ગુજરાતમાં આવેલી આ સુંદર જગ્યા આપે છે અમેરિકાના ગ્રાન્ડ કેન્યનને ટક્કર, જોવા જેવી છે આ જગ્યા.

ઘણા બધા લોકોને અલગ અલગ જગ્યાએ ફરવા જવાનો અને કુદરતના સૌંદર્યને માણવાનો શોખ હોય છે. અમુક લોકો ફરવા માટે વિદેશ જવાનું વધારે પસંદ કરે છે, કારણ કે વિદેશમાં ઘણી બધી જગ્યાએ સુંદર નજારા જોવા મળે છે. પણ જણાવી દઈએ કે ભારતમાં જોવા લાયક સુંદર નજારાની કોઈ કમી નથી. ભારત પણ કુદરતી સૌંદર્યનો ખજાનો છે.

આજે અમે તમને ગુજરાતમાં આવેલા એક એવા જ જોવા લાયક સ્થળ વિષે જણાવવાના છીએ, જેનો પ્રવાસ તમને એક એનેરો અનુભવ આપી શકે છે. અમે જે સ્થળ વિષેની વાત કરી રહ્યા છીએ તેનું નામ કાળિયો ધ્રો છે, જેને કડિયા ધ્રો તરીકે પણ ઓળખવામાં આવે છે. તે અમેરિકાના ગ્રાન્ડ કેન્યનને પણ ટક્કર આપે છે.

નખત્રાણા (કચ્છ) થી ફક્ત 40 કી.મી. ના અંતરે આ સ્થળ આવેલું છે જ્યાં નયન રમ્ય દ્રશ્યો જોવા મળે છે. આ દ્રશ્યો અદ્રશ્ય, ગુમનામ અવસ્થામાં ધરતીની ગોદમાં ધરબાયેલા છે. પણ એક પ્રકૃતિ પ્રેમી યુવકે તેના ફોટા સોશ્યલ મિડીયામાં પ્રસ્તુતિ કરી, અને અમેરિકાના ટાઇમ્સ ઓફ ન્યૂયોર્ક ટાઈમ્સએ ફ્રન્ટ પેજ પર તેને સ્થાન આપ્યું. પછી લોકોને તેના વિષે ખબર પડી.

અમેરિકાના ગ્રાન્ડ કેન્યનને મળતા આ ભૂખંડમાં વિવિધ ખનીજોને લીધે રંગબેરંગી ખડકો અને વહેતા પાણીએ કમાલ કરી છે. હવાના તેજ થપેડા, કચ્છની કારમી ગરમી અને પાણીના જબ્બર વહેણને લીધે આ સુંદર અને રમણીય રચના થઈ છે. સ્થાનિક માલધારીઓની વાતો પરથી એક યુવકે આ દ્રશ્યો કંડારી ગર્તામાંથી ઉજાગર કર્યા છે.

જાણકારી માટે જણાવી દઈએ કે, આ સ્થળે એક પર્વત છે, જે સાત શિખરો ધરાવે છે. જેને મહાભારત પર્વત તરીકે ઓળખાય છે. પાંચ પાંડવ, માતા કુંતી અને પાંચાલી. આ સ્થળ કુદરતની અદ્દભુત રચના છે. બાકી કયો શિલ્પી આવી કમાલ કરી શકે છે. જો કુદરતના ખોળે સમય પસાર કરવો હોય તો એક વાર આ જગ્યાની મુલાકાત જરૂર લેવી જોઈએ.