બાવળ નો ગુંદર કમર દર્દ, ડાયાબિટીસ, માથાનો દુઃખાવો, ખાંસી, ઝાળા માટે જાણો કેવીરીતે કરવો ઉપયોગ

બબુલ નો ગુંદર ૩ વખત લેવાથી કમર દર્દ, ૩ ગ્રામ માં ડાયાબિટીસ, લગાવવાથી માથાનો દુઃખાવો, ચૂસવાથી ખાંસી, પીવાથી બબાસીર અને ૧ દિવસ માં ઝાળા ઠીક કરેછે, જાણો કેવી રિતે અને શેયર કરો

નમસ્કાર મિત્રો એકવાર ફરી થી તમારું આયુર્વેદિક માં સ્વાગત છે આજે આપણે એક એવા ચમત્કારી છોડ ના તે મહત્વપૂર્ણ ભાગ વિષે જણાવીશું જેના વિષે તમે કદાચ ક્યાક ભણ્યા કે વાંચ્યું હશે, તે છોડનું નામ છે બબુલ ગામડા ની ભાષા માં બાવળ જેના બધા જ ભાગો દવા છે, તે છોડનો મુખ્ય ભાગ છે જેને ગુંદર કહેવામાં આવે છે. જેના ફાયદા આજે અમે તમને આયુર્વેદ માં કહેવાયેલા જણાવશુ.

બબુલ ના ગુંદર નો ઉપયોગ કરવાથી છાતી મુલાયમ થાય છે. તે આમાશય ને શક્તિશાળી બનાવે છે તથા આંતરડાને પણ મજબુત બનાવે છે. તે છાતીના દુઃખાવા ને પણ દુર કરે છે, તથા ગળા નો અવાજ પણ ચોખ્ખો કરે છે આ પ્રયોગ ફેફસા માટે અત્યંત લાભદાયી છે. તેના નાના નાના ટુકડા ઘી, માવા અને ખાંડ સાથે ભેળવીને ખાવાથી શરીર શક્તિશાળી થઇ જાય છે.

* બબુલ નો ગુંદર ઉનાળા ની સિઝનમાં એકઠો કરવામાં આવે છે. તેને કોઈ પણ જગ્યાએથી કાપવામાં આવે તેથી જે સફેદ રંગ નું પ્રવાહી નીકળે છે. તેને ગુંદર કહેવામાં આવે છે. તે બજારમાં પણ કોઈપણ દુકાનમાં સરળતાથી મળી રહે છે. સામાન્ય રીતે ગુંદર નું સેવન ૫-૧૦ ગ્રામ સુધી કરી શકાય છે.

બબુલના ગુંદર ના ૧૧ ચમત્કારી ફાયદા :

૧. કમર દર્દ :

* બબુલ ની છાલ, સીંગો અને ગુંદર ને બરાબર ભેળવીને વાટી લો. એક ચમચી ની માત્રામાં દિવસમાં ૩ વખત સેવન કરવાથી કમર દર્દમાં રાહત મળે છે.

૨. માથાનો દુઃખાવો :

* પાણીમાં બાવળ નો ગુંદર ઘસીને માથા ઉપર લગાવવાથી માથાનો દુઃખાવો દુર થઇ જાય છે.

૩. મધુમેહ (ડાયાબિટીસ):

* ૩ ગ્રામ બબુલ ના ગુંદર નું ચૂર્ણ પાણી સાથે કે ગાયના દૂધ સાથે દિવસમાં ૩ વખત રોજ સેવન કરવાથી મધુમેહ ના રોગમાં લાભ પહોચાડે છે.

૪. પુરુષ અને સ્ત્રી બન્ને ની નબળાઈ મટાડે :

* બબુલ નો ગુંદરને ઘી માં તળીને તેનો પાક બનાવીને ખાવાથી પુરુષો ની શક્તિ વધે છે અને પ્રસુતિ સમય સ્ત્રીઓ ને ખવરાવવાથી તેની શક્તિમાં પણ વધે છે.(ખાસ શિયાળા માં બાળકો ને પણ ખવડાવો)

૫. ખાંસી : બાવળ નો ગુંદર મોઢા માં રાખી ચૂસવાથી ઉધરસ ઠીક થાય છે.

૬ લગ્ન જીવન :
* બબુલ ના ગુંદર ને ઘી માં તળીને તેનો પાક બનાવીને સેવન કરવાથી મનુષ્યના લગ્ન જીવનનો પરમ આનંદ મળે છે.

૭. દાઝ્યા પર:

* બાબુલ ના ગુંદરને પાણીમાં ભેળવીને શરીરના દાઝેલા ભાગ પર લગાવવાથી બળતરા દુર થઇ જાય છે.

૮. માસિક ધર્મ નો વિકાર :

* ૧૦૦ ગ્રામ બબુલ ના ગુંદર કડાઈ માં શેકી ને ચૂર્ણ બનાવીને રાખી લો. તેમાંથી ૧૦ ગ્રામ ની માત્રામાં ગુંદર, મિશ્રીની સાથે ભેળવીને સેવન કરવાથી માસિક ધર્મની પીડા (દુઃખાવો) દુર થઇ જાય છે અને માસિક ધર્મ નિયમિત રીતે સમયસર આવવા લાગે છે.

૯. અતિસાર અથવા દસ્ત:

* બબુલના ગુંદરને ૩ ગ્રામથી લઈને ૬ ગ્રામની માત્રામાં દિવસમાં સવાર અને સાંજ પીવાથી ૧ દિવસમાં જ અતિસારમાં લાભ થવા લાગે છે.

૧૦. પેટ અને દાંતના ઘા:

* બબૂલનું ગુંદર પાણીમાં ભેળવીને પીવાથી આમાશય(પેટ) અને દાંતના ઘા તથા પીડા મટી જાય છે.

૧૧. શક્તિવર્ધક:

* બબુલના ગુંદરને ઘી સાથે તળીને તેમાં બમણી ખાંડ ભેળવી દો તે દરરોજ ૨૦ ગ્રામની માત્રામાં લેવાથી શક્તિમાં વૃદ્ધિ થાય છે.

૧૨. બવાસીર:

* બબુલનો ગુંદર, કહરવા સમઈ અને ગેરુ ૧૦-૧૦ ગ્રામ લઈને વાટીને ચૂર્ણ બનાવી લો. આના ૧ થી ૨ ગ્રામ ચૂર્ણને ગાયના દુધની છાસ માં ભેળવીને ૨ થી ૩ અઠવાડિયા સુધી પીવો. આ બવાસીર અને ખૂની બવાસીર બંને રોગોમાં લાભકારી બને છે.