વિડીયો : બંને હાથેથી બોલિંગ કરી આ ભારતીય સ્પીનરે, ‘કાંગારું’ પણ જોઇને રહી ગયા હેરાન

ભારતીય પીચ ઉપર આવી ઓસ્ટ્રેલીયન ટીમ પોતાની પહેલી વોર્મ અપ મેચ બોર્ડ પ્રેસિડેન્ટના વિરુધ્ધ રમી ચુકી છે. તેમાં અનેક યુવા અને પ્રતીભાશાળી ખેલાડી હતા. ઓસ્ટ્રેલીયાએ પહેલા બેટિંગ કરીને વિશાળ સ્કોર કર્યો. મેચ ઓસ્ટ્રેલીયાએ સહેલાઈથી જીતી લીધી, પરંતુ આ મેચમાં લોકોનું હ્રદય જીત્યું અક્ષય કાનેશ્વરે. ૨૪ વર્ષના આ સ્પીનરે એક જ ઓવરમાં બંને હાથેથી બોલ ફેકવાનો કરિશ્મા કર્યો. દર્શક એક એવા ક્ષણના સાક્ષી બન્યા જે ક્રિકેટમાં કોઈ વાર જ આવે છે. અક્ષયના અસામાન્ય એક્સન અને વેરીએસન ના લીધે તેમને એક વિકેટ પણ મળી. અક્ષય એક ઉભરતો ખેલાડી છે અને તેના પ્રશંસકોની સંખ્યા ખુબ છે.

સૌથી નીચે વિડીયો છે

તે અત્યાર સુધી ૧૭ ફર્સ્ટ ક્લાસ મેચ અને ૧૩ ટી ૨૦-મેચ રમી ચુક્યો છે. આ મેચોમાં તેણે ક્રમશ ૩૪ અને ૧૦ વિકેટ મેળવી છે. આ રીતે બંને હાથોનો ઉપયોગ ક્રિકેટમાં ઓછો જ જોવા મળે છે.
માન્યું કે, સચિન તેંદુલકર સામાન્ય રીતે નેટ પ્રેક્ટીસમાં જમણા હાથેથી બલ્લેબાઝી કરતા હતા પરંતુ તેમણે પોતાની આ પ્રતિભાનો ઉપયોગ ક્યારેય મેદાન પર નથી કર્યો. પરંતુ જેવી રીતે ક્રિકેટમાં નવા નવા પ્રયોગો થઇ રહ્યા છે, તેમાં સંભવ છે કે ભવિષ્યમાં ખેલાડીઓને આ પ્રકારના મોકા મળે જયારે તેઓ એક જ ઓવરમાં ફેકવા માટે બંને હાથોનો પ્રયોગ કરી શકે.

ઓસ્ટ્રેલીયાના પૂર્વ કોચે પણ કહ્યું હતું કે ભવિષ્યમાં આવું જોવા મળી શકે છે. અક્ષયે ભવિષ્યના ક્રિકેટની એક જલક અહિયાં દેખાડી જેને દર્શકોએ ખુબ જ પસંદ કર્યું.

ઓસ્ટ્રેલીયાએ ભારતને ૧૦૩ રનથી હરાવ્યું

માર્કસ સ્ટોનિસની અગુવાઈમાં પ્રમુખ બલ્લેબાઝોની અર્ધશત પારી અને એસ્ટન એગરની શાનદાર ગેન્દબાઝીથી ઓસ્ટ્રેલીયાએ આજે અહિયાં બોર્ડ અધ્યક્ષ એકાદશની અનુભવનીય ટીમને એકમાત્ર પ્રેક્ટીસ મેચમાં ૧૦૩ રનથી હરાવીને ભારતીય પ્રવાસ ની શાનદાર શરૂઆત કરી. ઓસ્ટ્રેલિયાની ટીમની પાસે ભારતની વિરુધ્ધ ૧૭ સપ્ટેમ્બરથી શરુ થવાવાળી પાંચ મેચોની એકદિવસીય શ્રુંખલા અને ત્યાર બાદ ત્રણ ટી-૨૦ મેચોની પહેલા અભ્યાસનો આ એકમાત્ર મોકો હતો, જેમાં તેના મોટા ભાગના ખેલાડીઓએ અહીયાની પરિસ્થિતિઓમાં ઢળવાનો સારો પ્રયાસ કર્યો.

સ્ટીવ સ્મિથે ટોસ જીતીને પહેલા બલ્લેબાઝીનો નિર્ણય લીધો જેના પછી સ્ટોનીસ (૭૬), ડેવિડ વાર્નર (૬૪), કપ્તાન સ્ટીવ સ્મિથ (૫૫), અને ટ્રેવીસ હેડ (૬૫)એ અર્ધશતક જમાવી જયારે વિકેટકીપર બલ્લેબાઝ મૈથ્યુ વેડે ૪૫ રનની તોફાની પારી રમી. આનાથી ઓસ્ટ્રેલીયાએ નિર્ધારિત ૫૦ ઓવરોમાં સાત વિકેટ પર ૩૪૭ રનનો વિશાળ સ્કોર ઊભો કર્યો.

આના જવાબમાં બોર્ડ અધ્યક્ષ એકાદશની ટીમ ૪૮.૨ ઓવરમાં ૨૪૪ રન પર આઉટ થઇ ગઈ. ભારતીય ટીમની આઠ વિકેટ ૧૫૬ રન પર નીકળી ગઈ હતી, પરંતુ નવમાં નંબરના બલ્લેબાઝ અક્ષય કર્ણીવાર (૪૦) અને દસમાં નંબર પર ઉતર્યા કુશાંગ પટેલ (નાબાદ ૪૧)એ નવમી વિકેટ માટે ૬૬ રન જોડીને હારનું અંતર ઓછુ કર્યું. આ બંને સિવાય શ્રીવત્સ ગોસ્વામી (૪૩) અને મયંક અગ્રવાલ (૪૨) જ ઓસ્ટ્રેલીયાના તેજ અને સ્પીન મિશ્રિત આક્રમણનો થોડી વાર સુધી સામનો કરી શક્યા.

નીચે જ આવશે વિડીયો લોડ થતા વાર લાગી શકે છે પણ આવશે જ વિડીયો દુર થી લેવાયો છે એટલે બરોબર દેખાતો નથી

વિડીયો

https://www.instagram.com/p/BY7z5lmBq3r/?taken-by=vignesh_madridista26