બ્યુટી કવીન મહિલા નીકળી વિવાહિત અને એક બાળકની માં, રહસ્ય ખુલ્યું તો પાછો લઈ લીધો એવોર્ડ

પૂર્વ મિસ યૂક્રેન રહી ચુકેલી વેરોનિકા ડેડુસેનકોએ મિસ વર્લ્ડ ઓર્ગેનાઈઝેશન વિરુદ્ધ કાનૂની કાર્યવાહી કરવાનો નિર્ણય લીધો છે. પૂર્વ મિસ યુક્રેને આ વિષે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર જાણકારી શેયર કરી છે. સપ્ટેમ્બર 2018 માં મિસ યુક્રેનના તાજ પર કબ્જો જમાવવા વાળી વેરોનિકા ડેડુસેનકોને મિસ વર્લ્ડ કોન્ટેસ્ટમાં ભાગ લેવાથી પણ રોકવામાં આવી છે.

મિસ વર્લ્ડ ઓર્ગેનાઈઝેશને જે કારણે 24 વર્ષની વેરોનિકા ડેડુસેનકો પાસેથી મિસ યુક્રેનનો તાજ છીનવી લીધો, અને એમને પ્રતિભાગી બનાવવાની ના પાડી છે, તે ઘણું ચોંકાવનારું છે.

વેરોનિકા ડેડુસેનકો અનુસાર, મિસ વર્લ્ડ ઓર્ગેનાઈઝેશને તેના પરિણીત હોવાને લીધે અને એક બાળકથી માં હોવાને કારણે એમને આ સજા આપવામાં આવી છે.

વેરોનિકા ડેડુસેનકો પોતાની સાથે થયેલા આ વર્તનને અમાનવીય માને છે. તે ઈચ્છે છે કે, સૌંદર્ય પ્રતિયોગિતાઓની આયોજક સંસ્થાઓ મહિલાઓ સાથે ભેદભાવ પર પોતાના નિયમ-કાનૂનમાં ફેરફાર કરે.

એમણે પોતાના ઈંસ્ટાગ્રામ એકાઉન્ટ પર બ્રિટિશ હ્યુમન રાઈટ વકીલ રવિ નાયક અને દીકરાનો ફોટો પણ શેયર કર્યો છે. આ પોસ્ટમા તેમણે લખ્યું હતું કે, ‘એક બાળકની માં અને પરિણીત હોવાને કારણે મારી સાથે આવું વર્તન કરવામાં આવ્યું છે.’

એટલું જ નહિ વેરોનિકા ડેડુસેનકોએ આ પોસ્ટમાં એ પણ લખ્યું કે, એમને પોતાનો તાજ પાછો નથી જોઈતો. તે ફક્ત આના કાયદામાં ફેરફારની માંગ કરી રહી છે, જેથી ભવિષ્યમાં મહિલાઓ સાથે આવો ભેદભાવ ન થાય

તેમજ, બ્યુટી કોન્ટેસ્ટના આયોજકોનું કહેવું છે કે, વેરોનિકા ડેડુસેનકોએ બ્યુટી કોન્ટેસ્ટમાં ભાગ લેતા સમયે મહત્વપૂર્ણ જાણકારીઓ છુપાવી હતી.

વેરોનિકા ડેડુસેનકોએ રજીસ્ટ્રેશન સમયે એમના લગ્ન થઈ ગયા હોવાની વાત અને એક બાળકની માં હોવાનો ઉલ્લેખ કર્યો ન હતો. એ વિષયમાં જાણકારી મળ્યા પછી એમનો મિસ યુક્રેનનો તાજ પણ છીનવી લેવામાં આવ્યો.

વેરોનિકા ડેડુસેનકોએ એને પોતાની સાથે થયેલ ભેદભાવ જણાવતા ‘રાઈટ ટુ બી અ મધર’ નામથી કેમ્પેઇન પણ ચલાવ્યું હતું.

જણાવી દઈએ કે, 14 ડિસેમ્બર 2019 ના રોજ લંડનમાં 69 માં મિસ વર્લ્ડ કોન્ટેસ્ટનું આયોજન થવા જઈ રહ્યું છે. એમની આ પોસ્ટના કમેન્ટ બોક્સમાં ઘણા લોકોએ એમની પ્રશંસા કરી છે.

આ માહિતી આજતક અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.