બકરીના દુધના ફાયદા !!
બકરીના દુધમાં એવા ગુણ રહેલા છે કે ક્યારે ક્યારે હજાર રૂપિયા લીટર પણ વેચાય છે. અને જે કામ મોટી મોટી દવાઓ નથી કરી શકતી તે બકરીનું દૂધ ચપટી વગાડતા જ કરી આપે છે.
બકરીનું દૂધ મનને પસન્ન રાખે છે. મોઢામાં ખાંસી સાથે આવનારા લોહી માટે ખુબ જ ફાયદાકારક હોય છે. બકરીનું દૂધ ફેફસાંના ઘાવ અને ઘા પીડાને દુર કરે છે. તે પેટને ઠંડક પૂરી પાડે છે. ગરમ સ્વભાવ વાળા માટે તે ખુબ જ ફાયદાકારક હોય છે.
જુદા જુદા રોગમાં ઉપયોગી બકરીનું દૂધ :
ડેન્ગ્યું રોગમાં :
ડેન્ગ્યું રોગમાં જયારે પ્લેટલેટ્સ એક દમથી ઓછા થવા લાગે તો બકરીનું દૂધ ખુબ ફાયદો કરે છે. પ્લેટલેટ્સ વધારવા અને રોગપ્રતિકારક શક્તિ વધારવામાં બકરીનું દૂધ ખુબ ફાયદાકારક છે. અને આવા ગુણને લીધે ડેન્ગ્યું રોગના દિવસોમાં આ દૂધ શહેરમાં લોકો હજાર રૂપિયા લીટર સુધી પણ ખરીદે છે.
કાળી ખાંસી (કુકર ખાંસી) :
૧૦૦ થી ૨૫૦ મી.લિ. કાળી બકરીનું દૂધ ૨ અઠવાડિયા સુધી રોગીને પીવરાવવાથી કાળી ખાસી દુર થઇ જાય છે.
તાવ માટે :
બકરી અને ગાયના તાજા દુધને ભેળવવાથી આવતા ફીણને ભેગા કરીને તેમાં સાકરનું ચૂર્ણ ભેળવીને ગળ્યું કરી તે પીવાથી જુના તાવમાં ફાયદો થાય છે.
એડકીનો રોગ:
બકરીના દુધમાં ૧ ચમચી સુંઠનું ચૂર્ણ ભેળવીને પીવાથી હેડકીમાં ફાયદો થાય છે.
દસ્ત(ઝાળા)થવા ઉપર :
બકરીનું દૂધ પીવાથી પણ ગર્ભવતી સ્ત્રીને થતા અતિસાર એટલે દસ્ત દુર થઇ જાય છે. ૨૯૦ મી.લિ. બકરીના દુધમાં લગભગ 8 ગ્રામના પ્રમાણમાં તલ ભેળવીને સાકર સાથે પીવાથી દસ્તમાં આરામ મળે છે.
ગર્ભવતી સ્ત્રીનો વિષમ જ્વર :
બકરીના દુધમાં સુંઠનું ચૂર્ણ ભેળવીને પીવાથી ગર્ભવતી સ્ત્રીનો વિષમ જ્વર દુર થઇ જાય છે.
બાળકો માટે :
જો નવજાત શિશુને માં નું દૂધ કે ગાયનું દૂધ પણ નથી પચતું તો તેને બકરીનું દૂધ પીવરાવવું જોઈએ. તે પચવામાં ખુબ સહેલું છે. અને તેનાથી બાળકની રોગપ્રતિકારક શક્તિ પણ વધે છે.
પ્રદર રોગ :
૬ ગ્રામ મોચરસ (સેમરનો ગુંદર) ને બકરીના દૂધ સાથે ભેળવીને રોજ સેવન કરવાથી પ્રદર રોગ મટી જાય છે.
નાકના રોગ :
બકરીના ધારોષ્ણ(તાજુ) દુધની અંદર સાકર નાખીને પીવાથી નકસીર (નાકમાંથી લોહી વહેવું) સારું થઇ જાય છે.
ઉપદંશ :
૧૦ મી.લિ. કાળી બકરીનો પેશાબ સાત દિવસ સુધી પિતા રહેવાથી ઉપદંશને કારણે તૂટતું શરીર ઠીક થઇ જાય છે.
પોલિયોનો રોગ :
બકરીના દૂધ સાથે સમુદ્રફીણ ઘસીને પીવાથી પોલિયોના રોગમાં લાભ થાય છે.