બરેલીને મળ્યા 54 વર્ષ પછી ઝૂમકા, કડીને ક્યારે મળશે આવા કડલા?

વર્ષ 1966 માં આવેલી ફિલ્મ ‘સાયા’ નું ગીત ‘ઝુમકા ગીરા રે બરેલી કે બાજાર મેં’ થી પ્રખ્યાત થયેલા ઉત્તર પ્રદેશના બરેલી શહેરને છેવટે 54 વર્ષ પછી પોતાનો ઝુમકો મળી ગયો છે. બરેલી શહેરમાં નેશનલ હાઇવે 24 પર લગાવેલા આ ઝુમકાનું રવિવારે કેન્દ્રીય મંત્રી સંતોષ ગંગવારે લોકાર્પણ કર્યું.

18 લાખ રૂપિયાનો ખર્ચ આવ્યો :

મીડિયા રિપોર્ટ અનુસાર, બરેલીની શાન વધારવા માટે લગાવવામાં આવેલા આ ઝુમકાનું વજન લગભગ 200 કિલોગ્રામ છે. આ ઝૂમકાને 14 ફૂટની ઊંચાઈ પર લગાવામાં આવ્યો છે. આ ઝુમકાના નિર્માણમાં રંગીન પથ્થરોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ પથ્થરો પર બરેલી શહેરની પ્રખ્યાત જરી કારીગરીની છાપ કોતરવામાં આવી છે.

આ ઝુમકાના નિર્માણ પર લગભગ 18 લાખ રૂપિયાનો ખર્ચ થયો છે. આ ઝુમકાના નિર્માણ પર 8 લાખ રૂપિયા અને તેને લગાવવા માટે બનાવેલા મુખ્ય સ્ટ્રક્ચર અને આસપાસની જગ્યાઓની સુંદરતા વધારવા માટે 10 લાખ રૂપિયા ખર્ચ કરવામાં આવ્યા છે.

શહેરની શાન વધારશે ઝુમકા :

બરેલી શહેરમાં આ ઝુમકાને દિલ્લી રોડના પ્રવેશ દ્વાર પર નેશનલ હાઇવે પર લગાવવામાં આવ્યો છે. આ ઝુમકાના નિર્માણ માટે અહીં પર એક તિરાહા (ત્રિભેટા) નું નિર્માણ કરવામાં આવ્યું છે, જેને હવે ઝુમકા તિરાહા નામ આપવામાં આવ્યું છે. બરેલી વિકાસ પ્રાધિકરણના અધિકારીઓનું કહેવું છે કે, આ ઝુમકા પર્યટકોને આકર્ષિત કરવાની સાથે શહેરની શાન પણ વધારશે.

કડીને પણ કડલા મળવા જોઈએ :

એક ગીતથી ફેમસ થયેલા શહેરને તેનો ઝુમકો મળ્યા પછી ગુજરાતના લોકોની એવી ઈચ્છા છે કે, તેમના એક પ્રખ્યાત સ્થળને પણ આવી કોઈ ભેટ મળે. ગુજરાતના ગરબા અને લોક ગીત આખી દુનિયામાં ફેમસ છે. અને એવા જ એક લોક ગીતમાં કડીનું નામ છે. આમ તો મહેસાણાનો કડી તાલુકો જાણીતું સ્થળ છે. પણ એક પ્રખ્યાત લોક ગીત ‘છોરા ચ્યો ચ્યો ગ્યોતો’ માં આવતી પંક્તિઓ ‘છોરી કડી ગામ ગ્યોતો….’ પરથી એવું લાગે છે કે, કડીને પણ કડલા(ચૂડલા) મળવા જોઈએ. જો એવું થાય તો કડીમાં પણ પર્યટકોની સંખ્યા વધશે, અને તે લોકો વચ્ચે વધારે ફેમસ થશે.

સાંભળો પ્રખ્યાત ગુજરાતી લોક ગીત ‘છોરા ચ્યો ચ્યો ગ્યોતો’ :