બાલિકા વધુની “આનંદી” એ પસંદ કર્યો પોતાનો હમસફર, પોતાનાથી 18 વર્ષ મોટા આ છોકરા સાથે કરવા જઈ રહી છે લગ્ન

બાલિકા બધુ નાના પડદાની એક એવી સીરીયલ છે જે ઘણા વર્ષો સુધી ચાલી. આ શો ૨૧ જુલાઈ ૨૦૦૮ ના રોજ ઓનએયર થયો હતો અને ૩૧ જુલાઈ ૨૦૧૬ ના રોજ છેલ્લો એપિસોડ રજુ થયો. તે સમયે ટીઆરપીમાં આ સીરીયલે બીજા શો ને પાછળ રાખી દીધા હતા. આ સીરીયલમાં દેખાડવામાં આવ્યું હતું કે કેવી એક નાની બાળકી ‘આનંદી’ ના લગ્ન મોટા કુટુંબના ‘જગદીશ’ સાથે કરી દેવામાં આવે છે.

આ શો બાળ વિવાહના કોન્સેપ્ટ ઉપર આધારિત હતો. શો માં દેખાડવામાં આવ્યું છે કે બાળ વિવાહ પછી આનંદીને કેવા કેવા પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. તે શો દર્શકોને ઘણો પસંદ આવ્યો હતો અને સૌથી વધુ જેને પસંદ કરવામાં આવ્યું હતું તે હતું નાની એવી બાળકી આનંદી. આનંદીએ પોતાની નિર્દોષતાથી દર્શકોના દિલ જીતી લીધા હતા. આનંદીના પાત્રને અવિકા ગોરએ સરસ રીતે નિભાવ્યું હતું. તેમણે પોતાના અભિનયથી આ પાત્રને સુંદર બનાવી દીધું હતું.

બાળપણની સિક્વેંસ પૂરી થયા પછી આનંદીએ શો છોડી દીધો હતો. ત્યાર પછી તે જયારે પડદા ઉપર આવી ત્યારે લોકો તેને જોઈને દંગ રહી ગયા. થોડા જ વર્ષોમાં તે બાળકી નહિ પરંતુ એક મોટી અને મેચ્યોર છોકરીના પાત્રમાં જોવા મળી. અવિકા ગોરએ ‘સસુરાલ સીમર કા’ માં ‘રોલી’ નું સુંદર પાત્ર નિભાવ્યું. હવે સમાચારો સામે આવી રહ્યા છે કે થોડા જ દિવસોમાં અવિકા લગ્ન કરવા જઈ રહી છે.

તેની સાથે થઇ ગયો પ્રેમ :

મીડિયા રીપોર્ટસના જણાવ્યા મુજબ અવિકા ટૂંક સમયમાં જ મનીષ રાયસિંઘાની સાથે લગ્ન કરવાની છે. જણાવી દઈએ કે મનીષ ‘સસુરાલ સીમર કા’ શો માં અવિકાના પતિનું પાત્ર ભજવે છે. શો ના શુટિંગ દરમિયાન બન્નેને એક બીજા સાથે પ્રેમ થઇ ગયો અને હવે તેમણે લગ્ન કરવાનો નિર્ણય લીધો છે. અવિકા અને મનીષ હંમેશા ઘણા ઈવેંટસ ઉપર સાથે જોવા મળે છે, અને તેમણે પોતાનો આ પ્રેમ મીડિયાથી ક્યારે પણ છુપાવ્યો પણ નથી.

મનીષ રાયસિંઘાની ટીવીના એક જાણીતા અભિનેતા છે, અને નાના પડદા ઉપર ઘણા વર્ષોથી કામ કરી રહ્યા છે. જણાવી દઈએ કે તે અવિકાથી ઉંમરમાં ૧૮ વર્ષ મોટા છે. જયારે અવિકાની ઉંમર ૨૧ વર્ષ છે અને મનીષ ૩૯ વર્ષના છે. અંદાજો લગાવવામાં આવી રહ્યો છે, કે વર્ષ ૨૦૧૯ સુધી બન્ને લગ્નના બંધનમાં બંધાઈ જશે. આમ તો હજુ તેના વિષે બન્ને તરફથી કોઈ નિવેદન નથી આવ્યું.

ફિલ્મોમાં પણ કરી ચુકી છે કામ :

અવિકા અને મનીષ એક બીજાને ઘણા લાંબા સમયથી ડેટ કરી રહ્યા છે, અને એટલા માટે બન્નેના ફેન્સ તેમના લગ્નની ઘણી આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. સીરીયલમાં તો તે પતિ પત્નીનું પાત્ર નિભાવી ચુક્યા છે. અમારી શુભ કામના છે છે કે રીયલ લાઈફમાં પણ તેમની જોડી સીરીયલની જેમ હીટ રહે.

હાલમાં અવિકા કોઈ શો માં કામ નથી કરી રહી, અને વર્ષ ૨૦૧૩ માં રીલીઝ થયેલી સાઉથની ફિલ્મ ‘ઉચ્યાલા જામપાલા’ માં કામ કરી ચુકી છે. ફિલ્મમાં તેના કામને પ્રેક્ષકો દ્વારા ઘણું પસંદ કરવામાં આવ્યું હતું. આજે આ પોસ્ટમાં અમે તમારા માટે અવિકા અને મનીષના થોડા ફોટા લઈને આવ્યા છીએ જે જોયા પછી તમે પણ એવું કહેશો કે ખરેખર તેમની જોડી કુદરતે બનાવી છે.