45 વર્ષની ઉંમરમાં નાની બની આ પ્રખ્યાત બોલીવુડ એક્ટ્રેસ, સોશિયલ મીડિયા પર શેયર કર્યો પોતાના પૌત્રનો ફોટો

બોલીવુડ હિરોઈન રવિના ટંડને હાલમાં જ પોતાના પૌત્ર સાથે ઘણા બધા ફોટા ક્લિક કરાવ્યા છે, અને આ ફોટાને સોશિયલ મીડિયા ઉપર શેયર કર્યા છે. ૪૫ વર્ષની રવિના ટંડન આ ફોટામાં પોતાના ૫ મહિનાની પૌત્ર સાથે મસ્તી કરતી જોવા મળી રહી છે.

પોતાની ઈંસ્ટાગ્રામ પોસ્ટમાં ફોટા શેયર કરતા રવિનાએ લખ્યું છે કે, હું અને મારી… એક જ હાવભાવ… એકદમ તેની ગ્લૈમ નૈનની જેમ (Me and mine .. even the same expressions . Just like his glam nan! ). ફોટામાં પોતાના પૌત્ર સાથે રવિના ઘણી જ ખુશ જોવા મળી રહી છે, અને તેને ખુબ પ્રેમ કરી રહી છે.

વર્ષ ૧૯૯૫ માં છોકરીને લીધી હતી દત્તક :

ખાસ કરીને જયારે રવિના ૨૧ વર્ષની હતી તો તેણે બે છોકરીઓને દત્તક લીધી હતી, અને તે બંનેનો ઉછેર કરવાનો ખર્ચ ઉપાડ્યો હતો. એટલું જ નહિ રવિનાએ તેના લગ્ન પણ ઘણા ધામધૂમ પૂર્વક કર્યા હતા. જે બે છોકરીઓને રવિનાએ દત્તક લીધી હતી તેના નામ છાયા અને પૂજા છે. છાયાએ વર્ષ ૨૦૧૯ માં પોતાના બીજા બાળકને જન્મ આપ્યો હતો. અને નાની બનવાની ખુશીમાં રવિનાએ તે વખતે એક ગ્રેંડ પાર્ટી રાખી હતી. રવિનાએ પોતાના પૌત્રનું નામ રુદ્ર રાખ્યું હતું.

અને હવે રુદ્ર જયારે પાંચ વર્ષનો થઈ ગયો છે તો રવિનાએ રુદ્ર સાથે પોતાના ઘણા બધા ફોટા શેયર કર્યા છે. ફોટામાં રવિનાએ રુદ્રને ખોળામાં લીધો છે અને તેની સાથે રમત રમી રહી છે. રુદ્ર ઉપરાંત રવિનાએ પોતાની દીકરી છાયા સાથે પણ ફોટા ક્લિક કર્યા છે, અને આ ફોટા પણ પોતાના ફેંસ સાથે શેયર કર્યા છે.

વર્ષ ૨૦૦૪ માં કર્યા હતા લગ્ન :

રવિના ટંડન લાંબા સમયથી બોલીવુડ સાથે જોડાયેલી છે અને તેમણે ઘણી બધી હીટ ફિલ્મો કરી છે. વર્ષ ૨૦૦૪ માં રવિનાએ ફિલ્મ ડીસ્ટીબ્યુટર અને બિઝનેસમેન અનીલ થડાની સાથે લગ્ન કર્યા હતા. રવિનાના લગ્ન ખુબ જ ભવ્ય રીતે થયા હતા અને ઉદયપુરના જગમંદિર પેલેસમાં પંજાબી રીત રીવાજ મુજબ રવિના લગ્નના બંધનમાં બંધાઈ હતી.

આ લગ્નથી રવિનાને બે બાળકો છે. જેમાં દીકરીનું નામ રશા અને દીકરાનું નામ રણબીરવર્ધન છે. રવીનાની દીકરીની ઉંમર ૧૪ વર્ષ છે, જયારે તેનો દીકરો હજુ ૧૧ વર્ષનો છે. રવિના હંમેશા પોતાની દીકરી સાથે જોવા મળે છે. હાલમાં જ પોતાની દીકરીના જન્મ દિવસ ઉપર રવિનાએ એક પાર્ટી પણ આપી હતી.

ઘણા શો ને કર્યા છે જજ :

રવિના ટંડને ઘણા શો માં જજ કરીકે કામ કર્યું છે, અને તે ફિલ્મ ઉપરાંત ટીવી જગતમાં પણ પ્રસિદ્ધ ચહેરો છે. રવિનાએ સ્ટાર પ્લસ ઉપર આવતા શો નચ બલીએને પણ જજ કર્યો હતો. તે ઉપરાંત તે સોની અને ઝીટીવી ઉપર આવતા ઘણા બધા રીયાલીટી શો પણ જજ કરી ચુકી છે.

સોશિયલ મીડિયા ઉપર છે ઘણી જ એક્ટીવ

રવિના ટંડન સોશિયલ મીડિયા ઉપર ઘણી જ એક્ટીવ રહે છે અને સમયે સમયે ઈંસ્ટાગ્રામ ઉપર પોતાના ફોટા શેયર કરતી રહે છે. ઈંસ્ટાગ્રામ ઉપર રવિનાના લગભગ 1600 થી વધારે પોસ્ટ અને 3.7 મિલિયન ફોલોઅર્સ છે.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.