6 મહિનાથી બેંક એકાઉન્ટમાં પોતાની જાતે આવી રહ્યા હતા પૈસા, પહેલા લાગ્યું મોદીજી મોકલતા હશે, પછી….

જયારે વાત તમારા પૈસાની સુરક્ષાની આવે છે તો તમે બેંક તરફ આંખ બંધ કરીને વિશ્વાસ કરી લો છો. સામાન્ય રીતે બેંકમાં તમારા પૈસા સુરક્ષિત રહે પણ છે. તેની સાથે જ તમને તેની ઉપર વ્યાજ પણ મળે છે. બેંકમાં ચોરી થવાનો પણ ભય નથી રહેતો. આમ તો આ બધી વસ્તુ હોવા છતાં પણ જો તમારા નસીબ ખરાબ હોય, તો બેંકમાં રાખવામાં આવેલા પૈસા પણ ચોરી થઈ શકે છે. તેવામાં એવું જ કાંઈક મધ્ય પ્રદેશના ભીંડના રહેવાસી એક વ્યક્તિ સાથે બન્યું.

તેના ખાતામાંથી કપાઈ રહ્યા હતા પૈસા :

ખાસ કરીને હુકુમ સિંહ નામના વ્યક્તિએ ભારતીય સ્ટેટ બેંકની આલમપુર શાખામાં પોતાનું બેંક એકાઉન્ટ ખોલાવ્યું હતું. અહિયાં ખાતું ખોલાવ્યા પછી તે પૈસા કમાવા માટે હરિયાણા જતો રહ્યો. ત્યાં કામ કરીને તે જે પણ પૈસા કમાતો હતો તે પોતાની આલમપુર શાખા વાળી બેંકમાં નાખી દેતો હતો. હાલમાં જ તેના બેંક ખાતામાંથી પોતાની જાતે પૈસા કપાવાનું શરુ થઈ ગયું.

તેવું લગભગ ૬ મહના સુધી ચાલ્યું. તે દરમિયાન તેના ખાતામાંથી ૮૯ હજાર રૂપિયા જતા રહ્યા. તેથી કંટાળીને પાછો પોતાના ગામ આવ્યો અને બેંક મેનેજર સાથે વાત કરી ફરીયાદ કરી. ત્યાર પછી જે ખુલાસો થયો તે જાણી બધાના હોંશ ઉડી ગયા.

તેના ખાતામાં આવી રહ્યા હતા પૈસા :

ખાસ કરીને રોની ગામમાં હુકુમ સિંહ નામનો જ એક બીજો વ્યક્તિ પણ રહેતો હતો. તે વ્યક્તિએ વર્ષ ૨૦૧૬ માં એસબીઆઈ બેંકમાં જ ખાતું ખોલાવ્યું હતું. છેલ્લા છ મહિનાથી તેના ખાતામાં પોતાની જાતે પૈસા આવી રહ્યા હતા. આ વ્યક્તિને પહેલા તો લાગી રહ્યું હતું કે, આપણા મોદીજી તેના ખાતામાં પૈસા મોકલાવી રહ્યા છે. તેવામાં તે ઘણા ખુશ હતા. જયારે બેંક મેનેજરે એક દિવસ તેણે બોલાવ્યો અને સત્ય જણાવ્યું તો તેના પણ હોંશ ઉડી ગયા.

શું છે બાબત?

આવો હવે તમને આખી ઘટના સમજાવીએ. ખાસ કરીને આ આખી ગોલમાલ બેંકની એક નાની એવી ભૂલને કારણે જ થઈ હતી. કેમ કે બંને ગ્રાહકોના નામ એક સરખા હ,તા એટલા માટે બેંકે ભૂલથી બંનેના ખાતા નંબર એક જ નાખ્યા. તેવામાં એક પોતાના એકાઉન્ટમાં પૈસા નાખે છે, તો બીજો તેને ઉપાડતો હતો. પૈસા નાખવાવાળા હુકુમ સિંહની ફરિયાદ પર બેંક મેનેજરે પૈસા ઉપાડવાવાળા હુકમ સિંહને બોલાવ્યો, અને પૂછ્યું કે તમે જયારે ખાતામાં પૈસા નાખી નથી રહ્યા તો કઈ સત્તાથી તે કાઢી રહ્યા હતા? એટલે તેણે કહ્યું મને લાગ્યું મોદીજી પૈસા મોકલાવી રહ્યા છે.

ત્યાર પછી બેંકે પૈસા કાઢવાવાળા રોની ગામના રહેવાસી હુકુમ સિંહને જણાવ્યું કે, તમે પૈસા પાછા બીજા હુકુમ સિંહને આપી દો. એટલે તેઓ માની ગયા પરંતુ જણાવ્યું કે, તે આ પૈસા ત્રણ હપ્તામાં પાછા આપશે. આમ તો આ ઘટના જોઈ આપણને અક્ષય કુમારની કોમેડી ફિલ્મો વાળી છેતરપીંડી યાદ આવી ગઈ. જેમાં એક પૈસા નાખતો હતો તો બીજો ઉપાડતો હતો. આ તો બેંકની જ એક ભૂલ હતી. આમ તો તમારા બેંક ખાતામાંથી જો પૈસા કપાય તો તેની સંપૂર્ણ જાણકારી રાખો. જો તમને શંકા છે કે તે પૈસા તમે નથી ઉપડ્યા તો તરત બેંકમાં ફરિયાદ કરો.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.