આ વાંચ્યા પછી તમે ક્યારેય પણ ફેક્સો નહિ બટેટાની છાલ, જાણો બટેટાને છાલ સાથે શું કામ ખાવું?

બટેટાની છાલમાં છુપાયેલુ છે આરોગ્યનું રહસ્ય. બટેટાથી વધુ ફાયદાકારક હોય છે તેની છાલ.

શું તમે પણ બીજાની જેમ બટેટાની છાલ ફેંકી દો છો?

જો હા, તો તમે એકથી વધુ પ્રમાણમાં આરોગ્યવર્ધક તત્વને ફેંકી રહ્યા છો.

બટેટાને હમેશા છાલ સહીત રાંધવા જોઈએ, કેમ કે તેનો સૌથી વધુ પોષ્ટિક ભાગ છાલની એકદમ નીચે હોય છે, જે પ્રોટીન અને ખનીજથી ભરપુર હોય છે. બટેટાની છાલમાં બીમાંરીઓ સામે લડવાની શક્તિ હોય છે. તે આરોગ્યની સાથે તમારા સોંદર્યને પણ વધારવામાં મદદ કરે છે. હવે પછી બટેટાની છાલ ફેંકતા પહેલા તેના ફાયદાને ન ભૂલશો. ખાસ ધ્યાનથી જોજો બટેટા જે લોકો નથી ખાતા તેઓનો રંગ કાળો હોય છે.

બટેટાની છાલનાં પલ્પમાં ૭ ગણું વધુ કેલ્શિયમ અને ૧૭ ગણું વધુ આયરન હોય છે. છાલ કાઢી નાખવાથી બટેટામાં ન્યુટ્રીએન્ટસ અને ફાઈબરનુ પ્રમાણ ૯૦% સુધી ઓછું થઇ જાય છે.

છાલમાં રહેલ બીટા કેરોટીન ડાઈજેશનમાં મદદ કરે છે અને શરીરની ઈમ્યુન સિસ્ટમને સારી રાખે છે.

વજન ઓછું કરે છે :

બધા જાણે છે બટેટામાં કાર્બોહાઈડ્રેટ હોય છે, જે વજન ઓછું કરવા માટે મહત્વની ભૂમિકા ભજવે છે. ૧૦૦ ગ્રામ બટેટામાં ૧.૬ ટકા પ્રોટીન, ૨૨.૬ ટકા કાર્બોહાઈડ્રેટ, ૦.૧ ટકા ચરબી, ૦.૪ ટકા ખનીજ અને ૯૭ ટકા કેલેરી હોય છે. આમ તો બટેટાની છાલમાં નામની જ ચરબી, કોલેસ્ટ્રોલ અને સોડીયમ હોય છે. તેથી બટેટાની છાલ તમારા વજનને ઓછું કરવામાં મદદ કરે છે.

કેન્સરથી બચાવે છે :

બટેટાની છાલમાં ફાઈટોન્યુટ્રીએન્ટસ પુષ્કળ પ્રમાણમાં હોય છે, જે એન્ટીઓક્સીડેંટનું કામ કરે છે. તે ઉપરાંત તેમાં વધુ પ્રમાણમાં કલોરોજેનિક એસીડ હોય છે જે કેન્સર માટે જવાબદાર તત્વથી બચાવે છે. તે કીશીકાનું સમારકામ પણ કરે છે.

હ્રદયનું રાખે છે ધ્યાન :

ફાઈબરથી ભરપુર શાકભાજી હ્રદય માટે સારી હોય છે. બટેટાની છાલ ઉપરાંત ઉપયોગમાં લેવામાં આવતી શાકભાજીમાં ફાઈબરનું સારું પ્રમાણ હોય છે, તેથી વરસાદમાં બટેટાની છાલનું સેવન કરીને કોરોનરી હાર્ટ બીમારીઓથી બચી શકાય છે. અમેરિકાના ડીપાર્ટમેન્ટ ઓફ એગ્રીકલ્ચર મુજબ બટેટાની છાલમાં મોટા પ્રમાણમાં પોટેશિયમનું પ્રમાણ મળી આવે છે, જે બ્લડપ્રેશરને સામાન્ય રાખવામાં ઉપયોગી થાય છે.

હાડકા થાય છે મજબુત :

બટેટાની છાલમાંથી મળી આવતા પોટેશિયમનું સારું પ્રમાણ હોવાથી ન માત્ર બ્લડપ્રેશર સામાન્ય રહે છે, પણ આપણા હાડકા પણ સુરક્ષિત રહે છે. ખાસ કરીને ઉંમર સાથે હાડકા પણ નબળા પડવા લાગે છે. તેવા સમયે બટેટાની છાલનું સેવન હાડકાના નુકશાનને અટકાવે છે. તે ઉપરાંત બટેટાની છાલમાંથી મળી આવતા કેલ્શિયમ પણ તેમાં મદદ કરે છે.

પ્રતિકારક શક્તિ વધારે છે :

બટેટાની છાલમાં વિટામીન સી, બિ કોમ્પલેક્સ, આયરન, કેલ્શિયમ, મેગજીન અને ફોસ્ફરસ જેવા તત્વ હોય છે. વિટામીન જ્યાં આપણી આંખોની દ્રષ્ટિ માટે વરદાન છે, તે આ અપની ત્વચાને ચમકાવવાનું કામ પણ કરે છે. તે ઉપરાંત તેમાં વિટામીન એ પ્રતિકારક શક્તિને વધારે છે, જે બીમારીઓ સામે લડવામાં મદદ કરે છે.

ખીલને દુર કરે છે :

આંખોની નીચે બેગ (એક પ્રકારનો સોજો) થાય છે, કે ચહેરા ઉપર ડાઘ ધબ્બા કે ખીલ હોય, કાઈ જ ન કરો માત્ર બટેટાની છાલની અંદરના ભાગને ચહેરા ઉપર લગાવો અને હળવું દબાવીને ઘસો, ૧૫ દિવસમાં ફરક બતાવશે. દાવો છે અમારો કે બીજું તો ઠીક આ છાલને દળી નાખો, રૂ ડુબાડીને ચહેરા ઉપર લગાવો અને પછી ૧૫ દિવસમાં ચહેરાની રંગત ન બદલાય તો જણાવો.

ચહેરાને નિખારે :

આ છાલને દળી નાખો, રૂ ડુબાડીને ચહેરા ઉપર લગાવો અને તેનો ઉપયોગ સતત ૧૫ દિવસ કરો. તમારા ચહેરાની રંગતમાં ફરક જરૂર લાગશે.

છાલના ઉપયોગ પહેલા બટેટાને ચોખ્ખા પાણીથી સારી રીતે ધોવા જરૂરી છે.