બટાકા બાફી ને તળી ને ખાધા હશે પણ બટાકાનો રસ પીધો છે? આ ફાયદા જાણી જરૂર પીસો

દરેક માણસને બટેટા ખાવા ગમે છે. તેને બધા પોતાની રીતે રેસીપી બનાવી ને ખાય છે. પણ શું તમે જાણો છો કે આ આપણા આરોગ્ય માટે કેટલું ફાયદાકારક છે. તેના સેવન કરવાથી તમને ઘણી બીમારીઓમાંથી છુટકારો મળી જાય છે. તેના ઉપયોગ કરવાથી ન માત્ર આરોગ્ય જ નહિ પણ સોંદર્ય માટે પણ કરવામાં આવે છે. ઘણા લોકો માને છે કે બટેટા ખાવાથી તમે જાડા થઇ જશો. તો એવું કાઈ જ નથી.

સામાન્ય રીતે જયારે બટેટા ખાવામાં આવે છે કે તેનું શાક બનાવીને ખાવામાં આવે છે કે પછી ચિપ્સ બનાવીને ખાવામાં આવે છે જે બાળકોને ખુબ ગમે છે. ખાસ કરીને જયારે બટેટાને તળવામાં આવે છે અને ડીપ ફ્રાઈ કરવાને લીધે બટેટાથી મોટાપો વધે છે. તેને લીધે જ લોકો બટેટા ખાવાની મનાઈ કરે છે. સામાન્ય રીતે ડાયાબીટીસના દર્દીઓ માટે.

શું તમે જાણો છો બટેટામાં ઘણા મોટા પ્રમાણમાં પોટેશિયમ મળી આવે છે. જે આરોગ્ય માટે ફાયદાકારક છે. તેવામાં તમારે પ્રયત્ન કરવો જોઈએ કે જયારે બટેટાનો ઉપયોગ કરો તો તેને સારી રીતે ધોયા વગર છાલ ઉતારીને જ ઉપયોગ કરો. જેથી તેમાં રહેલ પોટેશિયમનો પૂરે પૂરો ફાયદો મળી શકે.

બટેટાને ઉકાળીને કે ગરમ રેતી અથવા ગરમ રાખમાં શેકીને ખાવા ફાયદાકારક છે. સુકા બટેટામાં ૮.૫ ટકા પ્રોટીન હોય છે જયારે સુકા ચોખામાં ૬-૭ ટકા પ્રોટીન હોય છે. આવી રીતે બટેટામાં વધુ પ્રોટીન મળી આવે છે. જેવી રીતે બટેટા આપણા આરોગ્ય માટે ફાયદાકારક છે. તેનાથી વધુ ફાયદાકારક તેનો રસ છે. તેનું સેવન કરવાથી તમને ઘણી બીમારીઓમાંથી છુટકારો મળી જાય છે.

બટેટાના રસમાં વધુ પ્રમાણમાં આયરન, પોટેશિયમ, ફોસ્ફરસ, ફાઈબર, કેલ્શિયમ, પ્રોટીન અને વિટામીન એ, બિ અને સી મળી આવે છે. જે આપણા શરીરમાં ઘણા મહત્વના છે. જાણો તેનો રસ રોજ પીવાથી ક્યાં ફાયદા છે?

બટેટાનો રસ પીવાના ફાયદા

૧. બટેટાનું જ્યુસ પીવાથી તમે સરળતાથી તમારા કોલેસ્ટ્રોલને નિયંત્રણમાં રાખી શકો છો. તે તમારા પુરા સ્વાસ્થ્ય સબંધી સમસ્યાનો ઉકેલ પણ છે.

૨. બટેટાનું જ્યુસ તમારા વધતા વજનને ઘટાડે છે. તેના માટે સવારે નાસ્તાના બે કલાક પહેલા બટેટા ના જ્યુસનું સેવન કરો. ભૂખને નિયંત્રિત કરે છે અને વજન ઓછું કરી દે છે.

૩. ગઠીયાના રોગમાં બટેટાનું જ્યુસ ઘણું અસરકારક રીતે કામ કરે છે. બટેટાનું જ્યુસ પીવાથી યુરિક એસીડ શરીરમાંથી બહાર નીકળે છે. અને ગઠીયાના સોજાને ઓછો કરે છે.

