ભારતમાં પ્રતિબંધિત થઈ ગયેલી આ વિજ્ઞાપનોએ કરી હતી નિર્લજ્જતાની બધી હદ પાર, જુઓ લિસ્ટ.

લોકોનું એવું કહેવું છે કે ફિલ્મમાં આવતા કલાકારોએ ઘણી બધી બાબતોમાં બલિદાન આપવું પડે છે. આમ કરતા એમને મોટી સફળતા મળી જાય છે, અથવા તો એ કલાકાર ફ્લોપ થઈ જાય છે. બોલીવુડની ગ્લેમરની દુનિયામાં અશ્લીલતા જેવો કોઈ શબ્દ જ નથી હોતો. અહીંયા મોટાભાગના કલાકારો સફળતા મેળવવા માટે એવા કામ કરે છે, જે જાણીને તમને આશ્ચર્ય થશે. એ લોકોએ ઘણી બધી પ્રોડક્ટના નામ પર મોટી અશ્લીલતા દેખાડી છે. ત્યારબાદ આ બધી બાબતો પર સામાન્ય લોકો દ્વારા આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો ત્યારે આ જાહેરાતો પર (વિજ્ઞાપનો પર) રોક લગાવી દેવામાં આવ્યો.

આજના આ લેખમાં અમે તમારા માટે એવી જ થોડી જાહેરાત વિષે જાણકારી લઈને આવ્યા છીએ, જેમાં ઘણા પ્રખ્યાત કલાકારોના ચહેરા જોવા મળ્યા હતા. જેમના વિષે જાણીને તમે પણ ચકિત રહી જશો. ભારતમાં બેન થઈ ગયેલી આ જાહેરાતો એ કરી હતી નિર્લજ્જતાની બધી હદો પાર. નીચે દેખાડેલા ફોટા જોઈને તમને લાગશે કે અમે કઈ જાહેરાતોની વાત કરી રહ્યા છીએ.

ભારતમાં બેન થઈ ગયેલી આ જાહેરાતોએ કરી દીધી હતી નિર્લજ્જતાની બધી હદો પાર.

અમુલ માચો કંપનીના અંડરવિયરની એક વિજ્ઞાપન વર્ષ 2007માં જાહેર થઈ હતી. પોતાની માદકતાને કારણે એના પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો હતો. એ સમયે મોડલ સાના ખાને આ વિવાદિત વિજ્ઞાપમાં ડેબ્યુ કર્યુ હતું જે આજે એક ફિલ્મ એક્ટ્રેસ છે અને જય હો ફિલ્મમાં સલમાન ખાન સાથે કામ કરી ચુકી છે.

ભારતના મોડલ મિલંદ સોમણ અને મધુએ વર્ષ 1995 માં એક મેગેઝીનના કવર પેજ માટે ન્યૂડ ફોટોશૂટ કરાવ્યો હતો. મેગેઝીન માર્કેટમાં આવ્યા પછી એનો ઘણો વિરોધ થયો કે આ મેગેઝીને એનું વિજ્ઞાપન બંધ કરવું પડયું હતું.

ડીનો મોરિયા અને બિપાસા બાસુએ વર્ષ 1998 માં એક અંડરવિયર કંપનીની જાહેરાતમાં કામ કર્યુ હતું. જેમાં ડીનો મોરીયા બિપાસા બાસુની અંડરવિયરને પોતાના દાંતોથી ખેંચાતા જોવા મળ્યા હતા. ત્યારબાદ મહિલા સંગઠનોએ આ જાહેરાતનો વિરોધ કર્યો હતો, ત્યારબાદ એના પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો હતો.

વિરાટ કોહલીએ વર્ષ 2011 માં ફાસ્ટટ્રેક કંપનીની એક જાહેરાતમાં કામ હતું, જેમાં એમની સાથે અભિનેત્રી જિનીલિયા ડિસુઝા હતી. આ એડમાં વિરાટ પાયલટ બન્યા હતા અને જેનેલિયા એયર હોસ્ટેસ બની હતી. જાહેરાતમાં જેનેલિયા વિરાટને કામુક કરી રહી હતી અને પ્લેનમાં બેસેલા મુસાફરોનો જીવ મુશ્કેલીમાં મુકાયો હતો. ત્યારબાદ એના પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો હતો.

આઈડિયા ટેલિકોમની એક જાહેરાત વર્ષ 2011 માં આવી હતી. એ જાહેરાતમાં ભારતની વધતી જતી વસ્તીનો મેસેજ કંઈક એવી રીતે આપવામાં આવ્યો હતો કે આ જાહેરાતને બેન કરી દેવામાં આવી હતી.

જેકેટ ડિયોની એક જાહેરાત વર્ષ 2010 માં આવી હતી. એમાં એવું હતું કે સુહાગરાત સમયે નવી નવેલી વહુ પોતાના પાડોશી યુવકના ડિયોની સુગંધથી એવી પાગલ થઈ જાય છે, કે તે પોતાના ઘરેણાં અને વીંટી ફેંકી દે છે અને એના તરફ આકર્ષાય છે. આ સ્થિતિ ભારતીય સમાજ માટે આપત્તિજનક હતી માટે એના પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો.

ઓટોમોબાઈલ કંપની ફોર્ડ મોટર્સએ વર્ષ 2013 માં એક જાહેરાત બહાર પાડી હતી. આ જાહેરાતમાં એમની કારની ડિક્કીમાં અર્ધ નગ્ન મહિલાઓને કિડનેપ કરીને બેસાડવામાં આવી હતી, જેના પર સેન્સર બોર્ડે દ્વારા પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો હતો.

ભારતીય અભિનેત્રી પૂજા બેદીએ વર્ષ 1991 માં આવેલી કામસૂત્ર કોન્ડોમની એડમાં એટલા બધા કામુક પોઝ આપીને એડ શૂટ કરાવી હતી કે એના પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો. કંપનીએ એને દૂરદર્શન પર પ્રસારિત કરી હતી, પણ પાછળથી ચેનલે એને દેખાડવાની મનાઈ ફરમાવી દીધી.

લક્સ કોઝી કંપનીના અંડરવિયરની એક જાહેરાત વર્ષ 2007 માં આવી હતી. આ જાહેરાતમાં અશ્લીલ દૃશ્યો દેખાડવામાં આવ્યા હતા, જેને થોડા સમય પૂરતી ટીવી ચેનલ્સ પર દેખાડવામાં આવી. ત્યાર બાદ એના પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો.