બાલિકા વધુની ‘દાદી સા’ અભિનેત્રી બનવા માંગતી ન હતી, પણ યુનિવર્સિટીમાં થયું કંઈક એવું કે બદલાઈ ગયું જીવન.

દાદી સા તરીકે ફેમસ થયેલી સુરેખા સીકરીનું સપનું કંઈક બીજું જ હતું, પણ એક વ્યક્તિએ તેમના વિચાર બદલી નાખ્યા.

અભિનેત્રી સુરેખા સીકરીને કોણ નથી ઓળખતું. તેમણે પોતાના અભિનયની લોકોના દિલોમાં ઊંડી છાપ છોડી છે. તેમણે થીએટર, સિનેમા અને પછી નાના પડદા ઉપર પોતાના અભિનયનો જાદુ પાથર્યો છે. સુરેખાનો જન્મ 19 એપ્રિલ, 1945 ના રોજ નવી દિલ્હીમાં થયો હતો. આ અભિનેત્રીએ પોતાની કારકિર્દીમાં ઘણી ફિલ્મો અમને સીરીયલોમાં કામ કર્યું.

અભિનેત્રી સુરેખા સીકરીને ટીવી સીરીયલ બાલિકા વધુથી આખા દેશમાં પ્રસિદ્ધી મળી હતી. તેમાં ભજવવામાં આવેલું દાદી સા નું તેમનું પાત્ર દેશ આખામાં પ્રસિદ્ધ થયું હતું. એટલું જ નહિ તેમના ઉત્તમ અભિનયથી સુરેખાએ હંમેશા દરેકને પોતાના દીવાના બનાવ્યા છે. બાલિકા વધુમાં દાદી સા નું તેમનું ગુસ્સા વાળું પાત્ર દરેકના દિલમાં ઉતરી ગયું હતું. સુરેખા બાળપણથી જ અભ્યાસમાં ઘણી હોંશિયાર હતી.

સુરેખા કલાકાર નહિ પત્રકાર બનવા માગતી હતી :

સુરેખા બાળપણથી જ પત્રકાર અથવા લેખક બનવાના સપના જોતી હતી. પણ તેમનું ભાગ્ય તેમને કોઈ બીજા જ રસ્તા ઉપર લઇ ગયું. સુરેખા અલીગઢ મુસ્લિમ યુનીવર્સીટીમાં અભ્યાસ કરી રહી હતી, તે દરમિયાન એક વખત ત્યાં અબ્રાહમ અલકાજી સાહેબ તેમનું નાટક લઈને આવ્યા હતા. તેમના એ નાટકનું નામ ધ કિંગ લીયર હતું. આ નાટક જોયા પછી સુરેખાએ નેશનલ સ્કુલ ઓફ ડ્રામામાં એડમીશન લઇ લીધું.

નેશનલ સ્કુલ ઓફ ડ્રામામાં એડમીશન લેવા માટે તે ફોર્મ તો લઇ આવી હતી પણ તેમણે તે ભર્યું ન હતું. પછી તેમણે પોતાની માં ના કહેવા ઉપર પોતાનું ભાગ્ય અજમાવ્યું અને ફોર્મ ભરી દીધું. ત્યાર પછી તેમને ઓડીશન મળ્યું અને 1965 માં તેમનું સિલેકશન થઇ ગયું. એ પછી સુરેખાએ પોતાના જીવનમાં ક્યારેય પણ પાછા વળીને જોયું નથી. એટલું જ નહિ આ અભિનેત્રીને 66 માં નેશનલ ફિલ્મ એવોર્ડ્સમાં ફિલ્મ ‘બધાઈ હો’ માં દાદીના ઉત્તમ પાત્ર માટે બેસ્ટ સ્પોર્ટીંગનો એવોર્ડ પણ આપવામાં આવ્યો હતો.

આ એવોર્ડ લેવા માટે તે વ્હીલચેર ઉપર આવ્યા હતા. તેમને સન્માન આપવા માટે લોકોએ ઉભા થઈને તાળીઓ વગાડી હતી. તે ક્ષણ સુરેખા અને તેમના ફેન્સ ક્યારેય નહિ ભૂલી શકે. સુરેખા સીકરીએ ઘણી ફિલ્મોમાં પોતાનો અભિનય દેખાડ્યો છે. તેમાં કિસ્સા કુર્સી કા, સલીમ લંગડે પે મત રો, સરફરોશ, દિલ્લગી, હરી-ભરી, જુબેદા, લીટલ બુદ્ધા, નસીમ, સરદારી બેગમ, મિસ્ટર એંડ મિસેજ અય્યર, રેનકોટ, હમકો દીવાના કર ગયે, દેવ ડી અને બધાઈ હો જેવી ફિલ્મોના નામ જોડાયેલા છે.

તે ઉપરાંત તેમણે નાના પડદા ઉપર પણ જોરદાર કામ કર્યું છે. બાલિકા વધુ ઉપરાંત એક થા રાજા એજ થી રાની શો માં તેમણે મોટી રાની માં નું પાત્ર ભજવ્યું હતું. અને પરદેસ મેં હૈ મેરા દિલમાં તેમણે ઈંદુમતી લાલ મેહરાનું પાત્ર ભજવ્યું હતું. તેમણે મોટાભાગે ટીવીની તમામ સીરીયલમાં દાદી કે મોટી માં નું પાત્ર જ ભજવ્યું છે. આ અભિનેત્રીને 2018 ની શરુઆતમાં બ્રેન સ્ટ્રોક થયો હતો, જેના કારણે તે પોતાના કામથી દુર છે. એક વખત તે શુટિંગ દરમિયાન બાથરૂમમાં લપસી ગયા હતા, અને તેમના માથામાં ઈજા થઇ હતી. ત્યાર પછીથી જ અભિનેત્રીની હાલત ઘણી બગડી ગઈ છે.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.