૪. હ્રદયની બીમારી અને સ્ટ્રોક થી બચવા અને તેને ઓછો કરવા માટે બટેટા સૌથી સારો ઉપાય છે. તે નબ્જના અવરોધ, કેન્સર, હાર્ટએટેક અને ટ્યુમર ને વધવાથી ઓછું કરે છે.

૫. કીડનીની બીમારીઓ નો ઈલાજ કરવા માટે બટેટાનું જ્યુસ પીવાની ટેવ પાડો. તે બ્લડપ્રેશર અને ડાયાબીટીસને નિયંત્રણમાં રાખવામાં મદદ કરે છે. બટેટાનું જ્યુસ મૂત્રાશયમાં કેલ્શિયમના પત્થરને બનવા દેતું નથી.

૬. બટેટાનું જ્યુસ સાંધાના દુખાવા અને સોજા ને દુર કરે છે. આર્થરાઈટીસ થી પીડિત લોકોએ દિવસમાં બે વખત બટેટાનું જ્યુસ પીવું જોઈએ. આ દુખાવો અને સોજામાં રાહત આપે છે. શરીરમાં લોહીના સંચારને ઉત્તમ બનાવે છે બટેટાનું જ્યુસ.

૭. લીવર અને ગોલ બ્લેન્ડરની ગંદકીને કાઢવા માટે બટેટાનું જ્યુસ ઘણું મદદગાર સાબિત થાય છે. જાપાની લોકો હેપેટાઈટીસ થી છુટકારો મેળવવા માટે બટેટાના જ્યુસનો ઉપયોગ કરે છે.

૮. તમારા વાળને જલ્દી મોટા કરવા માટે બટેટાનું જ્યુસ નું નિયમિત માસ્ક ઘણું ઉપયોગી સાબિત થાય છે. એક બટેટુ લઈને તેની છાલ કાઢી લો. તેને ટુકડા કરીને પીસી લો. હવે તેનો રસ કાઢી લો અને તેમાં મધ ભેળવી દો. હવે આ પેસ્ટને માથા અને વાળ ઉપર લગાવો. તેને બે કલાક સુધી રાખો અને ત્યાર પછી તેને શેમ્પુ થી ધોઈ લો.

૯. જો તમે ડાયાબીટીસના દર્દી છો તો આ તમારા માટે ઘણી ફાયદાકારક વસ્તુ છે. તેના સેવન કરવાથી તે શરીરના લોહીમાં સાકરના સ્તરને ઓછું કરવામાં ઘણી અસરકારક સાબિત થશે.

૧૦. જો તમને એસીડીટી ની તકલીફ છે તો બટેટાનો રસ ઘણું ફાયદાકારક સાબિત થઇ શકે છે. તેના માટે તેના રસને રોજ અડધો કપ પીવો. તેનાથી તમને લાભ થશે.

૧૧. જો તમને ચહેરા ઉપર ડાઘ , ધબ્બા અને પીમ્પ્લ છે તો બટેટાનો રસ ઘણો ફાયદાકારક સાબિત થઇ શકે છે. કેમ કે તેમાં પુષ્કળ પ્રમાણમાં વિટામીન સી અને બિ કોમ્પ્લેક્સ સાથે પોટેશિયમ, મેગ્નેશિયમ, ફોસ્ફરસ અને જસત જેવા ખનીજ મળી આવે છે. જે આપણી સ્કીન માટે ફાયદાકારક છે.

૧૨. બટેટાના રસ સાથે કેલેરી જ્યુસ અને કાકડીનું જ્યુસ બે ચમચી ભેળવીને પીવાથી પેટના રોગ ઓછા થવા લાગશે. આ જ્યુસ પીવાથી એસીડીટી, અલ્સર અને પેટમાં બળતરા જેવી તકલીફો દુર થવા લાગશે.

બટાકા પર અમારા આ આર્ટીકલ પણ વાંચી શકો છો >>> આ વાંચ્યા પછી તમે ક્યારેય પણ ફેક્સો નહિ બટાકાની છાલ જાણો બટેટા ની છાલ સાથે શું કામ ખાવું?

બટાકા પર અમારા આ આર્ટીકલ પણ વાંચી શકો છો >>> ઘરે બનાવો ટેસ્ટી રગડા પેટીસ ક્લિક કરી ને જાણો રગડા પેટીસ બનાવવાની રેસિપી