બસ 15 વર્ષ પહેલા આ 20 વસ્તુ આપણા જીવનનો મુખ્ય હિસ્સો હતી, પરંતુ હવે…

પરિવર્તન નિશ્ચિત છે, એને ટાળી નથી શકાતું. અને તે તમારા માટે સારું હોય કે ખરાબ એની કોઈ ગેરંટી નહિ મળે. તમારે એની સાથે મેળ સાધવો પડે છે. નહિ તો તમારું જીવન અત્યંત મુશ્કેલ થઇ જાય છે. આપણે જયારે નાના હતા ત્યારનો જમાનો કઈંક અલગ હતો અને આજનો જમાનો કઈંક અલગ છે. ત્યારથી લઈને આજ સુધી ઘણું બધું બદલાય ગયું છે.

હવે તમે પોતાના ઘરને, પોતાની જીવનશૈલીને જ જોઈ લો. બદલાતા સમયની સાથે કેટલું બધું બદલાય ગયું છે. ઉંમરની સાથે તમારી આદતોનું બદલાવું તો સમજમાં પણ નથી આવતું. અને ઘરની નાની નાની વસ્તુઓ પણ બદલાઈ ગઈ છે.

આજે અમે તમને થોડી એવી વસ્તુઓ વિષે જણાવવા જઈ રહ્યા છીએ, જેને તમે વર્ષો પહેલા વાપરતા હતા, પણ આજે એનું સ્થાન બીજી વસ્તુઓએ લઇ લીધું છે. એને જોઈને તમને પણ તમારો વીતેલો સમય યાદ આવી જશે. તો આવો એક નજર ફેરવી લઈને વીતેલા સમયમાં વપરાતી થોડી વસ્તુઓ પર અને એકવાર ફરી તાજી કરી લઈને જૂની યાદોને.

(1) પહેલા ચાર મિત્રો ભેગા બેસીને PUBG નહિ પણ કેરમ રમતા હતા.

(2) એ જમાનમાં બધા પાસે મ્યુઝિકની એપ નહિ પણ ઓડિયો કેસેટ હતી. એના વડે જ લોકો ગીતોની મજા માણતા હતા.

(3) ઘર ઘરમાં એક હીરો અથવા એટલાસ કંપનીની સાઇકલ જરૂર હતી.

(4) કી બોર્ડ વાળી વિડીયો ગેમ આપણું પહેલું સ્માર્ટ ગેજેટ હતું.

(5) ત્યારે ફેસબુકનો જન્મ થયો ન હતો. દરેક વ્યક્તિ ફક્ત કોમિક બુક વિષે જ જાણતા હતા.

(6) ઈંક પેનથી હાથ ગંદા કરવા બધાને પસંદ હતા.

(7) D2H વાળી પેઢીને એન્ટેના શું હોય છે એની ખબર નહિ હોય. થોડા થોડા દિવસે એન્ટેના સેટ કરીને ટીવી જોવાની મજા જ કઈંક અલગ હતી.

(8) એક દિવસમાં ઢગલા બંધ સેલ્ફી લેવી ત્યારે સંભવ ન હતી. અને ફોટો ધોવાઈને પ્રિન્ટ થઈને આવે, ત્યાં સુધી દિલમાં ફોટો કેવો આવશે એની જે આતુરતા રહેતી હતી, તે આજની પેઢી નહિ સમજે.

(9) લેંડ લાઈન ફોન પર બેસ્ટ પ્રેન્ક થતા હતા.

(10) શાળામાં નવું વર્ષ શરુ થવાના એક બે દિવસ પહેલા બધા પુસ્તકોને પૂંઠા ચડાવવાની મજા જ કઈંક અલગ હતી. પણ હવે તો બાઈડીંગ આવી ગયું છે.

(11) બધાએ પીઝા અને બર્ગર ફક્ત લોકોને ટીવીમાં ખાતા જ જોયા હતા.

(12) એ જમાનામાં આ સ્વીચ કપડા ટંગાડવા પણ કામ લાગતી હતી.

(13) એક હતું લેટર બોક્સ. ત્યારે લોકોનો પ્રેમ પત્ર મારફતે વ્યક્ત થતો હતો. હવે તો ઈ મેલ અને વોટ્સઅપ આવી ગયા.

(14) કબાટ અને તિજોરીના દરવાજા પર સ્ટીકર ચીપકાવવું પણ ઘણું કુલ હતું.

(15) દિવાળી પર બલ્બનું તોરણ બનાવી શેરી મહોલ્લાને શણગારવું બે દિવસનું કામ હતું.

(16) સચિન, દ્રવિડ અથવા ગાંગુલીના પોસ્ટર વગર ડેકોરેશન અધૂરું રહેતું હતું.

(17) મહેમાનોનું સ્વાગત ‘સ્વાગતમ’ વાળા પગલૂછણિયા પણ કરતા હતા.

(18) ત્યારે લોકોને ક્યાં ખબર હતી કે આગળ જતા નોન સ્ટિક વાસણો પણ આવવાના છે.

(19) આ બલ્બએ વીજળીનું બિલ ભરાવીને ખજાનો ખાલી કરાવી દીધો હતો.

(20) હંમેશા ડર બની રહેતો હતો કે એક દિવસ ખાવાનું બનાવતા સમયે આ ફાટી જશે. પણ હવે એનું સ્થાન લેટેસ્ટ ટેક્નોલીજી વાળા ગેસ સ્ટવે લઇ લીધું છે. અને ઇલેક્ટ્રિક સ્ટવ પણ આવી ગયા છે.