બે વર્ષ સુધી રહ્યો નકલી DSP, મહિલા સબ ઇન્સ્પેકટર સાથે લગ્ન પણ કર્યા.

પંજાબ પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે આરોપી મીહિત અરોડાની નકલી ડીએસપી બનીને ફરવાના ગુનામાં ધરપકડ કરવામાં આવી છે.

રૂપનગર, પંજાબ પોલીસમાં ભરતી થયા વગર ડીએસપીનો યુનિફોર્મ પહેરીને લગભગ બે વર્ષ સુધી ડીએસપીના હોદ્દા ઉપર કામ કરતા આરોપી પોલીસના હાથમાં આવી ચડ્યો છે. એ બે વર્ષો દરમિયાન કોઈ પોલીસ અધિકારી કે કર્મચારીએ તેના વિષે ઝીણવટભરી તપાસ કરી નથી. તે પોતાને વિક્રમજીત સિંહ માન કહેતા હતા.

જયારે તેનું નામ મોહિત અરોડા છે, જે અમૃતસરના રહેવાસી છે. આરોપી વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો છે. સૌથી મહત્વની વાત એ છે કે ડીએસપી અસલી ગનમેન લઈને જુદા જુદા નાકા અને પોલીસ સ્ટેશનોમાં પણ ફરતો રહ્યો.

આરોપી મોહિતને એક મહિલા સબ ઇન્સ્પેકટર સાથે પ્રેમ થઇ ગયો. સબ ઇન્સ્પેકટર ને તેની સાથે લગ્ન કરવાનું કહ્યું હતું કે તે ડીએસપી છે. સબ ઇન્સ્પેકટર તેની વાતોમાં ફસાઈ ગઈ. બન્નેએ ગયા વર્ષે જુલાઈમાં લગ્ન કરી લીધા. સબ ઇન્સ્પેકટરને પણ ત્રણ મહિના પછી તેની ઉપર ત્યારે શંકા ગઈ જયારે આરોપીએ કહ્યું કે તે સસ્પેન્ડ થઇ ગયો છે. ત્યારે પત્નીએ કહ્યું કે તે અંગે પોલીસ અધિકારીઓને વિનંતી કરીએ, પરંતુ તે બહાના બનાવતો રહ્યો.

રૂપનગરના એસએસપી સ્વપ્ન શર્માએ કહ્યું કે આરોપી મોહિત અરોડાએ નકલી ડીએસપી બનીને ફરવાના આરોપમાં ધરપકડ કરવામાં આવ્યો છે. તપાસ પૂર્ણ થયા પછી સંપૂર્ણ રીપોર્ટ ડીજીપી પંજાબને મોકલવામાં આવશે.

જાલંધરમાં ફરજ બજાવી રહેલા ડીએસપીનો મળ્યો હતો સાથ :-

આરોપી મોહિત અરોડાએ જાલંધરમાં ફરજ બજાવતા એક ડીએસપીનો સાથ મળ્યો હતો. ડીએસપીને આરોપી પોતાના એક મિત્રના માધ્યમથી મળ્યો હતો. ડીએસપી સાથે તેના સંબંધ એટલા ગાઢ થઇ ગયા કે તે પોતે ડીએસપીનો યુનિફોર્મ પહેરીને પોલીસ સ્ટેશન અને નાકા ઉપર ફરવા લાગ્યો. તે બાબતમાં ડીએસપીના સહકાર અંગે પણ પોલીસ તપાસ કરી રહી છે.

પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપી બીએ પહેલા વર્ષ સુધી ભણેલો છે. તેણે કોઈ વ્યક્તિના વિદેશ જવાની ફાઈલ લગાવવાના ગુનામાં ૧૨ લાખ રૂપિયા લીધા હતા. આ પૈસાથી તે પોતાને હાઈપ્રોફાઈલ બતાવીને બધાને મુર્ખ બનાવતો રહ્યો. મોહિત અરોડાના પિતા ગુમ થઇ ગયા છે અને માતા અને બહેને તેની સાથે સંબંધ તોડી નાખ્યો છે.

આજનો રજુ કરવામાં આવેલો આ આર્ટીકલ તમને લોકોને જરૂર પસંદ આવ્યો હશે જ એવા વિશ્વાસ સાથે અમે હ્રદયપૂર્વક તમને વિનંતી કરીએ છીએ કે આ આર્ટીકલને તમે તમારા મિત્રો અને સંબંધિઓને વધુમાં વધુ શેર કરશો જેથી આ આર્ટીકલ અંગેની માહિતી તેમના સુધી પણ પહોચી શકે અને તેઓ તેનાથી માહિતગાર થઇ શકે અને તેનો ઉપયોગ તેમના જીવનમાં પણ લઇ શકે. આ કાર્ય તો કોઈ પણ જરૂરિયાત વાળાને મદદ કરવા સમાન છે, અને પુણ્ય સમાન છે. કેમ કે તમારા શેરથી જો જોઈ એક પણ વ્યક્તિના જીવનમાં ઉપયોગમાં આવી જાય છે તો પણ ઘણું મોટું પુણ્યનું કામ કર્યા સમાન ગણાશે. તો તમે હ્રદયપૂર્વક શક્ય હોય એટલા વધુમાં વધુ લોકોને જરૂર થી શેર કરો એવી અમે આશા રાખીએ છીએ, જય હિન્દ.

આ માહિતી નઈ દુનિયા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.