જો હજુ પણ તમે તમારી ગાડીમાં હાઈ સિક્યોરીટી નંબર પ્લેટ લાગી નથી, તો મોટા દંડ માટે થઇ જાવ તૈયાર

તમારી ગાડી ઉપર નથી લાગી હાઈ સિક્યોરીટી નંબર પ્લેટ તો થઇ જાવ સતર્ક, હવેથી મોટા દંડની થઇ ગઈ છે જોગવાઈ.

વાહન નિર્માતા કંપનીઓએ હવે નંબર પ્લેટ ઉપર ત્રીજું રજિસ્ટ્રેશન સ્ટીકર પણ આપવાનું રહેશે. જેથી તે વાતની ખબર પડી શકે કે ગાડીમાં પેટ્રોલ, ડીઝલ કે સીએનજીમાંથી ક્યા ઇંધણનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તેના માટે ખાસ કરીને કલર કોડીંગ કરવું પડશે.

High Security Number Plate: દેશભરમાં વાહનોની ઠગાઈને રોકવા માટે હાઈ સિક્યોરીટી રજીસ્ટ્રેશન નંબર પ્લેટ ફરજીયાત કરી દેવામાં આવી છે. અને જો તમે દિલ્હીમાં રહો છો, અને તમે હજુ સુધી સિક્યોરીટી નંબર પ્લેટ માટે અરજી નથી કરી, તો દિલ્હી પરિવહન વિભાગે રાષ્ટ્રીય પાટનગરમાં રહેવાવાળા વાહન માલિકો માટે ચેતવણી આપી દીધી છે. એટલે જો તમારા વાહન ઉપર હાઈ સિક્યોરીટી રજીસ્ટ્રેશન નંબર પ્લેટ નથી, તો તમારે મોટો દંડ ભરવો પડી શકે છે. કારના માલિક ઓનલાઈન જ હાઈ સિક્યોરીટી નંબર પ્લેટસ માટે ટ્રાંસપોર્ટ વિભાગની ઓફીસીયલ વેબસાઈટ ઉપર જઈને રજીસ્ટ્રેશન કરી શકે છે.

હાઈ સિક્યોરીટી નંબર પ્લેટ માટે કેવી રીતે કરવી અરજી : હાઈ સિક્યોરીટી નંબર પ્લેટ લેવા માટે તમારે bookmyhsrp. com/index.aspx વેબસાઈટ ઉપર જવું પડશે. ત્યારબાદ ત્યાં આપવામાં આવેલા વિકલ્પમાંથી પ્રાઈવેટ અને કમર્શીયલ વાહનનો વિકલ્પ પસંદ કરી શકો છો. પ્રાઇવેટ વ્હીકલને પસંદ કરવાથી પેટ્રોલ, ડીઝલ, ઇલેક્ટ્રિક, સીએનજી અને સીએનજી+ ના ઓપ્શન આવશે. જો તમારું વાહન પેટ્રોલ છે, તો તેની ઉપર ક્લિક કરી વાહનની કેટેગરીમાંથી બાઈક, કાર, સ્કુટર, ઓટો અને ભારે વાહન જેવા ઓપ્શન પસંદ કરી શકો છો.

જો તમે ત્યાં કાર ઉપર ક્લિક કરો છો, તો તમારી કારની કંપની જેવી કે મારૂતિ, હોન્ડા, હુંડાઈ વગેરેમાંથી એક ઓપ્શન પસંદ કરવાનું રહેશે. તમારા વાહનના હિસાબે પસંદગી કર્યા પછી તમે તેમાં રાજ્યનું નામ ભરશો, તો તમને તમારા આસપાસના ડીલર્સના વિકલ્પ જોવા મળશે. ડીલરની જાણકારી ભર્યા પછી તમારે તમારી કારની માહિતી ભરવી પડશે. ત્યારબાદ રજીસ્ટ્રેશન નંબર, રજીસ્ટ્રેશન તારીખ, એન્જીન અને ચેસીસ નંબર, ઈ-મેલ અને મોબાઈલ નંબરની સંપૂર્ણ માહિતી આપવાની રહેશે. એમ કર્યા પછી તમે પૂરી કરેલી ટેબને અપલોડ કરશો તો એક નવી વિન્ડો ખુલશે.

