બે લગ્નનું દુઃખ સહન કર્યા પછી શું ત્રીજા લગ્ન કરશે શ્વેતા તિવારી? જાણો હિરોઈનનો જવાબ

જીવનમાં દુઃખનું આવવા અને જવાનું ચાલુ જ રહે છે. પણ વાત એમ છે કે, તમે તમારા દુઃખોને ભૂલીને જીવનમાં હંમશા આગળ વધતા રહો. તે વાત ટીવીની પ્રિસદ્ધ હિરોઈન શ્વેતા તિવારીથી વધુ કોણ સમજી શકે છે. ‘કસૌટી ઝીંદગી કી’ થી ઘર ઘરમાં ફેમસ થયેલી શ્વેતા તિવારી પ્રોફેશનલ લાઈફમાં જેટલી પ્રસિદ્ધ થઇ એટલી જ પર્સનલ લાઈફમાં દુઃખી પણ રહી.

શ્વેતાના પહેલા લગ્ન રાજા ચોધરી નામના વ્યક્તિ સાથે થયા હતા. તે લગ્નથી તેને પલક નામની વ્હાલી દીકરી થઇ. આમ તો લગ્ન પછી રાજા હંમેશા શ્વેતા સાથે ઝગડા અને મારઝૂડ કરતો રહેતો હતો. તેવામાં શ્વેતાએ તેની સાથે છૂટાછેડા લેવાનું જ યોગ્ય સમજ્યું.

પહેલા લગ્ન એકદમ નિષ્ફળ રહ્યા પછી શ્વેતાએ પોતાને એક બીજી તક આપવાનું વિચાર્યું. તેણે વિચાર્યું કે કદાચ તે બીજા લગ્ન કરે, તો તેને પહેલા જેવી સ્થિતિનો સામનો નહિ કરવો પડે. તેવું વિચારીને તેણે અભિનવ કોહલી સાથે બીજા લગ્ન કરી લીધા હતા. આ લગ્ન પછી જ તેને એક વ્હાલો દીકરો રીયાંશ થયો.

હમણાં થોડા મહિના પહેલા જ શ્વેતા સાથે ફરીથી તે થયું જે પહેલા લગ્નમાં થયું હતું. શ્વેતાને ફરીથી પોતાના પતિના અત્યાચારો સહન કરવા પડ્યા હતા. અભિનવ અને શ્વેતાના આ ઝગડા ઈન્ટરનેટ ઉપર પણ ઘણા છવાઈ ગયા હતા. છેવટે તે અભિનવથી પણ અલગ થઇ ગઈ. આવી રીતે શ્વેતાએ પોતાના જીવનમાં બે નિષ્ફળ લગ્નનો સામનો કરવો પડ્યો.

વર્તમાનમાં શ્વેતા પોતાના બંને બાળકોને એકલી જ ઉછેરી રહી છે. જયારે દીકરાનો જન્મ થયો હતો ત્યારે શ્વેતાએ અભિનયમાંથી બ્રેક લીધો હતો. તેવામાં તેની પ્રોફેશનલ લાઈફ પણ પાટા ઉપર હતી નહિ. આમ તો નિષ્ફળ મેરેજ અને અટકેલી કારકિર્દી છતાં પણ શ્વેતા એક વખત ફરી પોતાના જીવનને પાટા ઉપર લઈ આવી છે.

તેણે હાલમાં જ એક વેબ સીરીઝ ‘હમ તુમ એંડ ડેમ’ અને સોની ટીવીની સીરીયલ ‘મેરે ડેડ કી દુલ્હન’ થી જોરદાર કમબેક કર્યું છે. જેમાં મેરે ડેડ કી દુલ્હનમાં શ્વેતા એક મધ્યમ ઉંમરની મહિલાનું પાત્ર નિભાવી રહી છે, તો તે હમ તુમ એંડ ડેમ માં તે એક સિંગલ પેરેન્ટની ભૂમિકા ભજવી રહી છે, જે પ્રેમને એક વખત ફરીથી તક આપી રહી છે.

તેવામાં હાલમાં જયારે ઈન્ટરવ્યું દરમિયાન શ્વેતા તિવારીને પૂછવામાં આવ્યું કે, શું તમે ફરી કોઈને પ્રેમ કરવા માટે તૈયાર છો? તો તે અંગે શ્વેતાએ જવાબ આપતા જણાવ્યું, હું પહેલાથી પ્રેમમાં છું, મારા બાળકો સાથે. મારી પાસે હવે કોઈ બીજા માટે સમય નથી. હું મારા બાળકોના પ્રેમમાં એટલી વ્યસ્ત છું કે, મને નથી લાગતું કે મારે તેના સિવાય કોઈ બીજાના પ્રેમની જરૂર પણ છે.

નિષ્ફળ મેરેજને કારણે શ્વેતાને ઘણી વખત સોશિયલ મીડિયા ઉપર ઘણી ખરાબ અને નેગેટીવ કમેન્ટ્સ પણ આવે છે. તે અંગે તે કહે છે, દુનિયામાં ઘણા બધા લોકો છે જે જીવનમાં સફળ નથી, તેવામાં તે તમને નડે છે શું? કેમ કે તેને લાગે છે કે, જો આપણે જીવનમાં કાંઈ સારું ન કરી શકીએ, તો બીજાને પણ ન કરવા દેવું જોઈએ. આ તે લોકો છે જેને જીવનમાં કરવા માટે કાંઈ નથી હોતું, એટલા માટે બીજાની મજાક ઉડાવે છે, તેને દુઃખી કરે છે.

શ્વેતાએ પોતાની આ સફળતાનું રહસ્ય શેયર કરતા જણાવ્યું કે, તે પોતાની પર્સનલ અને પ્રોફેશનલ લાઈફને સેપરેટ રાખે છે. એટલે કે અંગત જીવનમાં કોઈ સમસ્યા હોય તો તેને પોતાની પર્સનલ લાઈફમાં બહાના તરીકે ઉપયોગ કરી કોઈ કામચોરી નથી કરતી.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.