બંગલા સાહિબ ગુરુદ્વારામાં બની ગઈ ‘પ્લાસ્ટિકની દાળ’, પીરસતા પહેલા જ બધી ફેંકવામાં આવી

રાષ્ટ્રીય પાટનગરના બંગલા સાહિબ ગુરુદ્વારામાં ગયા મંગળવારે પ્લાસ્ટિકની દાળ પકવવામાં આવી. આમ તો લંગરમાં દાળ પીરસતા પહેલા જ તેની ખબર પડી ગઈ અને લગભગ ૩૦ કિલો દાળ સમયસર ફેંકી દેવામાં આવી.

ગુરુદ્વારા સંચાલન સમિતિએ જણાવ્યું, બે દિવસ દાળ બનાવવામાં આવી, પરંતુ દાળ બનતા જ જામી જવા લાગી હતી અને તેમાંથી પ્લાસ્ટિકની સુગંધ આવી રહી હતી. તે જોતા જ પહેલા દિવસે દાળ ફેંકી દેવામાં આવી. ત્યારપછી બીજા દિવસે ફરી તેવું બન્યું તો દાળનો સ્ટોક ચેક કરવામાં આવ્યો, જેમાં પ્લાસ્ટિકના જાંબુડીયા રંગના દાણા મળ્યા.

સીલબંધ પેકેટ માંથી અનાજ લઈશું

ત્યારપછી ગુરુદ્વારા તંત્ર તરફથી તમામ ગુરુદ્વારાને જાણ કરી દેવામાં આવી છે કે જે પણ રાશન આવી રહ્યું છે તે બનાવતા પહેલા સારી રીતે ચકાસી લો. સાથે જ જે પણ લોકો રાશન દાન કરી રહ્યા છે તેમને પણ વિનંતી કરવામાં આવે છે કે સીલબંધ પેકેટમાં જ અનાજ લાવો.

૫૦ થી ૬૦ હજાર લોકો લંગર કરે છે.

ગુરુદ્વારા બંગલા સાહિબમાં દરરોજ લગભગ ૫૦ થી ૬૦ હજાર લોકો લંગર કરે છે. લંગરમાં ઉપયોગમાં લેવામાં આવતા દાળ-ચોખા, લોટ, શાકભાજી સામાન્ય રીતે લોકો જ દાન કરે છે. તેના માટે ગુરુદ્વારા પરિસરમાં જ રાશન સ્ટોર બનાવવામાં આવ્યો છે. અહિયાં જેને રાશન દાન કરવું છે તે મુકીને જતા રહે છે. આમ તો, અન્નદાતા ધારે તો તેની પહોચ પણ બનાવી શકે છે.

રાશન લાવીને મૂકી જાય છે લોકો

ભંડારમાં અલગ અલગ રાશનના ડ્રમ રાખેલા હોય છે, જ્યાં લોકો રાશન લાવીને મૂકી જાય છે. તે સ્થળે જ ગુરુદ્વારા સંચાલકે એક પ્લાસ્ટિકનું પેકેટ મળ્યું, જેને સરકારી લેબમાં ચકાસણી માટે મોકલી દેવામાં આવ્યું છે.

આંતરિક તપાસ ચાલુ

દાળમાં પ્લાસ્ટિક ભેળવવાની હાલમાં જાણ થઇ શકી નથી. આમ તો તેની ઉપર પણ આંતરિક તપાસ કરવામાં આવી રહી છે. જે સ્થળ ઉપર રાશન દાન કરવામાં આવે છે ત્યાં હાલમાં કોઈ સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા નથી.

આ માહિતી ઝી ન્યુઝ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.