આપણે જયારે પણ ઘર માંથી બહાર નીકળીએ છીએ કે કોઈ નવું કામ કરવાનું વિચારો છો, તો આજુ બાજુ થતી ઘટનાઓને જોઈને શુકન અપશુકન લઈએ છીએ. આમ તો વેજ્ઞાનિક એ વાતોને માનતા જ નથી પણ એવું તમે ક્યારેને ક્યારે જીવનમાં અનુભવ કર્યો જ હશે. આપણા ધર્મ શાસ્ત્રોમાં તેના ઘણા ઉદાહરણ મળે છે.
ઉદાહરણ માટે જો કોઈ પ્રવાસી પ્રવાસ ઉપર નીકળી રહ્યા હોય તો ત્રણ વાતો અપશુકન માનવામાં આવે છે : છીકવું, રડવું અને ટોકવું. એટલે કે આપણા પ્રવાસમાં નીકળતી વખતે કોઈ છીંક ખાઈ લે અથવા રડી રહ્યા હોય અથવા કોઈ આપણેને ટોકી દે તો તેને અપશુકન માની લે છે અને તરત કાંઈને કાંઈ તેના નિવારણના ઉપાય કરી પછી પોતાના પ્રવાસની શરૂઆત કરે છે.
જન્મના સમયે થતા ત્રણ અપશુકન શું છે?
આવી રીતે જયારે નવો જીવ પોતાની જીવન યાત્રાની શરુઆત કરે છે, ત્યારે પણ આ ત્રણ પ્રકારને અપશુકન હોય છે. બાળક જયારે જન્મ લે છે ત્યારે સૌથી પહેલા છીકે છે, પછી રડે છે, અને સગા સંબંધિઓ શું થયું (એટલે છોકરો થયો કે છોકરી) કરીને ટોકે છે. એ જીવનની શરુઆત જ અપશુકનથી થાય છે.
જે રીતે અપશુકન થઇ જાય તો કોઈને કોઈ નિવારણ કરી આપણે આપણા પ્રવાસની શરુઆત કરીએ છીએ આવી રીતે જીવન યાત્રામાં પણ જીવના જન્મ લેતા જ ત્રણ પ્રકારના અપશુકન એક સાથે થઇ જાય છે, તો બાબત ગંભીર બની જાય છે એટલે આપણે જન્મના સમયે પણ થતા ત્રણ અપશુકનોનું પણ નિવારણ કરી લેવું જોઈએ.
આ અપશુકનના પરિણામ કેવા હોય છે?
તેનુ પરિણામ એ હોય છે કે જીવ આ સંસારના ભવસાગરમાં ડૂબી જાય છે અને તારું મારું કરતા માયાના ચક્કરમાં પડી જાય છે. ત્યાર પછી તેના જીવન માં કામ, ક્રોધ, લોભ, મોહ વગેરે અનેક પ્રકારની બીમારીઓ ઘેરી લે છે. માયાનો મોહ એટલો બધો પ્રબળ બની જાય છે કે જીવ પોતાના વાસ્તવિક સ્વરૂપને ભૂલીને પરમાત્માથી વિમુખ બની જાય છે અને આ સંસારને જ પોતાનું સમજીને તેના સુખ શોધવા લાગે છે અને દુ:ખને પ્રાપ્ત કરે છે.
અપશુકનનું નિવારણ કેવી રીતે થાય છે. :-
જીવ ને જરૂરી છે કે જેવા જ તેને જ્ઞાન થાય તો તે ભગવાનની ભક્તિ શરુ કરી દો અને તમામ અપશુકનનું નિવારણ કરો જેથી જીવ આ અપશુકનોથી થતી બીમારીઓથી બચી શકો અને પરમાત્મા સાથે પોતાનો નિત્ય સંબંધ સ્થાપિત કરી તેને પ્રાપ્ત કરવાના પ્રયાસ કરવા જોઈએ. સંસાર અનિત્ય છે, માયા જનિત છે એવું જાણી ને જયારે જીવ ભગવાન તરફ અભીમુક્ત થાય છે, ત્યારે ભગવાન જીવને માયા અને માયા જનિત તમામ વિકારોથી જીવનું રક્ષણ કરે છે અને જીવ એક સાર્થક જીવન પસાર કરી અંતમાં ભગવાનને પ્રાપ્ત કરી લે છે.
જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી માટે, ફેસબુક પર અમારા પેજ Gujarati Masti અને Gujju fan club ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું.