બરફનો ટુકડો માત્ર પાણી કે સરબત માં નાખવાના જ કામમાં આવે એવું નથી જાણો આ કાર્યો

સાચી સુંદરતા દેખાડવા સાથે સાથે સુંદર અનુભૂતિ કરવા અને માનસિક રીતે સુંદર હોવાથી છે. અજ કાલ સુંદર કોણ નથી દેખાવા માગતું, ખાસ કરીને મહિલાઓમાં. પણ આપણા વ્યસ્ત જીવનધોરણમાં આપણી સુંદરતા કોસ્મેટીકસ ઉપર આધારીત થઇ ગયેલ છે, આપણે એ ભૂલી ગયા છીએ કે વધતી ઉંમર સાથે સાથે આપણે આ કોસ્મેટીકસ ને કારણે ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે.

તમે પણ હમેશા લોકોને કહેતા સાંભળ્યા હશે કે ચહેરા ઉપર ચમક લાવવી છે તો બરફ લગાવો. બની શકે છે કે તમે અમુક લોકોને આમ કરતા જોયા પણ હોય.

સુંદરતાને નિખારે છે બરફનો ટુકડો

બરફનો ટુકડો ન માત્ર પાણી કે સરબત માં નાખવાના જ કામમાં આવે છે પણ તેના એટલા બધા સોંદર્યમાં ઉપયોગ થઇ શકે છે કે તમે વિચારી પણ નહિ શકો. તમારી સોંદર્ય સબંધી જેટલી પણ તકલીફો છે, તે બસ બરફ નો ટુકડો ઉકેલ લાવી શકે છે.

આવો જાણીએ કે એક બરફનો ટુકડો આપણી સુંદરતાને કેવી રીતે નિખારી શકે છે.

ખીલ કે સન બર્ન માં :

જો તમે તમારા ચહેરા ઉપર થતા ખીલ થી પરેશાન છો તો બજારુ ક્રીમોના ઉપયોગ કરવાને બદલે એક મલમલનું કપડું લઇ લો તેમાં એક બરફનો ટુકડો નાખીને હળવા હાથથી ચહેરા ઉપર માલીશ કરો તમે તેનાથી મળતા પરિણામથી દંગ રહી જશો.

ચહેરાની ચરબીને ઓછી કરવા માટે :

એક બરફનો ટુકડો તમારા ચહેરાની ચરબીને ઓછી કરવામાં તમારી ઘણી સહાયતા કરી શકે છે. એક બરફનો ટુકડો તમારા ચહેરાની ચરબીને નિયંત્રણ રાખવાની ક્ષમતા ધરાવે છે. ૨-૪ અઠવાડિયા સુધી તમારા ચહેરાને બરફના ટુકડાના પાણીથી ધુવો, તમારા ચહેરાની ચરબી ઘણી ઓછી થઇ જશે.

મોટા રોમછિદ્રો માટે :

જો તમે મોટા રોમછિદ્રોથી પરેશાન છો તો બરફના ટુકડા થી ૩૦ દિવસમાં તમારી તકલીફ દુર થઇ શકે છે. બરફના ટુકડાને કોટનના કપડામાં લપેટીને ત્રીસ દિવસ સતત માલીશ કરો, ઠીક થઇ જશે.

આંખો માટે :

દિવસ આખો કામનો થાક, મોડી રાત સુધી જાગવું કે લેપટોપ, કોમ્પ્યુટર ઉપર કામ કર્યા પછી જો તમે તમારી આંખો ઉપર બરફનું માલીશ કરશો તો દિવસનો તણાવ સાથે સાથે આંખોનો સોજો પણ ઠીક થઇ જશે અને આંખોમાં નવી ચમક આવી જશે.

કાળા કુંડાળા માટે :

આંખોની નીચે કાળસ ને દુર કરવા માટે જાત જાતની બનાવટો બજારમાં રહેલ છે, પણ તમે ધારો તો બરફ નો ઉપયોગ કરી શકો છો. આ અસરકારક હોવાની સાથે જ સુરક્ષિત પણ છે. જો તમારે ઉત્તમ પરિણામ મેળવવા છે તો તમે કાકડીનો રસ અને ગુલાબજળ ને આઈસ ક્યુબની ટ્રે માં નાખીને જમાવી શકો છો. તેના ઉપયોગથી કાળા સર્કલ ની તકલીફ ખુબ જલ્દી દુર થઇ જશે.

બરફના બીજા ફાયદા :

ગોરી અને લીસી ત્વચા : બરફ ત્વચાને ગોરી અને લીસી કરવામાં મદદગાર છે.

સન બર્ન : ગુલાબજળમાં બરફનો ટુકડો નાખીને ઘસવાથી સન બર્ન થી તરત આરામ મળે છે.

શિકન દુર કરવા માટે : તમારા ચહેરા ઉપર કોઈ કારણસર પડેલ કરચલી, બરફના માલીશથી ઠીક થઇ શકે છે.