બાંદ્રાના રસ્તાઓ પર ખુબ સુંદર દેખાઈ સારા, વાયરલ થયા ફોટા

પટોડી કુટુંબ સાથે સંબંધ ધરાવતી અને સૈફ અલી ખાનની દીકરી સારા અલી ખાન બોલીવુડમાં પોતાનું સ્થાન જમાવી ચુકી છે. ‘કેદારનાથ’ જેવી મુવીથી પોતાનું ડેબ્યુ કરનારી સારા અવાર નવાર પોતાની એક્ટીવીટીને કારણે સોશિયલ મીડિયા ઉપર છવાયેલી રહે છે. લોકો દ્વારા તેને સોશિયલ મીડિયામાં ઘણી ફોલો પણ કરવામાં આવી રહી છે. સતત પોતાના ફોટાથી ફેંસના દિલ જીતનારી સારાના થોડા નવા ફોટા હાલમાં આવ્યા છે. અને તેને પણ ઘણા શેયર અને લાઈક મળી રહ્યા છે. આવો તેના વિષે જાણીએ વિગતવાર.

સારા હંમેશા પોતાના નોટી અને ફંકી લુકથી પોતાના ફેંસના દિલ જીતી લે છે. તે કારણથી તેના ફેંસ સારાના ફોટાની રાહ જોતા રહે છે. તેના દરેક ફોટા ઘણા પસંદ કરવામાં આવે છે. આ કડીમાં હાલમાં જ તેનો એક ફોટો વાયરલ થઇ રહ્યો છે, જેને સોશિયલ મીડિયા ખાસ કરીને ઈંસ્ટાગ્રામ ઉપર ઘણો વાયરલ કરવામાં આવી રહ્યો છે, અને તેને ઘણો પસંદ પણ કરવામાં આવી રહ્યો છે. તો આવો જાણીએ કે એ ફોટો કયાંનો છે? અને સારા તેમાં કેવી દેખાઈ રહી છે?

ફોટાની વાત કરવામાં આવે તો સારા આ ફોટામાં પીળા રંગની ઓફ શોલ્ડર શોર્ટ ડ્રેસમાં જોવા મળી રહી છે. તેમાં તે ઘણી સુંદર વધુ લાગી રહી છે. આ ડ્રેસ સાથે સારાએ મેચિંગ બેલી પેયર કરી છે. તેનાથી તેનો લુકમાં સુંદર લાગી રહ્યો છે.

તેની સાથે જ સારાએ મેચિંગ ઈયરીંગ પણ પહેરી છે. જે તેને સ્ટનીંગ લુક આપી રહી છે. તેની સાથે જ મેચિંગ હેયર ફલર્ડની પોની તેના લુકને ઘણું જ નીખારી રહી છે. આ લુકની મજા ઉઠાવીને તેમણે મીડિયાને જોરદાર પોઝ આપ્યા છે. સાથે જ તેના આ ફોટા સોશિયલ મીડિયા ઉપર પણ ઘણા વાયરલ કરવામાં આવી રહ્યા છે. સોશિયલ મીડિયામાં તેના ફેંસની સંખ્યા પણ ઘણી વધુ છે. તેમણે હાલમાં જ એક ફોટો પોતાના નાના ભાઈ તૈમુરના બર્થડે ઉપર શેયર કર્યો હતો. જે ફેન્સ દ્વારા ઘણો શેયર અને પસંદ કરવામાં આવ્યો હતો. આ ફોટામાં તે તૈમુર સાથે મસ્તી કરતા જોવા મળી હતી.

કરીના કપૂર અને પિતા સૈફ અલી ખાનના ઘરે થયેલ ક્રિસમસ પાર્ટીમાં પણ સારા ઘણી સુંદર લાગી રહી હતી. અહિયાં તેમણે વ્હાઈટ કલરનો શોર્ટ ડ્રેસ પહેર્યો હતો. પાર્ટીના થોડા ફોટામાં સારા અલી ખાન કરણ જોહર સાથે દેખાઈ રહી છે.

વર્કફ્રંટની વાત કરીએ તો તેની આવનારી ફિલ્મ ‘આજકલ’ છે. આ ફિલ્મ આવતા વેલેંટાઈન ડે ઉપર રીલીઝ થશે એટલે કે ૧૪ ફેબ્રુઆરી ૨૦૨૦ના રોજ આ ફિલ્મ બોક્સ ઓફીસ ઉપર આવશે. આ ફિલ્મમાં સારા અલી ખાન સાથે કાર્તિક આર્યન જોવા મળશે. આશા રાખવામાં આવી રહી છે કે, આ ફિલ્મ બોક્સ ઓફીસ ઉપર ઘણી ધૂમ મચાવવાની છે. ત્યાર પછી તેની એક બીજી ફિલ્મ ‘કુલી નંબર ૧’ પણ આવશે.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.