ઘરમાં કરમાઈ રહ્યા છે તુલસીના છોડ તો થઇ જાવ સર્તક. ધ્યાનથી કરો આ કામ.

હિંદુ ધર્મમાં તુલસીના છોડની પૂજા કરવામાં આવે છે. તેથી તેનું ધ્યાન પણ બીજા છોડથી અલગ રીતે રાખવામાં આવે છે. તુલસીના પાંદડાને ઈમ્યુનીટી બુસ્ટર માનવામાં આવે છે. કોરોના કાળમાં ઘણા લોકો તુલસીના પાંદડાની બનેલી ઉકાળા પણ પીવે છે. જો તમારા ઘરમાં પણ તુલસીના છોડ છે, તો જાણો તેની કાળજી રાખવાની થોડી ટીપ્સ.

ઘણા જ ફાયદાકારક છે તુલસીના પાંદડા

શરદી કે ખાંસી થઇ જાય ત્યારે તુલસીના પાંદડાનું સેવન કરવામાં આવે છે. ઘણા લોકો રોજ તુલસીની ચાનું સેવન કરે છે, જેથી તેની ઈમ્યુનિટી સારી રહે છે. માત્ર એટલું જ નહિ, ખાવાની વસ્તુમાં પણ તુલસીના પાંદડા નાખીને તેને સ્વચ્છ રાખી શકાય છે. તુલસીના છોડને દેવતુલ્ય માનવાને કારણે તેની કાળજી પણ વિશેષ પ્રકારે રાખવામાં આવે છે. તમે પણ જાણો તુલસીના છોડ સાથે જોડાયેલા થોડા નિયમ.

માત્ર માટીમાં ન ઉગાડો તુલસીનો છોડ

તુલસીનો છોડ ઉગાડતી વખતે એ ધ્યાન રાખો કે વધુ પાણી નાખવાને કારણે તેના મૂળમાં ફૂગ લાગી જાય છે. એટલા માટે તુલસીનો છોડ ઉગાડવા માટે 70% માટી અને 30% રેતીનો ઉપયોગ કરો. તેથી વરસાદની ઋતુમાં પણ તુલસીના મૂળમાં વધુ સમય સીધું પાણી નહિ ટકે અને તે લાંબા સમય સુધી લીલાછમ રહેશે.

કુદરતી ખાતરનો કરો ઉપયોગ

ગાયનું છાણ ઘણું સારું ખાતરનું કામ કરે છે. તુલસીના છોડમાં છાણ નાખવા માટે તેને સૂકું કરીને તેને પાવડર જેવું ફાર્મ બનાવી લો. તે કુદરતી ખાતરનું કામ કરશે, જે ઘરના ગાર્ડનના તુલસીનો છોડ સરળતાથી ઉગાડી દેશે. તે છોડ જલ્દી વધશે પણ અને તેનાથી દરેક ઋતુમાં લીલોછમ પણ રહેશે.

તુલસી છોડનું કુંડુ પણ છે વિશેષ

જે કુંડામાં તુલસીનો છોડ ઉગાડી રહ્યા છો, તે થોડું ઊંડું અને પહોળું હોવું જોઈએ. તેની નીચે બે મોટા છિદ્ર કરી દો. પછી તેની નીચે એક કાગળ રાખીને તેમાં છાણના ખાતર વાળી માટી ભેળવો. પછી તેમાં તુલસીનો છોડ ઉગાડો. તમે ઈચ્છો તો તેમાં જીપ્સમ સોલ્ટનો ઉપયોગ પણ કરી શકો છો. એક લીટર પાણીમાં માત્ર એક ચમચી મીઠું લઈને છોડના પાંદડા અને માટીમાં છાંટો. તેનાથી છોડ ઘણો લીલોછમ રહેશે. તેને કોઈ પણ છોડ ઉપર ઉપયોગ કરી શકાય છે.
છોડ ઉગાડ્યાં પછી ઓછામાં ઓછા 20-25 દિવસ પછી મીઠા વાળું પછી છાંટો. તે નાખ્યા પછી 1 દિવસ પછી જ તુલસીના પાંદડા ધોઈને ખાવ.

વાસ્તુનું પણ રાખો ધ્યાન

તુલસીના પાંદડાને ક્યારે પણ રવિવાર, અમાસ, ચોથ અને અગિયારસ ઉપર ન તોડો. રવિવારે તુલસીના છોડ ઉપર જળ પણ ન ચડાવો. માત્ર એટલું જ નહિ વસ્તુ શાસ્ત્રમાં સુર્યાસ્ત પછી પણ તુલસીના પાંદડા તોડવા અશુભ માનવામાં આવે છે.

તુલસીના પાંદડા કરમાઈ જાય તો કરો આ કામ

જો તુલસીનો છોડ સંપૂર્ણ રીતે સુકાઈ ગયો છે અને તેના એક પણ પાંદડું ઉગી રહ્યું નથી, તો એવા છોડને ઘરમાં ન રાખો. તેને કોઈ પવિત્ર નદીમાં વિસર્જિત કરી દો કેમ કે ઘરમાં સુકાયેલા તુલસીનો છોડ રાખવો અશુભ માનવામાં આવે છે.

આ માહિતી ઝી ન્યુઝ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.