સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે બટેટા ખાવાથી શરીરની સ્થૂળતા વધે છે અને વજન પણ વધે છે. પણ તે વાત ખોટી છે કેમ કે તેમાં રહેલા મૂળ તત્વો જે આપણા શરીરમાં સ્વાસ્થ્ય માટે જરૂરી વિટામિન્સ અને ક્ષારની પૂર્તતા કરે છે.
ખાસ કરીને એવું માનવામાં આવે છે કે બટેટા મૂળ આફ્રિકાની પેદાશ છે, અને લગભગ 17 મી સદીથી આપણા દેશમાં બટેટાની ખેતી થતી શરુ થયેલ છે. બટેટા પોષ્ટિક તત્વોથી ભરપુર હોય છે.
તો તમે પણ જાણો બટેટામાં રહેલા પોષક તત્વો વિષે અને તે આપણા શરીર માટે કેટલા ઉપયોગી છે.
0.1 % ચરબી
બટેટા માં 74.7 % ભેજ્સ
0.6 % ખનીજ
1.6 % પ્રોટીન
0.4 % ફાયબર
10 મીલીગ્રામ કેલ્શિયમ
40 મીલીગ્રામ ફોસ્ફરસ
17 મીલીગ્રામ વિટામીન
67 કેલરી
22.6 % કાર્બો હાઈડ્રેટ
0.7 મીલીગ્રામ આયરન
આ માહિતી 100 ગ્રામ બટેટામાંથી લેવામાં આવેલ છે.
શેકેલા બટેટા ખુબ જ ગુણકારી હોય છે. શેકેલા બટેટા રિવોફલાવિનની ઉણપ દુર કરે છે. વિટામીન ‘સી’ તેમજ આયરનની ઉણપ પૂરી પાડે છે. 100 ગ્રામ બટેટામાં 1 કેળા કરતા પણ વધુ પોટેશિયમ રહેલ છે.
બટેટા ગુણવત્તાની દ્રષ્ટીએ પણ પોષ્ટિક તત્વોથી ભરપુર છે, પણ તેને તળીને કે ચીપ્સ બનાવીને ખાવાથી તે ખોટી અસર તેમજ નુકશાન કરે છે. તેથી શક્ય હોય તો તળેલી ચિપ્સ વેફરથી દુર રહેવું સારું.
બટેટા ક્ષારીય પ્રકૃતિ ધરાવે છે, બટેટામાં ક્ષારીય તત્વો રહેલા હોય છે, જેના લીધે આપણા શરીરમાં ક્ષારીય બેલેન્સ જાળવી રાખવા માટે ખુબ અગત્યની ભૂમિકા ભજવે છે. તે શરીરમાં યુરિક એસીડ બનતો અટકાવવામાં પણ સહાયક બને છે.
બટેટા બેથી અઢી કલાકમાં જ ઝડપથી લોહીમાં ભળી જાય છે. બટેટામાં રહેલ વિટામીન ‘સી’ હોય છે જે સ્કર્વી જેવા રોગથી પણ દુર રાખે છે. બટેટા માં રહેલ પોટાશ અને સોડા શરીરના ક્ષારીય તત્વોને જાળવે છે. તેથી જો થોડા દિવસો સુધી ફક્ત બટેટા જ ખોરાકમાં લેવામાં આવે તો કબજિયાત, પથરી યુરિક એસીડને લગતા રોગો, જલંધરથી રક્ષણ કરે છે.
બટેટાને બાફીને કે શેકીને બનાવેલ સૂપ લેવું ખુબ ગુણકારી છે. બટેટા સાથે પાલક, સરધવો, સેલડ પાન, બીટ, ટમેટા અને બીજી લીલા પાન વાળી ભાજી વાપરવી ઉત્તમ છે.
કાચા બટેટાનો રસ સંધિવા ઉપર ખુબ ઉપયોગી છે. પણ સૂપ કોઈપણ વાપરો હમેશા તાજો વાપરવો નહી કે ફ્રીજમાં રાખેલો. કેમ કે ફ્રીજમાં રાખેલ હોવાથી તેમાં જીવાણું થઇ શકે છે અને તેની અસર બદલાઈ જાય છે. બટેટાને છીણી લો પછી ગાળીને રસ કાઢી લો. બટેટાની છાલ પણ સંધિવા માટે ગુણકારી છે. બટેટાની છાલને ચોખ્ખા પાણીથી ધોઈ લો અને તેને ઉકાળો પછી ગાળીને મૂકી રાખો અને દિવસમાં 3-4 વખત સેવન કરો.
બટેટા બ્લીચીંગ એજન્ટ જેવું કાર્ય કરે છે તેની સ્લાઈસ ચહેરા ઉપર લગાવો અને થોડી વાર પછી ધોઈ લો આ પ્રયોગથી થોડા જ દિવસોમાં ચહેરા ઉપરની કરચલીઓ દુર થઇ જાય છે.