આ માહિતી લાઇક અને શેર કરો અને જે લોકો કાર વાપરે છે તે લોકો પોતાના બાળકને સમય કાઢીને લાઇવ પ્રેક્ટીકલ ડેમો જરૂર બતાવે, જેથી બાળક પોતે આ ગ્રીન હાઉસ ઈફેક્ટ સમજી શકે અને તડકામાં પડેલી કારમાં ઠંડક મેળવવાની ઈચ્છાએ બેસવાનો પ્રયત્ન ન કરે. ગુજ્જુ ફેન કલબની આ પહેલને આપના સાથની અપેક્ષા છે.
સુરતમાં ડીંડોલી વિસ્તારમાં આવેલ માનસી રેસીડેન્સીમાં ઘરેથી સેવ મમરા ખરીદવા નીકળેલા પાંચ વર્ષની ઉંમરના બે બાળકો રહસ્યમય રીતે ગુમ થયા પછી, તેમની સોસાયટીમાં જ પાર્ક કરેલ કારમાંથી દાઝી ગયેલ હાલતમાં મળી આવેલ હતા.
કારમાં બેઠા પછી ઓટોમેટીક લોક થઇ જતા કારમાં ફસાઈ ગયા હતા. કારને લોક કરેલ ન હતી. બન્ને બાળકોના શરીર ઉપર ફોડલા પડી ગયેલ હતા. દાઝી જવા તથા ગુંગળામણથી બન્નેનું મૃત્યુ થયું હતું. તપાસ કરતા બાળકો કારમાં હોવાની જાણ થતા જ કારના કાચ તોડીને બન્ને બાળકોને નજીકના દવાખાને સારવાર અર્થે લઇ જવામાં આવેલ હતા. સ્થળ ઉપર ફરજ પરના ડોકટરે બંન્નેને મૃત જાહેર કર્યા હતા.
હાલના સમયમાં ગરમીથી બચવા માટે કારનો ઉપયોગ વધી રહ્યો છે. એ જ કાર આ કિસ્સામાં મૃત્યુનું કારણ પણ બની હતી. કેમ કે કારને ૩૬ ડીગ્રી તાપમાનમાં રાખવાથી પણ તેનું તાપમાન વધી જાય છે. જાણો ગુજ્જુ ફેન ક્લબ કાર અને તેના તાપમાન વિષે તમારે જાણવા લાયક માહિતી લાવ્યું છે. ખાસ શેર અને લાઇક કરજો અને પોતાના ઘરની આસપાસ પડેલી ગાડી પર જતા આવતા નજર ચોક્કસ કરજો કોઈનો જીવ બચાવી શકો છો તમે.
કારને ૩૬ ડીગ્રી તાપમાનમાં પાર્ક કરવામાં આવે તો તેનું તાપમાન ૧ કલાકમાં સરેરાશ ૫૧ ડીગ્રી થઇ જતું હોય છે.
ગયા અઠવાડીયાથી સુરતમાં પણ અસહ્ય ગરમી પડી રહેલ છે. સોમવારના રોજ સુરતનું તાપમાન ૩૬ ડીગ્રી સુધી હતું. ગરમીને કારણે કારનો ઉપયોગ પણ એટલો જ વધેલ છે. ઓટો એક્સપર્ટ મયુર ટોપીવાળા સાથે વાત કરવાથી જાણવા મળેલ કે, ૩૬ ડીગ્રી તાપમાનમાં કારને ૧ કલાક સુધી રાખવામાં આવે તો કારની અંદરનું તાપમાન ૪૯ ડીગ્રી સુધી પહોચી જાય છે.
૪૦ ડીગ્રી તાપમાનમાં એસી ચાલુ કરો તો શરીરમાં સર્કેન્યુઅલ રીધમ થાય છે.
જાણીતા ડોક્ટર યોગેશ પટેલના જણાવ્યા મુજબ ૩૦ મિનિટથી વધુ સમય સુધી કાર તડકામાં રાખવામાં આવેલ હોય તો તે સમયે તેનું અંદરનું તાપમાન ૪૫ ડીગ્રીથી વધુ થઇ જાય છે. તેવા વાતાવરણમાં એસી ચાલુ ન કરવું જોઈએ. પહેલા તો બધી બારીઓ ખોલી નાખો અને પંખાને સામાન્ય મોડ ઉપર ચલાવો. ગરમ વાતાવરણમાં એસી ચાલુ કરવામાં આવે તો શરીરના ગરમ તાપમાનને થોડી જ વારમાં ઠંડુ કરી નાખે છે.
