20 હજાર રૂપિયા લગાવો અને IRCTC દ્વારા બનો રેલવે ટિકિટ એજન્ટ, આવી રીતે થાય છે કમાણી

તહેવારની સીઝન આવતા જ ટ્રેનોમાં ભીડ ઘણી વધી જાય છે. ટિકિટ કાઉન્ટરથી લઈને પ્લેટફોર્મ સુધી ફક્ત લોકોની ભીડ જ દેખાય છે. અને આજકાલના ભાગદોડવાળા જીવનમાં ઘણા લોકો પાસે પૂરતો સમય હોતો નથી, એટલે લોકો પોતાની સુવિધા અનુસાર રેલવેની આરક્ષિત (રિઝર્વેશન) ટિકિટ એજન્ટ પાસેથી લેવાનું પસંદ કરે છે. એજન્ટ પાસેથી ટિકિટ લેવાની સ્થિતિમાં તમે ભીડ અને લાંબી લાઈનોથી બચી શકો છો. પણ એજન્ટ પાસેથી ટિકિટ ખરીદવા પર ટિકિટની કિંમત કરતા થોડી વધારે રકમ ચૂકવવી પડે છે.

કોઈ એજન્ટ પાસેથી ટિકિટ લેતા સમયે ઘણી વાત તમારા મનમાં એ સવાલ ઉઠે છે કે, તેઓ એજન્ટ કેવી રીતે બને છે? આમને કાયદાકીય રીતે ટિકિટ આપવાની અનુમતિ કોણ આપે છે? એવામાં આ બધા એજન્ટો વિષે જાણવું જરૂરી થઈ જાય છે.

કોણ કરી શકે છે બુકીંગ?

રેલવે તરફથી અધિકૃત એજન્ટ દરેક પ્રકારની રિઝર્વેશન ટિકિટ બુક કરી શકે છે. જેમ કે તત્કાલ અથવા નોર્મનલ રિઝર્વેશન. દરેક બુકીંગ પર એજન્ટને અલગથી કમિશન મળે છે. બધા એજન્ટનું એક ઓનલાઇન એકાઉન્ટ હોય છે. એ જ એકાઉન્ટ દ્વારા તે ટિકિટ બુક કરે છે.

ટિકિટ એજન્ટ બનવા માટે સૌથી પહેલા આઈઆરસીટીસીની વેબસાઈટ www.irctc.co. in પર જઈને એજન્ટ બનવા માટે ઓનલાઇન અરજી કરવી પડે છે. બધી શરતો પુરી કર્યા પછી એક એગ્રીમેન્ટ પણ કરવાનું હોય છે. ત્યારબાદ એક ડિજિટલ સર્ટિફિકેટ લેવાનું હોય છે.

IRCTC ના નામે આપવાનો હોય છે ડીડી :

અરજી કરતા સમયે તમારે પોતાના પાન કાર્ડ, આધાર કાર્ડ અને ઈન્કમ ટેક્સની બધી જાણકારી વેબસાઈટને આપવાની હોય છે. આ સિવાય પહેલી વાર 20,000 રૂપિયાનો ડીડી (ડિમાન્ડ ડ્રાફ્ટ) પણ આરઆરસીટીસીના નામે આપવાનો હોય છે.

દર વર્ષે કોન્ટ્રાકટ રીન્યુ કરાવવા માટે 5,000 રૂપિયા અલગથી ભરવાના હોય છે. પહેલા વર્ષે જમા કરવામાં આવેલા પૈસામાંથી લગભગ અડધા પૈસા રેલવે પાછા આપી દે છે. બાકીના પૈસા સિકયોરિટી મની તરીકે જમા રહે છે.

ટિકિટ બુક કરવા પ્રમાણે થાય છે કમાણી :

એજન્ટોની ટિકિટ બુક કરવાના હિસાબથી કમાણી થાય છે. એના માટે આઈઆરસીટીસીએ ટિકિટ બુકીંગ માટે કમિશન તૈયાર કર્યું છે. આઈઆરસીટીસી અનુસાર સ્લીપર ક્લાસની એક ટિકિટ માટે વધુમાં વધુ 30 રૂપિયા અને એસી ક્લાસ માટે એક ટિકિટના વધુમાં વધુ 50 રૂપિયા ગ્રાહકો પાસેથી કમીશનના રૂપમાં મળે છે.

આ માહિતી એબીપી ન્યુઝ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.