની ફિલ્મ ‘બજરંગી ભાઈજાન’ બોલીવુડની સુપરહિટ ફિલ્મોમાંથી એક છે. આ ફિલ્મમાં ન ફક્ત સલમાન ખાન પણ મુન્નીનું પાત્ર ભજવવા વાળી હર્ષાલી મલ્હોત્રાની પણ ખુબ પ્રશંસા કરવામાં આવી હતી. ફિલ્મમાં મુન્નીની નિર્દોષતા અને હાથ ઊંચો કરીને પોતાની વાત રાખવાનો અંદાજ દરેકને ખુબ પસંદ આવ્યો હતો.

‘બજરંગી ભાઈજાન’ ફિલ્મને રિલીઝ થયાને 4 વર્ષ થઈ ચુક્યા છે. આ 4 વર્ષોમાં મુન્નીના લુકમાં ઘણું પરિવર્તન આવ્યું છે. આવો એક નજર ફેરવી લઈને એના લેટેસ્ટ ફોટા પર. બજરંગી ભાઈજાનની મુન્ની હવે 11 વર્ષની થઈ ગઈ છે. જે સમયે તે આ ફિલ્મનું શૂટિંગ કરી રહી હતી, એ સમયે તે ફક્ત 7 વર્ષની હતી.

સલમાન ખાનની મુન્ની ઘણી સ્ટાઈલિશ થઈ ગઈ છે અને સોશિયલ મીડિયા પર એક્ટિવ પણ રહે છે. બજરંગી ભાઈજાન ફિલ્મ પહેલા હર્ષાલી ઘણી ટીવી સિરિયલોમાં જોવા મળી ચુકી છે. આ સિરિયલોમાં ‘કબૂલ હે’, ‘લૉટ આઓ તૃષા’ અને ‘સાવધાન ઈંડિયા’ શામેલ છે.

બજરંગી ભાઈજાન ફિલ્મ માટે હર્ષાલીની ઘણી પ્રશંસા કરવામાં આવી હતી. એણે આ ફિલ્મમાં એક્ટિંગ દ્વારા સ્ક્રીન અવોર્ડ ફોર બેસ્ટ ચાઈલ્ડ આર્ટિસ્ટ પણ જીત્યો છે. બજરંગી ભાઈજાનના સેટ પર હર્ષાલી નવરાશના સમયમાં સલમાન ખાન અને કબીર ખાનના ફોનમાં બાર્બી વાળી ગેમ રમતી હતી. તેમજ તે સલમાન ખાન સાથે ટેબલ ટેનિસ પણ રમતી હતી.

ફિલ્મમાં જયારે તે સલમાન ખાનને ફાઈટિંગ સીન અથવા પછી ઈમોશનલ સીન કરતા જોતી હતી, તો પોતે પણ રડવા લાગતી હતી. પછી સલમાન એને સંભાળતા હતા. જયારે પણ હર્ષાલીને કોઈ સીન સમજમાં આવતો નહિ, તો તે સીધી કબીર ખાન પાસે જતી હતી અને એમને સીન વિષે પૂછતી હતી.

આ માહિતી અમર ઉજાલા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.