લસણ ડુંગળી વગર આવી રીતે ઝટપટ ઘરે બનાવો ભંડારા જેવું બટેટાનું શાક.

ભંડારા જેવું ડુંગળી લસણ વગરનું બટેટાનું શાક ઘરે બનાવવું છે તો ફોલો કરો આ રેસિપી.

ઘણા લોકોના ઘરમાં ક્યારેય લસણ ડુંગળીનો ઉપયોગ નથી થતો, તો ઘણા લોકો અમુક ખાસ ધાર્મિક પ્રસંગો પર ડુંગળી લસણ વગરનું ભોજન બનાવે છે, જેમ કે નવરાત્રી કે અન્ય કોઈ પર્વ હોય ત્યારે. અને ભંડારામાં પણ ડુંગળી લસણનો ઉપયોગ નથી કરવામાં આવતો.

એવામાં જો તમે પણ ભંડારામાં મળતું કુશળ રસોઈયા જેવું બટેટાનું શાક ઘરે જ ઘણી સરળતાથી બનાવવા માંગો છો, તો આ બટેટાના શાકની રેસિપી તમારે જરૂર ટ્રાઈ કરવી જોઈએ જે ઘણી જ સરળ છે.

જરૂરી સામગ્રી :

6 બાફેલા બટેટા

5 ટમેટા

¼ નાની ચમચી મેથીના દાણા

¼ નાની ચમચી જીરુ

5-6 લવિંગ

¼ ટી-સ્પુન કાળા મરી

4 નાની ઈલાયચી

1 મોટી ઈલાયચી

2 સુકા લાક મરચા

1 તમાલ પત્ર

1 ટુકડો તજ

¼ નાની ચમચી શાહજીરું (કલોંજી)

1 ઇંચ આદુનો ટુકડો (પીસેલો)

3 લીલા મરચા

1 નાની ચમચી ગરમ મસાલા પાવડર

½ ચમચી લાલ મરચું પાવડર

¼ નાની ચમચી હળદર પાવડર

2 નાની ચમચી ધાણા પાવડર

1 ચમચી લાલ મરચું પાવડર

¼ નાની ચમચી હિંગ

મીઠું સ્વાદમુજબ

½ નાની ચમચી કસૂરી મેથી

2 મોટી ચમચી ઘી

બનાવવાની રીત :

સૌથી પહેલા બટેટા બાફીને અલગ મૂકી દો.

રસોઈયાના બટેટાના શાકમાં આખા મસાલાનું પણ ઘણું મોટું યોગદાન રહે છે, એટલા માટે મોટી ઈલાયચી, નાની ઈલાયચી, મેથીના દાણા, લવિંગ, તજ, સુકા લાલ મરચા, શાહજીરું વગેરે સારી રીતે શેકી લો.

હવે ટમેટાને ધોઈને તેને મોટા ટુકડામાં કાપીને સારી રીતે પીસી લો. તમે તેની પેસ્ટ પણ બનાવી શકો છો. પણ તેમાં સમય લાગશે. જો કે તેનાથી ગ્રેવી ઘણી સારી બનશે.

આખા મસાલાને કડાઈમાં શેકી લીધા પછી તમે તેમાં ઘી નાખો અને તેને પાકવા દો. ત્યાર પછી તેમાં આદુ અને લીલા મરચા નાખીને શેકો. તેને ત્યાં સુધી શેકવાનું છે જ્યાં સુધી આદુનો ફ્લેવર નથી આવી જતો.

ત્યાર પછી તમે તેમાં ટમેટા નાખીને શેકો. તેમાં ટમેટા નાખ્યા પછી તમારે મીઠું પણ નાખવાનું છે. તેને ત્યાં સુધી શેકો જ્યાં સુધી ટમેટા તેલ છોડવા લાગે.

હવે તેમાં તમારે બધા મસાલા નાખવાના છે. તેમાં બધા મસાલા પાવડર નાખીને તમારે તેને 2 મિનીટ સુધી શેકવાના છે.

તમે નોંધ લીધી હશે કે, આ રીતે બટેટાના શાકમાં મસાલાનો ફ્લેવર જ સૌથી સારો રહે છે અને તેના માટે એ જરૂરી છે કે તમે તેને સારી રીતે શેકો. હવે તેમાં છુંદેલા બટેટા નાખો. તેને 3-4 મિનીટ સુધી પાકવા દો અને ત્યાર પછી તેમાં શેકેલી કસૂરી મેથી અને ગરમ મસાલા નાખીને સારી રીતે મિક્સ કરો.

હવે તમારે તેમાં પાણી નાખીને ઉકાળવાનું છે. તેને ઓછામાં ઓછું 5-7 મિનીટ સુધી ઉકળવા દો. આ શાકની ગ્રેવી ઘટ્ટ હોય છે.

છેલ્લે કોથમીર નાખીને સર્વ કરો.

આ માહિતી હર જીંદગી અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.