બાળકો આ શાનદાર નાસ્તાને કરશે ખુબ પસંદ, તમે પણ એક વખત બનાવીને ટેસ્ટ કરી જુઓ.

બાળકોની સાથે સાથે પોતાના માટે શોધી રહ્યા છો નવો ટેસ્ટી નાસ્તો, તો એકવાર આ રેસિપીઓ ટ્રાય કરી જુઓ. નાસ્તો ખાવાનું લગભગ બધા પસંદ કરે છે. ખાસ કરીને ઘરના બાળકો તો ખુબ જ વધુ નાસ્તો ખાવાનું પસંદ કરે છે. જો તેમનો પસંદગીનો અને ટેસ્ટી નાસ્તો મળી જાય તો પછી તેના આનંદનો પાર નથી રહેતો. એ બધા પછી શિયાળાની ઋતુમાં જો ગરમા ગરમ નાસ્તો ખાવા માટે મળે, તો પછી કાંઈ કહેવું જ નહિ.

જો તમે પણ શિયાળાની ઋતુમાં તમારા બાળકો માટે કાંઈક અલગ અને ઉત્તમ નાસ્તાની રેસીપીજની શોધમાં છો, તો આ લેખને તમે પૂરો વાચો કેમ કે, આ લેખમાં અમે તમારા બાળકો માટે થોડા સ્વાદિષ્ટ નાસ્તાની રેસીપી જણાવવા જઈ રહ્યા છીએ. તો આવો જાણીએ.

(1) બ્રેડ ચીઝ પીઝા :

સામગ્રી : બ્રેડ-6 પીસ, પીઝા સોસ-1 ચમચી, ઓરેગેનો-1 ચમચી, ચીઝ- ½ કપ, રેડ ચીલી સોસ- ½ ચમચી, ટમેટા-1 કાપેલું, ડુંગળી-1 કાપેલી, શિમલા મરચું- ½ કાપેલું, મીઠું-સ્વાદમુજબ, તેલ-2 ચમચી

બનાવવાની રીત :

બ્રેડ ચીઝ પીઝા બનાવવા માટે સૌથી પહેલા તમે એક કડાઈમાં તેલ ગરમ કરીને બ્રેડને બ્રાઉન થાય ત્યાં સુધી શેકી લો.

બ્રેડ શેકાઈ ગયા પછી બ્રેડ ઉપર ચીઝને સારી રીતે લગાવી દો અને તેની ઉપરથી ડુંગળી, શિમલા મરચા અને ટમેટા કાપીને રાખો.

હવે બ્રેડ ઉપર થોડું મીઠું, ઓરેગેનો અને રેડ ચીલી સોસ નાખીને એક કડાઈમાં તેલ ગરમ કરીને એકથી બે મિનીટ માટે બ્રેડને થોડી વાર માટે શેકી લો.

બે મિનીટ પછી કોઈ પ્લેટમાં કાઢીને પસંદગીની ચટણી કે સોસ સાથે બ્રેડ ચીઝ પીઝા પીરસો.

ઓપ્શનલ, તમે ધારો તો તેમાં થોડા શાકભાજી પણ નાખીને બનાવી શકો છો.

(2) મગફળી ચાટ :

સામગ્રી : મગફળી-1 કપ, મીઠું-સ્વાદ મુજબ, લાલ મરચું- ½ ચમચી, ચાટ મસાલા- ½ ચમચી, હળદર- ½ ચમચી, ડુંગળી-1 કાપેલી, લીંબુ રસ- ½ ચમચી, કોથમીરના પાંદડા-2 ચમચી, બાફેલા બટેટા-1, ટમેટા- ½ કાપેલા, લીલી ચટણી-2 ચમચી

બનાવવાની રીત :

સૌથી પહેલા તમે પ્રેશર કુકરમાં મગફળી, હળદર, મીઠું અને અડધો કપ પાણી નાખીને ઉકાળીને કોઈ વાસણમાં કાઢી લો.

કાઢ્યા પછી મગફળીમાં મીઠું, મરચું પાવડર અને ચાટ મસાલા નાખીને તેને સારી રીતે મિક્સ કરી લો.

હવે આ મગફળીમાં લીલી ચટણી, ડુંગળી અને ટમેટા નાખીને પછી તેને સારી રીતે મિક્સ કરી લો.

મિક્સ કર્યા પછી કોથમીરના પાંદડા અને લીંબુનો રસ પણ નાખીને સારી રીતે મિક્સ કરી લો અને ખાવા માટે પીરસો.

(3) કાજુ કુકીજ :

સામગ્રી : મેંદો-150 ગ્રામ, કાજુ-100 ગ્રામ (અધકચરા), માખણ-100 ગ્રામ, દૂધ- ¼ કપ, બેકિંગ સોડા- ¼ ચમચી, વેનીલા એસેંસ- 2 ટીપા, ચીની પાવડર-20 ગ્રામ, કસ્ટર્ડ પાવડર-20 ગ્રામ

બનાવવાની રીત : સૌથી પહેલા તમે મેંદો અને ચીની પાવડરને સારી રીતે મિક્સ કરીને તેમાં દૂધ નાખો અને સારી રીતે મિક્સ કરી લો.

એકથી બે મિનીટ પછી તેમાં નારીયેલ, બેકિંગ સોડા, કાજુ, માખણ અને કસ્ટર્ડ પાવડર નાખીને સારી રીતે મિશ્રણ તૈયાર કરી લો.

ચારથી પાંચ મિનીટ પછી આ મિશ્રણમાં વેનીલા એસેંસ નાખીને પણ મિક્સ કરી લો.

ત્યાર પછી તૈયાર બટર લો અને બેકિંગ ટ્રે માં કુકીજ નાખીને લગભગ 200 ડીગ્રી ઓવનને હીટ કરીને બેકિંગ ટ્રે કાઢી લો.

લગભગ 15-20 મિનીટ બેક કરીને પછી તમે કુકીજ બહાર કાઢી લો અને ઠંડી થયા પછી પીરસો.