બેન્ક મેનેજરે 17 મહિનામાં ચોર્યા 84 લાખ રૂપિયાના સિક્કા, ખરીદતો હતો લોટરી ની ટિકિટ

બેંક મેનેજરએ ૧૭ મહિનામાં ૮૪ લાખની કિંમતના સિક્કા બેંક માંથી ગુમ કરી દીધા. એના બધા પૈસાથી લોટરીની ટીકીટો ખરીદી. પોલીસએ બેંક મેનેજરની ધરપકડ કરી લીધી છે. આવો વિગતવાર જાણીએ એવા વિષે.

પશ્ચિમ બંગાળમાં ભારતીય સ્ટેટ બેંકમાં આઠ વર્ષોથી કામ કરી રહેલા મેનેજર દ્વારા ચોરી કરવાની બાબત સામે આવી છે. એની પર આરોપ છે કે બેંક મેનેજરએ ૮૪ લાખ રૂપિયાના સિક્કાની ચોરી કરી. તેણે આ પૈસાથી લોટરીની ટીકીટ ખરીદી હતી. બેંક મેનેજર તારક જાયસવાલની ઉંમર ૩૫ વર્ષ છે. તે પાટનગરથી ૮૨ કિલોમીટર દુર મેમારીમાં આવેલી બેંક શાખામાં કામ કરતા હતા. તે પશ્ચિમના પૂર્વી વર્ધમાન જીલ્લામાં પડે છે. મેનેજરને જુગારની ટેવ હતી. તે છેલ્લા ૧૭ મહિનાથી આ બ્રાંચમાં કામ કરતા હતા. તેણે કુલ ૮૪ લાખ રૂપિયા ચોર્યા અને તે પણ સિક્કામાં.

જો એવું માનવામાં આવે કે ચોરી કરવામાં આવેલા બધા સિક્કાની કિંમત ૧૦ રૂપિયા હતી. તો તેનો અર્થ ૧૭ મહિનામાં તે ૮,૪૦,૦૦૦ લાખના સિક્કા લઇ ગયા એટલે દરેક મહિને ૫૦,૦૦૦ સિક્કા અને દરરોજ (જો મહિનામાં ૨૫ દિવસ કાર્ય કરે છે) ની ગણતરીએ જોવામાં આવે તો ૨,૦૦૦ સિક્કા. છેવટે તે ચોરી પકડાઈ ગઈ અને ગયા શુક્રવારે તેની ધરપકડ કરી લેવામાં આવ્યા. તેણે આ ગુનામાં પોતાની સંડોવાણીનો પણ સ્વીકાર કરી લીધો. શનિવાર (૧૫ ડીસેમ્બર) ના રોજ તેને પાંચ દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યા.

હિન્દુસ્તાન ટાઈમ્સના રીપોર્ટના જણાવ્યા મુજબ, તપાસ દરમિયાન એ ખુલાસો થયો કે જાયસવાલએ આ પૈસાનો ઉપયોગ પોતાની લોટરીની ટેવને પૂરી કરવા માટે કર્યો. પૂર્વ વર્ધમાન જીલ્લાના એસપી ભાસ્કર મુખર્જીએ જણાવ્યું, કે જાયસવાલએ પોતાનો ગુનો કબુલ કરી લીધો છે અને તેણે દાવો કર્યો છે કે બધા પૈસા લોટરીની ટીકીટ ખરીદવામાં ખર્ચ કરી દીધા. અમે એ પણ તપાસ કરી રહ્યા છીએ કે ક્યાંક આ ગુનામાં કોઈ બીજા તો તેની સાથે ન હતા.

૨૯ નવેમ્બરના રોજ બેંકમાં પડેલા પૈસાની ગણતરી શરુ થઇ તો જાયસવાલએ રજા લીધા વગર અચાનક બેંક આવવાનું બંધ કરી દીધું. ઓડીટ દરમિયાન મોટા ગોટાળાની જાણ થઇ. ત્યાર પછી જાયસવાલ ઉપર શંકા ગઈ કેમ કે દિવસ પૂરો થયા પછી તેના હાથમાં બેંકમાં રહેલા પૈસા જમા કરવાની જવાબદારી બનતી હતી. જયારે ઓડીટર્સએ જાયસવાલની તપાસ કરી તો તેણે તિજોરીની ચાવી પોતાની પત્નીના હાથે બેંકમાં મોકલી દીધી.

ત્યાર પછી ક્ષેત્રીય બેંક પ્રબંધક તરુણ કુમાર સાહાએ મેમારી પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદ નોંધાવી. શુક્રવારે સબ ડીવીઝનલ પોલીસ ઓફિસર સોબનીક મુખર્જી બેંક પહોચ્યા અને બેંક મેનેજર જાયસવાલને બોલાવવાનું કહ્યું. થોડા કલાકની પુછપરછમાં જ જાયસવાલ તૂટી ગયા અને તમામ સત્ય રજુ કરી દીધા.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ Gujarati Masti અને Gujju fan club ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર.