જો તમે તમારા મોબાઈલ ઉપર બેંક એકાઉન્ટ ની ડીટેલ્સ જાણવા માગો છો તો આ માહિતી ખુબ જ કામ ની છે. તમે વગર ઈન્ટરનેટ થી પણ પોતાના ફોન ઉપર બેંક એકાઉન્ટ ની ડીટેલ્સ ચેક કરી શકો છો. એટલે કે થોડા સ્પેશીયલ નંબર ને ડાયલ કરીને તમે આ જાણકારી સરળતાથી મેળવી શકો છો.
આ સેવાનો ઉપયોગ કરવા માટે તમારો ફોન નંબર ખાતામાં રજીસ્ટર હોવો જરૂરી છે. જો તમારો નંબર રજીસ્ટર છે તો તમે તમારા ફોન ઉપર થોડા નંબર ડાયલ કરીને તમારા ખાતા માં વધેલી રકમ વિષે તમામ પ્રકારની માહિતી જાણી શકો છો.
આ થોડા નંબર છે જેને તમે ડાયલ કરીને તમારા ખાતાની જાણકારી મેળવી શકો છો. પહેલી વખત આ કોડ ડાયલ કરવાથી બેંક તરફથી તમને થોડી જાણકારી જેમ કે નામ અને કોડ નંબર માંગવામાં આવશે. પણ બીજી વખતતો તમે આ નંબર ડાયલ કરીને ખુબ સરળતાથી એકાઉન્ટ બેલેન્સ જાણી શકો છો.
આ નંબર છે :
સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા – *99*41#
પંજાબ નેશનલ બેંક – *99*42#
એચડીએફસી બેંક – *99*43#
આઈસીઆઈસી બેંક – *99*46#
એક્સીસ બેંક – *99*45#
કેનેરા બેંક -*99*46#
બેંક ઓફ ઇન્ડિયા – *99*47#
બેન્કોફ બરોડા – *99*48#
આઈડીબીઆઈ – *99*49#
યુનિયન બેંક ઓફ ઇન્ડિયા – *99*50#
સાવધાન, બેન્ક ખાતામાંથી ઠગ પૈસા નીકળવાનો આ નવો રસ્તો અપનાવે છે :
બદમાશોએ બેન્કના ખાતા માંથી પૈસા ઉડાવવાની રીત બદલી નાખી છે. હવે તે બેન્કના ડેબિટ અને ક્રેડિટ કાર્ડ ના નંબર નથી પૂછતાં કે પિન નથી પૂછતાં. પણ હવે તે લોકોને બેન્ક ખાતા ને આધાર સાથે લિંક કરવાના નામ પર ફોન કરી રહ્યા છે અને આગળની ની પ્રકિયા પુરી થાય તે પહેલા પૈસા કાઢી લે છે. અને ફોન પર તમને એવું કે છે કે કોઈ ને તમારા કાર્ડ ની જાણકારી નાં આપસો બસ અમને ખાલી આધાર કાર્ડ ને બેંક સાથે લીંક કરવા આધાર નંબર અને તે પછી મેસેજ માં ઓટીપી આવે તે આપો. જાણો નીચે નાં બનેલા કિસ્સા
ઘટના એક :
સેક્ટર-22 ના રહેનારા પ્રમોદ કુમાર એક ખાનગી કંપનીમાં કામ કરે છે. છેલ્લા બુધવારે તેમની પાસે એક ફોન આવ્યો. બેન્ક અધિકારી બનીને ઠગોએ તેમના આધારકાર્ડ ની જાણકારી પ્રાપ્ત કરી તેમના ખાતામાંથી 35 હજાર રૂપિયા કાઢી લીધા. કહેવાય છે કે ફોન કરનાર બેન્ક ના અધિકારી એ કોઈપણ ને ખાતા અને ડેબિટ કાર્ડની જાણકારી આપવાની ના પાડેલ છે.
ઘટના બે :
સેક્ટર-36 ગ્રેટર નોઈડાના રહેવાસી વિજય બહાદુર સિંહ નિવૃત્ત શિક્ષક છે. તેમની પાસે શનિવારે તેમના બેન્ક ના અધિકારી બનીને કોઈએ કોલ કર્યો . ઠગોએ ફોન પર તેમને સલાહ આપી કે તે કોઈને પણ ખાતા અને એટીએમ કાર્ડ સંબંધિત જાણકારી ન આપે. તેમને ખાલી તેમના આધાર કાર્ડ ની જાણકારી માંગી અને ફોન પર એક ઓટીપી પિન આવશે, ખાલી તે અમને જણાવી દેજો. શિક્ષકે ઓટીપી પિન આપ્યો અને ખાતામાંથી થોડા સમયમાં 67 હજાર રૂપિયા કાઢી લેવામાં આવ્યા.
ઘટના ત્રણ :
બિશનપુરા રહેવાસી રાઘવેન્દ્ર સિંહ ની પાસે એક બેંક નો ફોન આવ્યો કે તમારા કોઈ ખાતા અને કાર્ડની કોઈ જાણકારી માંગે તો તેને બિલકુલ ના આપતા. હમણાં ના દિવસમાં કેટલાક સાયબર અપરાધી તમારા ખાતા માંથી પૈસા નીકળી લે છે, એટલા માટે સાવધાન રહેજો. બેન્ક તરફથી કોઈ તમને બેંક ખાતા કે કાર્ડ ની જાણકારી માટે કોઈ તમને ફોન નહિ કરે. ત્યાર બાદ તે ફોન કરનારે જ આધાર કાર્ડ ને ખાતા સાથે લિંક કરવાની વાત કરી અને થોડી વાર પછી મોબાઈલ માં આવેલા ઓટીપી પિન પણ માંગી લીધો. આ રીતે આધાર કાર્ડ ની જાણકારી મેળવી તેણે ખાતામાંથી 70 હાજર રૂપિયા નીકળી લીધા.