બંદૂકની અણીએ અનુપ જલોટાએ કર્યો 37 વર્ષ નાની ગર્લફ્રેન્ડ સાથે રોમાન્સ, જુઓ વિડિઓ.

ભજનની દુનિયામાં પ્રસિદ્ધ અનુપ જલોટાની ઉંમર ૬૬ વર્ષ છે. અનુપને હજુ સુધી માત્ર પોતાના ભજનથી જ ઓળખાતા હતા. આમ તો છેલ્લા ઘણા વર્ષો સુધી જયારે લોકોએ અનુપને બીગ બોસ ૧૨ માં પોતાની ૩૭ વર્ષ નાની ગર્લફ્રેન્ડ જસલીન મથારુ સાથે એન્ટ્રી કરતા જવા મળે છે, તો દરેક આશ્ચર્યચકિત રહી ગયા હતા.

લોકોને વિશ્વાસ થઇ રહ્યો ન હતો કે ભજન ગાવા વાળા વડીલ અનુપ જલોટાની આટલી યુવાન અને સુદંર ગર્લફ્રેન્ડ છે. શો ની અંદર અનુપ અને જસલીન વચ્ચે ઘણી રોમાન્ટિક પળ જોવા મળી હતી. આમ તો જયારે શો પૂરો થઇ ગયો હતો, ત્યારે તે લોકોએ મીડિયાને કહ્યું હતું કે અમારી વચ્ચે એવો કોઈ સંબંધ નથી આ તો બસ એક પ્રેંક હતો.

હવે તે વાત પૂરી થયે એક વર્ષ થવા આવ્યું. ઘણા સમયથી દર્શકોએ અનુપ જલોટા અને જસલીનને યાદ પણ નથી કર્યા, તેવામાં એક વખત ફરી આ બંનેનો એક વિડીયો સોશિયલ મીડિયા ઉપર ઘણો ઝડપથી વાયરલ થઇ રહ્યો છે. આ વિડીયોમાં અનુપ પોતાની કહેવાતી ગર્લફ્રેન્ડ જસલીનને બંધુક દેખાડતા જોવા મળી રહ્યા છે. અને ડરી નહિ.

અનુપ જલીનને ધમકાવી નથી રહ્યા. પરંતુ તે તો તેની સાથે એક ટીકટોક વિડીયો બનાવી રહ્યા છે. હાલના દિવસોમાં ટીકટોક ઘણી જ પોપુલર થઇ રહી છે. દરેક તેની ઉપર આવા વિડીયો બનાવી રહ્યા છે. તેવામાં મોટા મોટા સેલીબ્રેટીઝ પણ પોતાને રોકી નથી શકતા.

#jasleenmatharu #anupjalota

Posted by Bollywood Ka Khabari on Sunday, January 5, 2020

અનુપે બનાવ્યો ગર્લફ્રેન્ડ સાથે ટીકટોક વિડીયો :-

હવે આ કડીમાં અનુપ જલોટા અને જસલીન પણ જોડાઈ ગયા છે. આ બંને વિડીયોમાં ૧૯૭૧માં આવેલી ફિલ્મ ‘કલ આજ ઓર કલ ’ના‘ આપ યહાં આયે કિસલીએ ’ઉપર લીપ સિંગ કરતા જોવા મળી રહ્યા છે. બસ તે દરમિયાન અનુપ મસ્તીમાં જસલીનને બંધુક પણ દેખાડતા જોવા મળે છે. અનુપ જસલીનનો આ વિડીયો હવે સોશિયલ મીડિયા ઉપર ઘણો વાયરલ થઇ રહ્યો છે. જ્યાં અમુક લોકોને તેની જોડી અને વિડીયો પસંદ આવ્યો તો અમુક તેની જોરદાર રીતે મજાક પણ ઉડાવી રહ્યા છે.

જોડી જોઈ શું બોલી પબ્લિક?

આ વિડીયો જોઈ લોકો ઘણી મજા લઇ રહ્યા છે. એટલે એક યુઝરે લખ્યું, ઘોડે કો નહિ મિલ રહી ઘાસ ઓર ગધે ખા રહે ચવનપ્રાસ, પછી બીજા યુઝર લખે છે, એસી લાગી લગન, મીરા હો ગઈ મગન, તેવામાં પછી બીજી કમેન્ટ આવે છે, મતલબ ગજબ હતો. બીગ બોસ ૧૨માં જોડી પણ બનીને ગઈ અને પછી જયારે એક્ટીવ થઇ તો બોલે છે અનુપજી અને મારા સંબંધ એક પ્રેંક હતા. પ્રેંક સીરીયસલી? આવી રીતે થોડી રસપ્રદ કમેન્ટ્સ આવી જેવી કે, નસીબ હોય તો જલોટા જેવું, અને જસલીન આપ યહાં આયે કિસલીએ?

જસલીન સોશિયલ મીડિયા ઉપર ઘણી એક્ટીવ રહે છે. તે ફોટા અને વિડીયો શેર કરતી રહે છે. તે ફિટનેસને લઈને પણ ઘણી જાગૃત છે. વહેલી તકે જસલીન અને અનુપ એક સાથે ફિલ્મ કરી રહ્યા છે જેનું નામ છે, ‘વો મેરી સ્ટુડેંટ હે’ એટલે કે ફિલ્મમાં પણ આ બંને રીયલ લાઈફ વાળી સીચુએશન કરી શકે છે.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.