BattRe એ લોન્ચ કર્યું બજેટમાં આવે એવું ઇલેક્ટ્રિક સ્કૂટર, કિંમત આટલા હજાર રૂપિયા

સામાન્ય નાગરિકને પોસાય એ ભાવમાં BattRe એ લોન્ચ કર્યું ઇલેક્ટ્રિક સ્કૂટર, જાણો કેટલી છે તેની કિંમત

જયપુર આધારિત ઇલેક્ટ્રિક ટુ-વિલર સ્ટાર્ટ અપ BattRe એ સૌથી પોષાય એવા ઇલેક્ટ્રિક સ્કૂટર gps:ie રજુ કર્યું છે. BattRe gps:ie ની કિંમત માત્ર 64,990 રૂપિયા (એક્ષ શોરૂમ) રાખવામાં આવી છે, આ ખરેખરમાં મોડલનું નામ કે સ્ત્રોત કોડ એરર નથી. આમાં પહેલા વર્ષનું સબક્રિપશન કિંમત પણ સમાવેશ થઇ છે. જયારે ગ્રાહકોને બીજા વર્ષથી વાર્ષિક સભ્ય રહેવા માટે 1200 રૂપિયા વર્ષના ચૂકવવા પડશે.

BattRe gps:ie ઇલેક્ટ્રિક સ્કૂટર ઘણા ફીચર્સ અને ક્લાઉડ કનેક્ટિવિટી સાથે આપવામાં આવ્યું છે, અને BattRe કેલિફોર્નિયામાં આવેલી Aeris કોમ્યુનિકેશન સાથે ભાગીદારી કરી છે.

BattRe gps:ie ઇલેક્ટ્રિક મોબિલિટીના ફાઉન્ડર નિશ્ચલ ચૌધરી એ કહ્યું છે કે “આ અમારી નવી પેશકશ એક પોષાય એવા ઈંટરનેટ કનેક્ટેડ ઇલેક્ટ્રિક સ્કૂટર છે, જે લોકોને આવા જવાની પદ્ધતિને બદલી દેશે. આ ઇલેક્ટ્રોનિક વાહનોમાં જોવા મળતી ટેકનોલોજીનું આગળની ક્રાંતિ લાવનારું સ્તર છે. અમારું ઉદેશ આખી પરિસ્થિતિનું નિર્માણ કરવાનું છે. જેનાથી એ નક્કી થઇ શકે કે ઉપભોગતાને સંપૂર્ણ ઈ-મોબિલિટી અનુભવ પ્રાપ્ત થાય.

BattRe gps:ie ઇલેક્ટ્રિક સ્કુટર માં એક સીમકાર્ડ નો ઉપયોગ કરાવમાં આવે છે, જેનાથી સ્માર્ટ ફોન એપ વડે એક્સેસ કરી શકીએ છીએ. આ મોડલના ટેલીમેટિક્સ પ્લેટફોર્મમાં GPS વડે લાઈવ ટ્રેકિંગ અને ટ્રીપ રિપોર્ટનો સમાવેશ થાય છે. આની સાથે આમાં રીમોર્ટ ઈંમોબીલાઈઝેશન, જીયોફેસિંગ, સિક્યોર પાર્કિંગ, સ્પીડ લોક અને ક્રેશ ઈંડીકેટરનો સમાવેશ થાય છે. જેને લઈને સ્કૂટર જો ક્રેશ થાય છે, તો આ માલિકને એલર્ટ કરે છે.

આ માહિતી જાગરન અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.