બનારસની તે 5 જગ્યાઓ જ્યાંની “ચાટ” નો સ્વાદ તમને હંમેશા રહેશે યાદ.

સ્ટ્રીટ ફૂડનો અસલી આનંદ લેવો હોય તો જરૂર જાવ બનારસની આ 5 જગ્યાઓ પર, અહીં મળશે સ્વાદિષ્ટ “ચાટ”. બનારસ તેની સંસ્કૃતિ અને ઈતિહાસ માટે દુનિયાભરમાં ઘણું પ્રસિદ્ધ છે. અહિયાંની એવી ઘણી વસ્તુ છે, જે દુનિયાભરમાં ઘણી પસંદ કરવામાં આવે છે, તેમાંથી છે એક ચાટ.

બનારસમાં એવી ઘણી વસ્તુ છે, જે પ્રવાસીઓને આકર્ષિત કરે છે. બનારસી સાડી, ઐતિહાસિક ઘાટ, પ્રાચીન મંદિર, બનારસી પાન, અને લસ્સી વગેરે ઉપરાંત અહિયાંના ઘણા એવા પકવાન અને ખાવાની વસ્તુ પણ ઘણી પસંદ કરવામાં આવે છે. વાત કરીએ સ્ટ્રીટ ફૂડની તો ચાટ વગર આ લીસ્ટ અધૂરું છે. બનારસમાં ચાટની ઘણી વેરાયટી તમને મળી જશે, જે ખાધા પછી તમે તેના સ્વાદને ભૂલી નહિ શકો. મહિલાઓ પાણી પૂરી અને ચાટ ઘણા ગમે છે, તેથી જો તમે બનારસ ગયા છો, તો અહિયાંની પ્રસિદ્ધ જગ્યા ઉપર મળતા ચાટ ખાવાનું ન ભૂલશો.

ચાટ સાથે સાથે આ સ્થળો ઉપર મળતી ઘણી એવી ડીશ છે, જે તમારા દિલને સરળતાથી જીતી લેશે. આમ તો બનારસી લોકોની જેમ બનારસી ખાવાનું પણ તેની એક ખાસિયત છે, જે લોકોના દિલમાં તેનું વિશેષ સ્થાન બનાવી લે છે. દેશી ખાવાનું જો તમને વધુ ગમે છે, તો તમે અહિયાંની ફેમસ ડીશને ટ્રાઈ કરી શકો છો. એટલું જ નહિ સવારે થતી ભીડ જોઈને તમે પોતે પણ અંદાઝ લગાવી શકો છો કે લોકો અહીયાના પકવાનોના કેટલા દિવાના છે. આ લેખમાં અમે તમને જણાવીશું બનારસના એ પાંચ સ્થળો વિષે જ્યાં મળે છે ઘણા જ ટેસ્ટી ચાટ.

રામ ભંડાર : બનારસના ઠઠેરી બજારમાં જો તમે ફરી રહ્યા છો તો એક વખત રામ ભંડારના પકવાનોનો પણ જરૂર ટેસ્ટ કરો. આમ તો અહિયાંની ચાટ ઘણી પોપુલર છે, પરંતુ ચાટ ઉપરાંત પણ અહિયાં મળતી ઘણી એવી વસ્તુ છે, જે જોયા પછી તમારા મોઢામાં પાણી આવવા લાગશે. ચાટ ઉપરાંત અહિયાં સમોસા, કચોરી, શાક જેવી ઘણી બીજી પણ વસ્તુ છે, જે એક વખત તમારે જરૂર ટ્રાઈ કરવી જોઈએ. ખાસ વાત છે કે રામ ભંડારમાં તમામ વસ્તુ દેશી ઘી માંથી બનાવવામાં આવે છે, જેનાથી તેનો સ્વાદ બમણો થઇ જાય છે. 100 રૂપિયામાં તમે અહિયાં ઘણી ફૂડ આઈટમનો ટેસ્ટ કરી શકો છો.