નવી વિન્ડોમાં કાર માલિકનું નામ, સરનામું અને બીજી માહિતી ભરવાની રહેશે. નવી વિન્ડોમાં વાહનની આરસી અને આઈડી પ્રૂફ અપલોડ કરવાનું રહેશે. ત્યારબાદ તમારા દ્વારા આપવામાં આવેલા મોબાઈલ નંબર ઉપર ઓટીપી જનરેટ થશે.

કાર ઉપર રજીસ્ટ્રેશન સ્ટીકર પણ આપવાનું રહેશે. જેથી તે વાત જાણી શકાય કે ગાડીમાં પેટ્રોલ, ડીઝલ કે સીએનજીમાંથી ક્યા ઇંધણનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તેના માટે ખાસ કરીને કલર કોડીંગ કરવું પડશે. હાઈ-સિક્યોરીટી રજીસ્ટ્રેશન પ્લેટ પૂર્ણ રીતે ક્રોમિયમ બેસ્ડ હશે. જેમાં કોઈ પણ પ્રકારની ચાલાકી નહિ થઇ શકે. અને 1 ઓક્ટોબરથી કલર કોટેડ ફયુલ સ્ટીકર્સ પણ ફરજીયાત કરવામાં આવશે.

શું છે હાઈ સિક્યોરીટી નંબર પ્લેટ : હાઈ સિક્યોરીટી નંબર પ્લેટ એલ્યુમિનિયમમાંથી બનેલી હોય છે, તેમાં એક ક્રોમિયમ બેસ્ડ હોલોગ્રામ આપવામાં આવે છે. જેને પ્રેશર મશીનથી તૈયાર કરવામાં આવે છે. આ પ્લેટ ઉપર એક પીન દર્શાવેલો હોય છે, જેને વાહન સાથે જોડી શકાય. આ પીનના આધારે વાહનને જોડવાથી વાહન બંને રીતે લોક થઇ જશે.

શું છે ફાયદા? વર્તમાનમાં ઉપયોગમાં લેવાતી સાદી નંબર પ્લેટો સાથે છેડછાડ કરવી ઘણું સરળ છે, અને તેને સરળતાથી બદલી શકાય છે. સામાન્ય રીતે, વાહન ચોરી કર્યા પછી સૌથી પહેલા નંબર પ્લેટને બદલવામાં આવે છે. જેથી પોલીસ અને અધિકારીઓ માટે ચોરીનું વાહન ટ્રેક કરવું મુશ્કેલ બની જાય છે. પરંતુ એચએસઆરપીને દુર નથી કરી શકાતી.

એચએસઆરસી પ્લેટ, વાહન ઉપર માલિક દ્વારા એન્જીન નંબર, ચેસીસ નંબર વગેરેની જાણકારી પૂરી પાડ્યા પછી જ જાહેર કરવામાં આવે છે. આ રજીસ્ટ્રેશન નંબર પ્લેટોની અદલા બદલીને રોકવા માટે એક મહત્વનું પગલું છે. અમુક વાહન માલિક નંબર પ્લેટો માટે અલગ અલગ ફોન્ટ અને શૈલીઓનો ઉપયોગ કરે છે, જેથી ટ્રાફિક પોલીસ માટે વાહનના નોંધણી નંબરને સમજવામાં મુશ્કેલી થાય છે. આમ તો HSRPs માં મોટર વાહન નોંધણી સંખ્યા માટે એક જ પેટર્ન આપવામાં આવી છે.

કેવી રીતે મળશે હાઈ સિક્યોરીટી નંબર પ્લેટ? એપ્રિલ 2019 પછી ભારતમાં વેચવામાં આવેલા વાહન હાઈ સિક્યોરીટી નંબર પ્લેટ સાથે આવે છે, અને HSRP નો ખર્ચ વાહનની કિંમતમાં સામેલ થાય છે. પરંતુ એપ્રિલ 2019 પહેલા વેચવામાં આવેલા વાહનોના વાહન માલિકોએ હાઈ સિક્યોરીટી પ્લેટ પ્રાપ્ત કરવા માટે ઓટોમોબાઈલ ડીલરશીપ કે સરકાર દ્વારા અધિકૃત એચએસઆરસી વેપારીઓનો સંપર્ક કરવાનો રહેશે. જેના માટે થોડી સામાન્ય રકમ પણ નક્કી કરવામાં આવી છે.

આ માહિતી જાગરણ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.