જોડિયા બાળકોની માં બની મહિલા, પણ બંને બાળકોના બાપ છે અલગ અલગ, દુનિયામાં પહેલી વાર થયું આવું

આ દુનિયામાં ચિત્ર વિચિત્ર કિસ્સા હંમેશા વાંચવા અને સાંભળવા મળે છે. પરંતુ ઘણી વખત તો એવી એવી ઘટનાઓ માણસ સાથે બની જાય છે, જેને સમજી શકવું સાયન્સ માટે પણ અશક્ય બની જાય છે. વર્તમાન સમયમાં પણ કોઈ ને કોઈ ચોંકાવનારી ઘટના આપણી સામે આવી જાય છે, જેને સમજી શકવું આપણી સમજ શક્તિની વાત નથી હોતી.

હમણાં થોડા દિવસો પહેલા એક સમાચાર ઘણા વાયરલ થયા છે, જેમાં ૧૦૧ વર્ષની મહિલાએ માં બનીને સૌને ચકિત કરી દીધા હતા. અને આજે પણ કાંઈક એવી જ ચિત્ર વિચિત્ર ઘટના દુનિયા સામે આવી છે, જેને વાંચીને તમારા પગ નીચેથી જમીન સરકી જશે.

ખાસ કરીને આ ઘટના અમેરિકાના વોશિંગટન શહેરની છે. જ્યાં એક મહિલાએ હાલમાં જ જોડિયા બાળકોને જન્મ આપ્યો છે. પરંતુ તમને એ જાણીને નવાઈ થશે કે આ બન્ને જોડિયા બાળકોના પિતા અલગ અલગ છે. ચોંકી ગયાને તમે પણ? અને ચોંકશો જ ને, કેમ કે આ બાબતમાં તો સાયન્સ પણ વિચારમાં પડી ગયું છે.

બાળકો છે જોડિયા પરંતુ પિતા અલગ : હંમેશા આપણે ફિલ્મોમાં જોયું હશે કે હીરોનો જોડિયો ભાઈ નીકળી આવે છે. કે પછી રીયલ લાઈફની વાત જ કરી લો, જે માં બાપને જોડિયા બાળકો જન્મે છે, તેના માં બાપ એક જ હોય છે. પરંતુ હમણાં જે સમાચાર અમારી સામે આવ્યા છે તે ઘણા વિચિત્ર છે. ખાસ કરીને અમેરિકાના વોશિંગટનમાં એક મહિલાએ હાલમાં જ જોડિયા બાળકોને જન્મ આપ્યો છે.

મહિલાનું કહેવું છે કે તે બાળકોના બે બાપ છે. એ વાતથી ડોક્ટર્સ પણ ચકિત છે કે જોડિયા બાળકોના બાપ અલગ કેવી રીતે હોઈ શકે છે? પહેલા તો મહિલા સહીત ડોક્ટર્સએ પણ માની લીધું હતું કે જોડિયા બાળકો પેદા થયા છે. પરંતુ, અચાનકથી આપવામાં આવેલા મહિલાના આ નિવેદને સૌને વિચારમાં મૂકી દીધા છે.

આ હતું એકદમ સાચું : ખાસ કરીને એક માં ના બે જોડિયા બાળકો પરંતુ બાપ અલગ હોવા વિજ્ઞાનીકો માટે પણ એક પડકાર બની ગયો હતો. તપાસ પછી ખબર પડી કે જેસિકા એલન નામની આ મહિલાએ પોતાના ગર્ભમાં કોઈ બીજાના બાળકને ભાડા ઉપર રાખ્યું હતું. જેને આપણે સાયન્સની ભાષામાં ‘સેરોગેટ માં’ પણ કહી શકીએ છીએ. એવી સ્થિતિમાં મહિલાના યુટેક એટલે કે ગર્ભાશયમાં ભ્રુણ ઇમ્પ્લાન્ટ કરવામાં આવ્યું છે. જેસિકાએ જણાવ્યું કે વર્ષ ૨૦૧૬ માં એક ચીની કપલે ભ્રુણને જેસિકાની કોખમાં રાખ્યું હતું. એવી રીતે એલન પ્રેગ્નેન્ટ થઇ ગઈ પરંતુ પ્રેગનેન્સીના છઠ્ઠા અઠવાડિયામાં તેને ડોકટરોએ જણાવ્યું કે તેની કોખમાં જોડિયા બાળકો ઉછરી રહ્યા છે.

જેસિકાએ જણાવ્યું કે શરુઆતમાં તે જોડિયા બાળકો સમજી રહી હતી, પરંતુ એક મહિના પછી તેને જોયું તો બન્ને બાળકો એક જેવા જરાપણ દેખાતા નથી. ત્યાર પછી જેસિકાએ પોતાનું ડીએનએ ટેસ્ટ કરાવ્યો અને તેનાથી ખબર પડી કે તેના બાળકોના બે અલગ પિતા છે. એક તેનું પોતાનું બાળક છે અને બીજું તે ચીની કપલનું છે. વિજ્ઞાનની ભાષામાં તેને neteropaternal superfecundation કહેવામાં આવે છે.