હાલના સમયમાં લોકો બેંકને લઈને ઘણી સમસ્યાનો સામનો કરી રહ્યા છે. નોકરી કરતા લોકોને એમની રજાના દિવસે બેંકમાં જવાનો સમય મળે છે, એવામાં એ દિવસે જો બેંક પણ બંધ હોય તો એમના થોડા કામો કરવાના બાકી રહી જાય છે. માટે તમારે એ જાણી લેવું જોઈએ કે ક્યા દિવસે બેંક બંધ રહેવાની છે અને કયા કારણે બેંક બંધ રહેવાની છે. જેથી તમે તમારા અગત્યના કામ માટે યોગ્ય વ્યવસ્થા કરી શકો.
હાલમાં જ થોડા સમય પહેલા સતત 5 દિવસો માટે બેંક બંધ રહી હતી. એમાં અમુક દિવસ હડતાલને કારણે બેંક બંધ રહી હતી, તો અમુક દિવસ જાહેર રજા હતી એટલે બેંક બંધ રહી હતી. એ સમયે ઘણા લોકો એવા હતા જેમના કામ અટકી ગયા હતા અને એમણે સમસ્યાનો સામનો કરવો પડયો હતો. આ મહિનામાં પણ આવતા અઠવાડિયે બેંક સતત ૩ દિવસ બંધ રહેવાની છે. માટે તમે પણ પોતાના કામ એ સમય પહેલા પુરા કરી લો જેથી તમને કોઈ તકલીફ નહિ થાય.
જો તમે નોકરી કરતા વ્યક્તિ છો અને ફક્ત શનિવારે જ બેંકના કામ પુરા કરો છો, તો તમારી પાસે બેંકના કામ પુરા કરવા માટે ફક્ત આવનારો શનિવાર એટલે કે 5 જાન્યુઆરી જ બચ્યો છે. કારણ કે આવતા શનિવારથી બેંક 3 દિવસ માટે બંધ રહેશે.
કયા દિવસે અને કયા કારણે બંધ રહેશે બેંક, જાણો સંપૂર્ણ માહિતી :
આવતા અઠવાડિયે બેંકોની 12 જાન્યુઆરી થી 14 જાન્યુઆરી સુધી રજા છે. 12 જાન્યુઆરીએ બીજો શનિવાર છે એટલે બેંક બંધ રહેશે, 13 જાન્યુઆરીએ રવિવારની રજા છે. તેમજ 14 જાન્યુઆરીએ મકર સંક્રાંતિ / પોંગલની રજાને કારણે બેંક બંધ રહેશે.
આ દરમ્યાન જો તમે થોડી વાતોનું ધ્યાન રાખશો તો તમે રોકડ રકમની સમસ્યાથી બચી શકો છો. સૌથી પહેલા તમને જણાવી દઈએ કે હડતાલ વાળા દિવસોમાં ફક્ત સરકારી બેંકો બંધ રહે છે, જયારે પ્રાઇવેટ બેંકો શરુ રહે છે. માટે જો તમારું એકાઉન્ટ પ્રાઇવેટ બેંકમાં હોય તો તમે હડતાલના સમયે લેવડ-દેવડ કરી શકો છો.
જો તમે આ સમયે કયાંક ખરીદી કરો છો તો ડેબિટ કાર્ડ અથવા ક્રેડિટ કાર્ડથી ચુકવણી કરવા પ્રયત્ન કરો. એનાથી તમને રોકડા પૈસાની મુશ્કેલી નહિ થાય. એની સાથે સાથે તમે અન્ય એટીએમ અથવા પેમેન્ટ એપનો ઉપયોગ કરી શકો છો.
જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ Gujarati Masti અને Gujju fan club ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર.