ખતમ થઈ શકે છે મફત ઈનકમીંગની આઝાદી, કોલ રિસીવ કરવા માટે પણ આપવો પડી શકે છે ચાર્જ

આજકાલ મીડિયા ઉપર આપણને રસપ્રદ જાણકારી મળતી હોય છે, જેમાં અમુક કિસ્સા એવા હોય છે જેના વિષે જાણીને આપણને નવાઈ લાગે છે, અને અમુક કિસ્સા એવા પણ હોય છે જે જાણીને આપણને ધૃણા પણ ઉપજે છે. જેના વિષે લોકો એકદમથી અજાણ હોય છે, અને આજે અમે એક એવી બાબત તમારી સામે મુકવા જઈ રહ્યા છીએ,

મોબાઈલ સેવા પૂરી પાડતી કંપનીઓએ નવા ટેરીફ દરો લાગુ કરી દીધા છે, જેનાથી ગ્રાહકોના ખર્ચમાં દોઢ ગણો વધારો થઇ જશે. કંપનીઓએ સૌથી મોટો ઝટકો ઈનકમિંગ કોલ ઉપર કરી દીધો છે. જ્યાં ગ્રાહકો પાસે ફેયર યુઝેઝ પોલીસી (એફયુપી) હેઠળ બીજા નેટવર્ક ઉપર કોલ કરવા ઉપર ૬ પૈસા પ્રતિ મિનીટ લેખે વસુલવામાં આવશે. નિષ્ણાંતોના જણાવ્યા મુજબ આ માત્ર એક શરુઆત છે અને આવનારા બે ત્રણ મહિનામાં મફત ઇનકમિંગ કોલનો સમય સંપૂર્ણ રીતે દુર થઇ શકે છે.

એસબીઆઈ કેપિટલ સિક્યોરીટીઝના મુખ્ય શોધકર્તા રાજીવ શર્માએ જણાવ્યું કે પહેલા જીયોએ બીજા નેટવર્ક ઉપર કોલ કરવા ઉપર આઈયુસી ચાર્જ હેઠળ ૬ પૈસા પ્રતિ મિનીટ વસુલવાનું શરુ કર્યું અને હવે વોડા આઈડિયા અને એરટેલે પણ એફયુપી લગાવી દીધું છે.

તેમણે જણાવ્યું કે વોઈસ કોલની કિંમતો ફરીથી સંપૂર્ણ રીતે પાછી આવી ગઈ છે. તે હાલમાં શૂન્ય સુધી નથી જઈ શકતી, કેમ કે કંપનીઓ માટે એફયુપી અને ઓફ નેટનો ઉપયોગ કરે છે. શક્ય છે કે દુરસંચાર કંપનીઓ આવતા ૬-૯ મહિનામાં પોતાના નેટવર્ક ઉપર પણ કોલિંગ ચાર્જ વસુલ કરવા લાગે અને મફત ઇનકમિંગ કોલના દર સંપૂણ રીતે દુર થઇ જાય.

ફાયદામાં રહી શકે છે જીયો ગ્રાહક

દુર સંચાર ક્ષેત્રના જાણકારોનું કહેવું છે કે જીયો ૬ ડીસેમ્બરના રોજ જયારે પોતાના ઘણા ટેરીફની જાહેરાત કરશે, તો હરીફ કંપનીઓની સરખામણીમાં ગ્રાહકોને વધુ રાહત આપી શકે છે. કંપનીએ પહેલા પણ કહ્યું હતું કે અમે બીજી કંપનીઓ કરતા ૨૦ ટકા સસ્તા દરે ટેરીફ આપીશું, જયારે સેવાઓમાં ૩૦૦ ટકા વધારો ચાલુ રહેશે.

તે ઉપરાંત જીયો ઉપર ન માત્ર સૌથી વધુ ગ્રાહકો છે, પરંતુ ૯૦ ટકા ગ્રાહક પ્રીપેડ છે જેથી ઓછો ચાર્જ વધારીને પણ કંપની મોટો નફો કમાઈ શકે છે. અને વોડા આઈડિયા અને એરટેલના કુલ ગ્રાહકો માંથી લગભગ ૩૦ ટકા પોસ્ટપેડ છે અને કંપનીએ આ સેગ્મેન્ટમાં કોઈ વધારો નથી કર્યો.

શેર વધ્યા, ૩૩ હજાર કરોડ વધી રકમ

ટેરીફ વધારવાની જાહેરાત પછી સોમવારે દુરસંચાર કંપનીઓના શેર એક વર્ષમાં ઊંચા સ્તર ઉપર પહોચી ગયા. વોડા આઈડિયા, એરટેલ અને જીયોના સંયુક્ત રીતે જ ૩૩ હજાર કરોડની રકમ વધી. બીએસઈ ઉપર વોડા આઈડિયાના શેર ૭,૭૯ ટકા વધ્યા અને કંપનીનું રોકાણ ૨,૭૦૦ કરોડ રૂપિયા વધી ગયું. આવી રીતે એરટેલના શેરોમાં 3.૬૭ ટકા વધારો થયો. કંપનીને ૮,૩૦૦ કરોડનું મૂડી રોકાણ મળ્યું. રિલાયન્સ જીયોમાં ૨.૨૮ ટકા ઉપર જોવા મળ્યા જેનાથી કંપનીનું  બજાર રોકાણ ૨૨,૦૦૦ કરોડ રૂપિયા વધી ગયું.

આ માહિતી અમર ઉજાલા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.