ફોન ખરીદતી વખતે આપણે રેમ, સ્ટોરેજ, કેમેરા સાથે સાથે બેટરી પાવરનું ખાસ ધ્યાન રાખીએ છીએ. જેમ જેમ ફોન આપણી જરૂરિયાત બનતો જાય છે, આપણે ફોનની બેટરીને લઈને સાવચેત રહેવા લાગ્યા છીએ. અને થોડું પણ ચાર્જ ઓછું થાય તો તરત ચાર્જીંગમાં મૂકી દઈએ છીએ. પણ બેટરીને લઈને ઘણી એવી વાતો પણ છે જે આપણે માત્ર અફવાઓ દ્વારા જ સાંભળીએ છીએ. આવો જાણીએ શું છે ફોનની બેટરી સાથે જોડાયેલ તે અફવાઓ જેને આપણે અત્યાર સુધી સાચું માનતા આવ્યા છીએ.
તે ખોટું છે કે ફોન આખી રાત ચાર્જ કરવાથી તેની બેટરી ખરાબ થઇ જાય છે. આજકાલ જેટલા પણ સ્માર્ટ ફોન આવે છે તેમાં ઇન્ટરનલ સર્કીટ હોય છે, જેથી ફોનનું ફૂલ ચાર્જ ૧૦૦% થઇ જાય ઓટોમેટિક તે સર્કીટ ફોનના પાવરને બંધ કરી દે છે.
હમેશા આપણે સાંભળીએ છીએ કે ચાર્જીંગ દરમિયાન ફોન વાપરવાથી ફોન ગરમ થઇ જઈને ફાટી શકે છે. સાચું તો એ છે કે આમ કરવાથી માત્ર ફોનના હાર્ડવેર કે સોફ્ટવેરમાં તકલીફ આવી શકે છે.
બધા કહે છે કે ફોનમાં વધુ એપ્સ હોવાથી બેટરી વહેલા ખલાશ થાય છે. આવું બિલકુલ નથી, જ્યાં સુધી તમે વારંવાર એપ્સને ઓપન કરીને તેનો ઉપયોગ નહી કરો ત્યાં સુધી બેટરી નહી વપરાય.
તે ખોટું છે કે 3G થી વધુ 4G નેટવર્કથી બેટરી વપરાય છે. જણાવી આપીએ કે 3G હોય કે 4G જો સીમનું નેટવર્ક ક્વોલેટી કે સિગ્નલ ક્વોલેટી સારી છે તો બેટરી એક સરખી જ વપરાશે.
એવું કહેવામાં આવે છે કે લેપટોપથી ચાર્જ કરવાથી વહેલા ખરાબ થઇ જાય છે બેટરી. સાચું તો એ છે કે ફરક માત્ર એટલો જ છે કે ચાર્જરથી ચાર્જ કરવાથી ઝડપી અને લેપટોપથી ચાર્જ કરવાથી થોડું કે ખુબ ધીમો ચાર્જ થાય છે ફોન.
ખોટું છે કે બ્લુટુથ અને જીપીએસ બંધ રાખવાથી વધુ સમય ચાલે છે બેટરી. તેનાથી બેટરી ઉપર કોઈ અસર થતી નથી, પણ હા બ્લુટુથ અને જીપીએસ બંધ રાખવું જોઈએ જેથી ફોન કે ડેટા હેક ન થઇ શકે.