આ યુવક એકલો જ 10 લોકોનું ભોજન ખાઈને ફૂંકી રહ્યો છે કોરેન્ટાઈન સેંટરનું દેવાળું, જાણો વધુ વિગત
કોરોના વાયરસ સંક્રમણને અટકાવવા માટે બનાવવામાં આવેલા કોરેન્ટાઇન સેંટર (Quarantine Center) ની ખરાબ સ્થિતિના ફોટા અને સ્ટોરી તમે ઘણી સાંભળી હશે. પણ આજે અમે તમને એક એવી સ્ટોરી જણાવી રહ્યા છીએ, જેમાં તમે કોરેન્ટાઇન કરેલા એક વ્યક્તિનો ખોરાક એટલે કે ડાયટ જાણીને દંગ રહી જશો. સ્ટોરી બક્સરના 21 વર્ષના યુવક અનુપ ઓઝાની છે, જે હાલના દિવસોમાં પોતાના ભોજનને લઈને આખા દેશમાં ચર્ચાનું કેંદ્ર બન્યો છે.
21 વર્ષની ઉંમરમાં 10 લોકો જેટલું ભોજન :
હકીકતમાં આ વ્યક્તિનો ખોરાક બે-ત્રણ નહિ પણ 10 વ્યક્તિઓ જેટલો છે. જયારે અનુપ પરદેશથી પાછો આવ્યો પછી તેને પોતાના વિસ્તારની એક સ્કૂલમાં કોરેન્ટાઇન કરવામાં આવ્યો, તો તેના ખોરાકનું પ્રમાણ જોઈને અધિકારીથી લઈને કર્મચારી સુધી દરેકના પરસેવા છૂટવા લાગ્યા.
હકીકતમાં 21 વર્ષનો આ યુવક એકવારમાં 10 લોકો જેટલું ભોજન કરે છે. વાત ભલે રોટલીની હોય કે ચોખાની, અનુપની ડાયટ સામાન્ય માણસથી 10 ગણી છે. હદ તો ત્યારે થઈ ગઈ, જયારે અનૂપ એક દિવસ રાતના ભોજનમાં બિહારના પ્રખ્યાત ભોજન એટલે કે લિટ્ટી-ચોખાના મેન્યુમાં 85 લિટ્ટીઓ ખાઈ ગયો.
આવી છે ડાયટ :
અનુપ સામાન્ય રીતે એકવારમાં 8-10 પ્લેટ ભાત અથવા 35-40 રોટલી સાથે દાળ-શાક ખાય છે. બક્સરના મંઝવારીની રાજકીય વિદ્યાલયમાં બનેલા કોરેન્ટાઇન સેંટરમાં રહેતા પ્રવાસી યુવક અનુપ ઓઝાનું ભોજન બનાવવામાં વિભાગથી વધારે રસોઈયાના પરસેવા છૂટી જાય છે, ખાસ કરીને રોટલી બનાવવામાં. યુવકની ડાયટને લઈને ગડબડની શંકા થઈ તો પોતે ઝોનલ અધિકારી પણ યુવકને મળવા પહોંચ્યા, પણ તેનો ખોરાક જોઈને તે પણ દંગ રહી ગયા.
કામની શોધમાં ગયો હતો રાજસ્થાન :
અનુપ બક્સર જિલ્લાના જ સિમરીના ખરહાટાંડ ગામના રહેવાસી ગોપાલ ઓઝાનો પુત્ર છે, અને એક અઠવાડિયા પહેલા જ બહારથી પોતાના ઘરે પાછા આવવાને લીધે કોરેન્ટાઇન કેન્દ્રમાં આવ્યો છે. પરિવારજનોએ જણાવ્યું કે, અનુપ લોકડાઉન પહેલા નોકરીની શોધમાં રાજસ્થાન ગયો હતો, આ દરમિયાન આખા દેશમાં લોકડાઉન લાગુ થયું અને દોઢ મહિનાથી વધારે સમય તે રાજસ્થાનમાં ફસાયેલો રહ્યો.
શરત લગાવવા પર 100 સમોસા ખાઈ જાય છે :
અનુપ જે કેંદ્રમાં છે ત્યાં 87 પ્રવાસી રહે છે, પણ ખાવાનું 100 થી વધારે લોકોનું બને છે. તેનું કારણ છે અનુપનું ખાનપાન. અનૂપના ગામના લોકોનું પણ કહેવું છે કે, તે પહેલાથી જ વધુ ખોરાક ખાય છે. શરત લગાવવા પર તે એકવારમાં લગભગ 100 સમોસા ખાય જાય છે. હાલમાં ઝોનલ અધિકારી દ્વારા કેસની તપાસ કર્યા પછી કેંદ્ર પર હાજર કર્મચારીઓને તેને ભરપૂર ભોજન આપવાનો આદેશ આપ્યો છે.
આ માહિતી ન્યુઝ 18 અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.