જુદી જુદી પરિસ્થિતિ મુજબ શરીરમાં તાપમાનમાં ફેરફાર થાય તેને મેડીકલની ભાષામાં સર્કેન્યુઅલ રીધમ કહેવામાં આવે છે.
સ્કીન કેન્સર થવાની શક્યતા :
જાણીતા ડોક્ટર યોગેશ પટેલના જણાવ્યા મુજબ સર્કેન્યુઅલ રીધમ થવાથી શરીરને નુકશાન થઇ શકે છે. તેની સાથે આંખમાં પણ નુકશાન થઇ શકે છે. ગરમીને કારણે અંદરની ચામડી ઓગળે છે, જેના કારણે શ્વાસમાં જતા શરીરને તકલીફ થઇ શકે છે. જ્યારે અલ્ટ્રાવાયોલેટ કિરણોનું પ્રમાણ વધી જાય છે ત્યારે સ્કીનનું કેન્સર થવાની શક્યતાઓ વધી જાય છે.
કારમાં ઈન્ટીરીયર કલર લગાવવાથી કાર ઓછી ગરમ થાય છે :
ઓટોએક્સપર્ટના મત મુજબ બને ત્યાં સુધી કારને છાયામાં રાખવી જોઈએ અને કાચ થોડા ખુલ્લા રાખવા. બારી ઉપર કાર સન શેડ્સ લગાવવા જોઈએ જેથી સૂર્યના કિરણો સીધા જ કારમાં ન પ્રવેશી શકે. બારીઓ માટે ખાસ પ્રકારનું યુનિવર્સલ કર્ટન આવે છે, તે લગાવવાથી અલ્ટ્રાવાયોલેટ કિરણો સામે રક્ષણ મળે છે. ઈન્ટીરીયર કલર લગાવવાથી કાર ઓછી ગરમ થાય છે.
કારની ડ્રાઈવર સીટ તરફનો દરવાજો ખોલીને જોરથી પાંચ છ વાર ખોલ બંધ કરો :
કાર તડકામાં પાર્ક કરવામાં આવેલ હોય અને કારમાં બેસવાનું હોય ત્યાર પહેલા કારની ડ્રાયવર સીટની તરફનો દરવાજાનો કાચ પૂરો ખોલી દો. ત્યાર પછી ડ્રાયવર સીટ તરફનો દરવાજો જોરથી પાંચ છ વાર ખોલ બંધ કરવો. જેથી કારની બધી ગરમ હવા બહાર નીકળી જશે. ત્યાર પછી એસી ચાલુ કરવાને બદલે પંખો જ ચાલુ કરો. થોડા સમય પછી એસી ચાલુ કરવું. કારમાં વધુ ગરમીનો અહેસાસ થાય તો પાંચ મિનીટનો બ્રેક લઈને આગળની મુસાફરી કરવી જોઈએ.
બહાર 37 ડિગ્રી ગરમી હોય તો સફેદ કલરની કારમાં અંદર નું તાપમાન 53 ડિગ્રી હોય છે જ્યારે રેડ, સિલ્વર, જેવા કલરની કારમાં અંદરનું તાપમાન 57 ડિગ્રી હોય છે, જ્યારે બ્લેક કલરની કારમાં 58 ડિગ્રી જેટલું તાપમાન વધી જાય છે. બહાર 40 ડિગ્રી હોય તો 61 ડિગ્રી જેટલું વધી શકે છે. એટલે કે આ કારમાં કોઈપણ માણસનું મૃત્યુ થઇ શકે છે.
આ માહિતી લાઇક અને શેર કરો અને જે લોકો કાર વાપરે છે તે લોકો પોતાના બાળકને સમય કાઢીને લાઇવ પ્રેક્ટીકલ ડેમો જરૂર બતાવે જેથી બાળક પોતે આ ગ્રીન હાઉસ ઈફેક્ટ સમજી શકે અને તડકામાં પડેલી કારમાં ઠંડક મેળવવાની ઈચ્છાએ બેસવાનો પ્રયત્ન ન કરે.