બસ ૧ ગ્લાસ પાણી અને મેળવો કમરના દુ:ખાવાથી છુટકારો

કમરના દુ:ખાવાની આ સમસ્યા આજકાલ સામાન્ય થઇ ગઈ છે. માત્ર મોટી ઉંમરના લોકો જ નહિ પરંતુ જવાન પણ કમરના દુ:ખાવાની ફરિયાદ કરે છે. કમરના દુખાવાનું મુખ્ય કારણ રેઢિયાળ જીવનશૈલી અને શારીરિક શ્રમ ન કરવો. મોટા ભાગના લોકો કમરના વચ્ચે અથવા નીચલા ભાગમાં દુખાવો અનુભવે છે.

આ દુ:ખાવો કમરના બંને બાજુ તથા કુલા સુધી પણ ફેલાઈ શકે છે. વધતી ઉંમરની સાથે કમરના દુ:ખાવાની સમસ્યા વધતી જાય છે. પરિણામ કામ કરવામાં મુશ્કેલી. કેટલીક આદતોને બદલીને ઘણી હદ સુધી આનાથી બચી શકાય છે. આજે અમે તમને જણાવીએ કે કયા ઘરગથ્થું ઉપચારને અપનાવીને તમે કમરના દુ:ખાવાથી છુટકારો મેળવી શકો છો.
દરરોજ સવારે સરસો અથવા નારિયેળના તેલમાં લસણની ત્રણ-ચાર કળિયો નાખીને(જ્યાં સુધી કળિયો કાળી ન થઇ જાય)ગરમ કરી લો. ઠંડુ થાય પછી આ તેલથી કમરની માલીશ કરો.

મીઠું ગરમ પાણીમાં ભેળવીને એક રૂમાલ તેમાં નાખીને નીચોવી લો. ત્યાર બાદ પેટના બળે સુઈ જાઓ. દુ:ખાવાના સ્થાને રૂમાલથી બાફ લો. કમરના દુ:ખાવાથી આરામ પહોચાડવાનો આ એક સરળ ઉપચાર છે.

કડાઈમાં બે-ત્રણ ચમચી મીઠું નાખીને આને સારી રીતે સેકી લો. આ મીઠાને થોડા મોટા કપડામાં બાંધીને પોટલી બનાવી લો. કમર પર આ પોટલીથી સેક કરવાથી પણ દુ:ખાવાથી આરામ મળે છે.

અજમાને તવા પર થોડી ધીમી આંચ ઉપર સેકી લો. ઠંડુ થયા બાદ ધીમે-ધીમે ચાવતા ગળી જાઓ. આના નિયમિત સેવનથી કમરના દુ:ખાવામાં લાભ મળી શકે છે.

કમરના દુ:ખાવામાં ભારે વજન ઉઠાવતા સમયે અથવા જમીન પરથી કોઈ પણ વસ્તુ ઉઠાવતા સમયે કમરના બળે ન વળો પરંતુ પહેલા ઘૂંટણ વાળીને નીચે વળો અને જયારે હાથ નીચે વસ્તુ સુધી પહોચી જાય તો તેને ઉઠાવીને ઘૂંટણને સીધા કરતા ઉભા થઇ જાઓ.

ઓફિસમાં કામ કરતા સમયે ક્યારેય કમરના આધાર પર ન બેસો. પોતાની કમરને ખુરશી પર એ રીતે ટેકો આપો કે તે હંમેશા સીધી ટટ્ટાર રહે. ગળાને સીધી રાખવા માટે ખુરશીની પાછળ અને મોટો રૂમાલ વાળીને લગાવી શકાય છે.

આદુ : આદુ માં એન્ટીઈમ્ફ્લીમેટરી ગુણો હોય છે જે માંસપેશીઓ ને રાહત આપે છે જેનાથી કમર અને પીઠ નાં દર્દ માં છુટકારો મળી શકે છે. આદુ નાં ટુકડા ને પાણી માં ઉકાળો અને પછી એમાં મધ નાખી ને પીવો.

(નોંધ : આ લેખમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય જાણકારી અને ઈન્ટરનેટ દ્વારા આપવામાં આવેલ માહિતી ઉપર આધારિત છે. અમે તેની પુષ્ટિ નથી કરતા. વધુ જાણકારી માટે તમે ડોક્ટરની સલાહ જરૂર લેવી)