બાળકે ભૂલથી મરઘીના બચ્ચા પર ચઢાવી દીધી સાઇકલ અને પછી હોસ્પિટલ જઈ કહ્યું : ‘પ્લીઝ બચાવી લો આને’

મુરઘીના બચ્ચાને લઈને હોસ્પિટલ જઈને બાળક બોલ્યો ‘પૈસા લઇ લો, પણ તેનો ઉપચાર કરી દો.’

બાળકનું મન સાચ્ચું હોય છે. બાળકોની અંદર કોઈ પણ છળ કપટ નથી હોતો. માનવામાં આવે છે કે બાળક ભગવાનનું રૂપ હોય છે. બાળકોના મનમાં કોઈને લઈને કોઈ પણ નફરત નથી હોતી. જી હા, બાળકો મનના એટલા સાફ હોય છે, તે બધા આપણને તેમની દરરોજની જીવનશૈલીથી ખબર પડે છે.

આ કડીમાં સોશિયલ મીડિયા પર એક એવો નવો ફોટો વાયરલ થઇ રહ્યો છે, જેમાં બાળકોની માસુમીયતની દરેક તારીફ કરી રહ્યો છે. વાયરલ ફોટામાં એક માસુમ એવો બાળક એક મુરઘીના બચ્ચાને હાથમાં લઈને હોસ્પિટલ પહોચે છે, ત્યાર પછીથી જ આ ફોટો ચર્ચાનો વિષય બન્યો છે. તો ચાલો જાણીએ કે આપણા આ લેખમાં તમારા માટે શું ખાસ છે?

સોશિયલ મીડિયા પર વાયરલ થયેલો આ ફોટાને મિઝોરમનો જણાવ્યો છે. મનાય છે કે આ ફોટો મિઝોરમનો છે, જ્યાં એક નાનો છોકરો પોતાની ભૂલને સુધારવાનો પ્રયત્ન કરી રહ્યો છે અને ક્ષમા પણ માંગી રહ્યો છે. સોશિયલ મીડિયા પર બાળકના અંદરની માનવતાની તારીફ દરેક કરી રહ્યું છે અને સાચે આ બાળક મોટા માટે ઉદાહરણ બની ચુક્યો છે. એવામાં હવે તમારા મનમાં આ બાળકની વાર્તા જાણવા માટે ઉત્સાહ વધી રહ્યો હશે, તો ચાલો જણાવીએ તમને આ નિર્દોષ એવા બાળકની આખી વાર્તા.

મુરઘીના બચ્ચા પર ભૂલથી ચડાવી દીધી સાયકલ :-

વાયરલ થયેલા આ ફોટા વિષે કહેવાઈ રહ્યું છે કે આ બાળકે ભૂલથી એક મુરઘીના બચ્ચા પર સાયકલ ચડાવી દીધી, ત્યાર પછી તેને ઘણું દુ:ખ થયું. દુ:ખ એટલું વધારે થયું કે તેણે પોતાની ભૂલ સુધારવા પ્રયત્ન કર્યો. જણાવી દઈએ કે સામાન્ય રીતે આપણા પગ નીચે પણ ઘણી વાર જીવ જંતુ આવે છે, તો આપણે તેને કચડીને આગળ નીકળી જઈએ છીએ, પણ આ બાળકે મુરઘીના બચ્ચાના દુ:ખાવો સમજ્યો અને પોતાની ભૂલ સુધારવા માટે હાથમાં દસ રૂપિયાની નોટ લઈને હોસ્પિટલ જઈ પહોચ્યો.

પ્લીઝ આને બચાવી લો :-

પોતાની ભૂલને સુધારવા માટે આ નિર્દોષ એવો બાળક હોસ્પિટલ જઈ પહોચ્યો અને ત્યાં કહેવા લાગ્યો કે આ મારી સાયકલની નીચે આવી ગયું, પણ તેને પ્લીઝ બચાવી લો અને તેનો ઈલાજ કરો. એટલું જ નહી, બાળકે દસ રૂપિયાની નોટ લઈને ડોક્ટરને કહ્યું આ પૈસા રાખી લો, પણ તેનો જીવ બચાવી લો, નહી તો તે મરી જશે. મુરઘીના બચ્ચાને ડોકટરે બચાવ્યું કે નહી, તે તો નથી ખબર, પણ આ બાળકે માનવતાથી દરેકને ઘાયલ કરી દીધા.

આજકાલ લોકો જીવ જંતુને મારવામાં પાછળ નથી હટતા, ત્યાં આ નિર્દોષ બાળકે પોતાનાથી અજાણતામાં થયેલી ભૂલને સુધારવા માટે હોસ્પિટલ જઈને બચાવવાની માંગ કરી. આ બાળક તે લોકો માટે ઉદાહરણ છે, જે જીવ જંતુઓને મારીને પોતાનો આહાર બનાવે છે પણ ભૂલી જાય છે કે તેમની પણ એક જિંદગી હોય છે. સોશિયલ મીડિયા પર દરેક આ નિર્દોષ બાળકની પ્રસંસા કરી રહ્યુ છે.