કાશી ચાટ ભંડાર : બનારસનું સૌથી જુનું અને ફેમસ રેસ્ટોરન્ટ છે કશી ચાટ ભંડાર, જે ગોદૌલિયા ઉપર આવેલુ છે. આ રેસ્ટોરન્ટનું લોકેશન ઘાટ અને કાશી વિશ્વનાથ મંદિરની આસપાસ હોવાના કારણે જ અહિયાં હંમેશા ભીડ લાગેલી રહે છે. અહિયાં તમને લસણ ડુંગળી વગર ચાટ કે પછી બીજા પકવાન પીરસવામાં આવે છે. તમને અહિયાં અલગ લગ પ્રકારના ચાટ મળશે, જેમાં ટમેટા ચાટ, આલું ટીક્કી, પાની બતાશે વગેરે સામેલ છે. જો તમે લસણ ડુંગળી વગરના ચટપટા પકવાનોનો ટેસ્ટ કરવા માગો છો, તો અહિયાં આવીને એક્સપ્લોર કરવાનું ન ભૂલશો.

કચૌડી ગલી : અલગ અલગ સ્ટ્રીટ ફૂડથી ભરપુર છે કચૌડી ગલી. કચૌડી ગલીમાં મળતા ઘણા એવા પકવાન છે. જે તમારા દિલ જીતી લેશે. ચાટ ઉપરાંત અહિયાં બ્લુ લસ્સી પણ ઘણી પ્રસિદ્ધ છે. જો તમારે તમારા ડેલી રૂટિંગમાં કોઈ એક દિવસ ઓઈલી કે ચટપટુ ખાવાનું મન થાય તો કચૌડી ગલી જરૂર ફરવા આવો. કહેવામાં આવે છે કે બનારસી જે દિવસે ઘરનું ખાવાથી કંટાળી જાય છે તો તે બ્રેકફાસ્ટ, લંચ અને ડીનર ત્રણે કચૌડી ગલીનું ખાવાનું પસંદ કરે છે. આ ગલીમાં ચાટ અને બીજા પકવાનો એક્સપ્લોર કરવા માટે સવારે સવારે આ જગ્યાએ જાવ, બનારસની ટ્રીપ આ ગલી ફર્યા વગર અધુરી રહેશે.

બનારસમાં દશાશ્વમેઘ ઘાટ ઘણો પ્રચલિત ઘાટ છે. અહિયાં સવારે સવારે લોકોની ભીડ લાગી જાય છે. સવાર સવારમાં ગંગા સ્નાન કર્યા પછી લોકો તેના ખાવાની વ્યવસ્થા પણ ઘાટ ઉપર જ કરે છે, પરંતુ તમે ચાટના શોખીન છો તો દીનાનાથ ચાટ ભંડારના ચાટનો ટેસ્ટ કરવાનું ન ભૂલશો. અહિયાં તમને અલગ અલગ પ્રકારના ચાટ મળી જશે, પરંતુ અહિયાં સૌથી વધુ ટમેટા ચાટ ખાવાનું પસંદ કરવામાં આવે છે, જેમાં મસાલા અને પાલક ઉપરાંત ડ્રાઈ ટમેટા પણ મિક્સ હોય છે. તે ઉપરાંત અહિયાંની પાણીપૂરી, આલુ ટીક્કી, અને ગુલાબ જાંબુ પણ ઘણા પસંદ કરવામાં આવે છે.

વિશ્વનાથ ચાટ ભંડાર : જો તમે કુલડીમાં ચાટનો સ્વાદ લેવા માગો છો, તો અહિયાં આવી શકો છો. અહિયાં તમને અલગ અલગ વેરાયટીમાં ચાટ અને ઘણા સ્ટ્રીટ ફૂડ મળી જશે. આમ તો બનારસીને સમયની પરવા નથી હોતી, તેથી તે ખાતી વખતે પૂરો આનંદ લેવાનું પસંદ કરે છે. કાંઈક એવી જ દીવાનગી તમને અહિયાં જોવા મળી જશે. એટલા માટે તમે ચાટ એક્સપ્લોર કરવા માગો છો, તો તમારી પાસે વધુ સમય હોવી જોઈએ, કેમ કે અહિયાં લગતી લાઈનથી તમે કંટાળી પણ શકો છો.

આ માહિતી હર જિંદગી અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.